android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: ભારતીય સેનાની શક્તિનું પ્રદર્શન, એવોર્ડ સમારોહમાં આધુનિક શસ્ત્રો અને ટેકનોલોજીની ઝલક
calendar_today February 7, 2026

Ahmedabad: ભારતીય સેનાની શક્તિનું પ્રદર્શન, એવોર્ડ સમારોહમાં આધુનિક શસ્ત્રો અને ટેકનોલોજીની ઝલક

જ્યારે રાષ્ટ્રની સુરક્ષા, સેનાનું શૌર્ય અને ટેકનોલોજીકલ શક્તિ એક મંચ પર એકત્ર થાય, ત્યારે તે માત્ર એક સમારોહ નથી રહેતો, પરંતુ દેશના ભવિષ્યની ઝલક બની જાય છે. અમદાવાદ ખાતે 6 અને 7 ફેબ્રુઆરી 2026 દરમિયાન સધર્ન કમાન્ડ ઇન્વેસ્ટિચર દ્વારા આયોજિત ભવ્ય ઇન્વેસ્ટિચર સેરેમની એ એવુ જ એક ગૌરવભર્યું દૃશ્ય સર્જ્યું. આ સમારોહમાં વીર જવાનોના સાહસને સન્માન મળ્યું, તો સાથે જ ભારતીય સેનાની આધુનિક લડાકૂ ક્ષમતાનું પ્રદર્શન પણ જોવા મળ્યું. જુઓ આ અહેવાલમાં....ભારતીય સેનાની ઇન્વેસ્ટિચર સેરેમનીભારતીય સેનાની સમૃદ્ધ પરંપરા મુજબ ઇન્વેસ્ટિચર સેરેમનીની શરૂઆત આર્મી કમાન્ડર માટેના ભવ્ય ગાર્ડ ઓફ ઓનરથી કરવામાં આવી હતી. આ પ્રસંગે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ દ્વારા રાષ્ટ્ર પ્રત્યે અદમ્ય સાહસ અને વિશિષ્ટ સેવા દર્શાવનાર 34 વીર જવાનોને શૌર્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. આ સાથે 33 સૈન્ય યુનિટ્સને GOC-in-C અને નિવૃત્ત સૈનિકોના યોગદાનને બિરદાવવા વેટરન એચિવર્સ એવોર્ડ પણ આપવામાં આવ્યા. આ ક્ષણો ભારતીય સેનાના બલિદાન, શિસ્ત અને નિઃસ્વાર્થ સેવાની જીવંત સાક્ષી બની છે.ભારતીય સેનાની વાસ્તવિક ઝલક  આ સમારોહ માત્ર પુરસ્કારો પૂરતો સીમિત ન રહ્યો. અહીં જોવા મળી ભારતીય સેનાની વાસ્તવિક ઝલક પણ જોવા મળી. વેપન એક્ઝિબિશનમાં T-90 ભીષ્મા, T-72 ટૅન્ક, રોકેટ લોન્ચર્સ, LMG ગન્સ, સ્નાઈપર રાઇફલ્સ, અને નાનાથી લઈને મોટા અદ્યતન ડ્રોન્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આ હથિયારો અને સાધનો એ સ્પષ્ટ કરે છે કે ભારતીય સેના હવે માત્ર સંખ્યાબળ નહીં, પરંતુ ટેકનોલોજીકલ સુપ્રીમસી તરફ આગળ વધી રહ્યું છે.એક્ઝિબિશનમાં આકર્ષણ બન્યું રોબોટિક ખચ્ચર આ એક્ઝિબિશનમાં સૌની નજર ખેંચનાર આકર્ષણ બન્યું Robotic Dog–MULE (Multi-Utility Legged Equipment) જેને ‘રોબોટિક ખચ્ચર’ તરીકે ઓળખવામાં આવે છે. આ રોબોટિક ડોગ 30 કિલો સુધી વજન ઉપાડી શકે છે, 10 ફૂટ ઊંચાઈ સુધી ચઢી શકે છે, પાણીની અંદર જઈ નદીઓ-નાળાઓ પાર કરી શકે છે, -40 થી +55°C તાપમાનમાં કાર્યક્ષમ રહે છે ઉપરાંત તેમાં 360° કેમેરા, થર્મલ ઇમેજિંગ, ઇન્ફ્રારેડ અને સેન્સર સિસ્ટમ્સ લગાવવામાં આવી છે, જે સર્વેલન્સ, લોજિસ્ટિક સપોર્ટ અને જરૂર પડે ત્યારે લડાયક કામગીરીમાં પણ ઉપયોગી છે.ભારતીય સેના ભવિષ્યના પડકારો સામે તૈયારઅમદાવાદમાં યોજાયેલી આ ઇન્વેસ્ટિચર સેરેમની એ સ્પષ્ટ સંદેશ આપે છે કે ભારતીય સેના માત્ર ભૂતકાળના શૌર્ય પર ગર્વ કરતી નથી, પરંતુ ભવિષ્યના પડકારો માટે પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. શહીદોના બલિદાનથી પ્રેરિત અને ટેકનોલોજીથી સજ્જ આ છે નવી યુગની ભારતીય સેના.

Read Full Story arrow_forward
Ahmedabad News : સેવન્થ-ડે સ્કૂલ હુમલો, ACP કૃણાલ દેસાઇએ તપાસનો ધમધમાટ તેજ કર્યો
calendar_today February 7, 2026

Ahmedabad News : સેવન્થ-ડે સ્કૂલ હુમલો, ACP કૃણાલ દેસાઇએ તપાસનો ધમધમાટ તેજ કર્યો

અમદાવાદની જાણીતી સેવન્થ-ડે સ્કૂલમાં તાજેતરમાં બનેલી હુમલાની ઘટનાને પગલે વાલીઓ અને શિક્ષણ જગતમાં ફફડાટ વ્યાપ્યો છે. આ ગંભીર મામલે એસીપી (ACP) કૃણાલ દેસાઇએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, હુમલો કરનાર શખ્સ સગીર હોવાથી તેની સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસરની ખાસ ઉપસ્થિતિમાં અસરગ્રસ્ત બાળકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. પોલીસે આ મામલે સગીરના માતા-પિતા સાથે પણ વાતચીત કરી છે, જેમાં તેઓએ આ ઘટનાની કબૂલાત કરી છે અને પોતાના બાળકોને કડક ઠપકો આપવાની ખાતરી આપી છે.શાળામાં લોહિયાળ ખેલ? આ કેસમાં સૌથી મહત્વનો મુદ્દો હુમલામાં વપરાયેલા હથિયારનો છે. હુમલા દરમિયાન બ્લેડ જેવા તીક્ષ્ણ સાધનનો ઉપયોગ થયો હતો કે નહીં, તે સ્પષ્ટ કરવા માટે પોલીસ હવે FSL (Forensic Science Laboratory)ની મદદ લઈ રહી છે. એસીપીએ વધુમાં ઉમેર્યું હતું કે, બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળા પ્રશાસન સાથે પણ પરામર્શ કરવામાં આવશે. હાલમાં તમામ પક્ષોના નિવેદનો અને ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ ચાલી રહી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને જવાબદારો સામે યોગ્ય પગલાં ભરી શકાય. આ પણ વાંચો : Gandhinagar News : ગાંધીનગર ચેરિટી કમિશનરનો મોટો નિર્ણય, મહુડી મંદિર વિવાદમાં ચુકાદો રખાયો અનામત

Read Full Story arrow_forward
Junagadh : જીંજરી ગામે સસલાંઓનો શિકાર કરવાની ફિરાકમાં રહેલા બે શખ્સો ઝડપાયા
calendar_today February 7, 2026

Junagadh : જીંજરી ગામે સસલાંઓનો શિકાર કરવાની ફિરાકમાં રહેલા બે શખ્સો ઝડપાયા

જૂનાગઢના માણાવદર તાલુકાના જીંજરી ગામે વન વિભાગે બાતમીના આધારે સપાટો બોલાવીને સસલાંઓનો શિકાર કરવાની ફિરાકમાં રહેલા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.દેવરાજ સોલંકી અને અજય સોલંકી નામના બે શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા માંગરોળ તાલુકાના જીંજરી ગામે શિકાર કરવાના ઇરાદે ફરતા બે શખ્સોને વન વિભાગ એ ઝડપી લીધા છે..વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે દેવરાજ સોલંકી અને અજય સોલંકી નામના બે શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. આ શખ્સો સસલાં જેવા માસૂમ વન્યપ્રાણીઓનો શિકાર કરવા માટે સંપૂર્ણ તૈયારી સાથે આવ્યા હતા. પ્રતિબંધિત જાળ અને અન્ય સાધનો જપ્ત જોકે, શિકારની જાળ બિછાવીને પ્રાણીઓને ફસાવે તે પૂર્વે જ વન વિભાગના જવાનોએ તેઓને ઘેરી લઈને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પાસેથી શિકાર કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રતિબંધિત જાળ અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. વન વિભાગે આ બંને શખ્સો વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે..બંને આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે જેથી આ નેટવર્ક પાછળ અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તેનીવી વિગતો મેળવવા પૂછપરછ કરવામાં આવી રહી છે.. આ પણ વાંચો----    Patan : ઠાકોર સમાજના બંધારણના ફરી ધજાગરા ઉડ્યા, શંખેશ્વરમાં DJના તાલે જન્મદિવસની ઉજવણી કરાઇ

Read Full Story arrow_forward