Gir Somnath News: વૃદ્ધે ઘરના વાડામાં જ કર્યું ગાંજાનું વાવેતર, 27 લાખનો મુદ્દામાલ જપ્ત!
રાજ્યમાં નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે પોલીસ સતર્ક બની છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં પોલીસ દ્વારા ગાંજાના ગેરકાયદે વાવેતરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. રહેણાંક મકાનના વાડામાં ખેતી કરી ગાંજાનું વેચાણ કરતા એક 75 વર્ષીય વૃદ્ધને પોલીસે લાખોના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે.રહેણાંક મકાનમાં ચાલતું હતું નશાનું વાવેતર ઘટનાની મળતી માહિતી અનુસાર, ગીર ગઢડાની ઢોરા શેરી અને ઉના રોડ વિસ્તારમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગીર સોમનાથ એસ.ઓ.જી. (SOG) અને એલ.સી.બી. (LCB) ટીમ દ્વારા સંયુક્ત રેડ કરવામાં આવી હતી. જ્યાં ભીખાભાઇ મકવાણા નામના 75 વર્ષીય વૃદ્ધના મકાનના વાડામાં તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીએ પોતાના ઘરના વાડામાં જ ગુપ્ત રીતે ગાંજાનું વાવેતર કર્યું હતું. 27.71 લાખનો મુદ્દામાલ કબ્જે પોલીસને તપાસ દરમિયાન અડધા ફૂટથી લઈને 4 ફૂટ સુધીની લંબાઈના ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા. પોલીસે કુલ 55 કિલો અને 320 ગ્રામ વજનના ગાંજાના છોડ કબ્જે કર્યા છે, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 27.71 લાખ આંકવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી ભીખા મકવાણા પોતાના વાડામાં જ ગાંજાની ખેતી કરી, તેની સુકવણી કર્યા બાદ આસપાસના વિસ્તારમાં છૂટક વેચાણ કરતો હતો. પોલીસની કડક કાર્યવાહી ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(C) અને 20(2)(C) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નશીલા પદાર્થોની હેરાફેરી અને વાવેતર સામે ગીર સોમનાથ પોલીસની આ કામગીરીથી ડ્રગ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - Gir Somnath News: તડીપાર ગુજસીટોક આરોપીનું ઘર સળગાવાયું, પરિવારે લગાવ્યા ગંભીર આક્ષેપ!
Read Full Story arrow_forward