android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Cab Strike: કેબ બુક કરતા પહેલા આ વાંચી લો, 7 ફેબ્રુઆરીએ ઓલ ઈન્ડિયા બ્રેકડાઉન
calendar_today February 6, 2026

Cab Strike: કેબ બુક કરતા પહેલા આ વાંચી લો, 7 ફેબ્રુઆરીએ ઓલ ઈન્ડિયા બ્રેકડાઉન

જો તમે શનિવારની રજામાં ક્યાંય બહાર ફરવા જવાનું કે ઓફિસ જવા માટે ઓલા (Ola), ઉબર (Uber) અથવા રેપિડો (Rapido) જેવી એપ-આધારિત ટેક્સી સેવાઓ પર નિર્ભર હોવ, તો તમારે વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવી જરૂરી છે. આવતીકાલે એટલે કે 7 ફેબ્રુઆરી, શનિવારના રોજ, દેશભરના કેબ અને બાઈક ટેક્સી ડ્રાઈવરોએ એક સાથે હડતાલ પર ઉતરવાનો નિર્ણય લીધો છે. ઓલ ઈન્ડિયા બ્રેકડાઉન શું છે? ડ્રાઈવર યુનિયનોએ આ આંદોલનને ‘ઓલ ઈન્ડિયા બ્રેકડાઉન’ નામ આપ્યું છે. આ હડતાલની ખાસિયત એ છે કે ડ્રાઈવરો રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવાની સાથે-સાથે પોતાની મોબાઈલ એપ્લિકેશન પણ બંધ રાખશે. આનો અર્થ એ થયો કે જ્યારે તમે રાઈડ બુક કરવાનો પ્રયાસ કરશો, ત્યારે તમને 'No Cabs Available' જેવો મેસેજ જોવા મળી શકે છે અથવા તો વેઈટિંગ પીરિયડ ખૂબ જ વધારે જોવા મળશે. મુસાફરો પર થનારી અસર આ હડતાલમાં માત્ર કેબ જ નહીં, પરંતુ રૅપિડો અને અન્ય કંપનીઓ સાથે જોડાયેલા ઑટો રિક્ષા અને બાઈક ટેક્સી ચાલકો પણ જોડાવાના છે. તેના કારણે એરપોર્ટ અને રેલવે સ્ટેશન જનારા મુસાફરોને ભારે હાલાકી પડશે.મેટ્રો સિટીઝમાં ઓફિસ જતા લોકોએ ખાનગી વાહનો કે જાહેર પરિવહન પર નિર્ભર રહેવું પડશે. ડિમાન્ડ વધવાને કારણે જે થોડા-ઘણા વાહનો ઉપલબ્ધ હશે, તેમાં 'સર્જ પ્રાઇસિંગ' (Surge Pricing) ના કારણે ભાડામાં તોતિંગ વધારો જોવા મળી શકે છે. ડ્રાઈવરોની માંગણીઓ શું છે? લાંબા સમયથી કેબ ડ્રાઈવરો કંપનીઓ દ્વારા લેવામાં આવતા ઉંચા કમિશન અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે યોગ્ય ભાડું ન મળવાને કારણે નારાજ છે. ડ્રાઈવરોની મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે: કંપનીઓ પોતાનું કમિશન ઘટાડે અને ડ્રાઈવરોની ચોખ્ખી આવકમાં વધારો કરે. કિલોમીટર દીઠ લઘુત્તમ ભાડામાં વધારો કરવામાં આવે. ડ્રાઈવરો માટે સામાજિક સુરક્ષા અને વીમા કવચની જોગવાઈ કરવામાં આવે. એપ પર ગ્રાહકો દ્વારા અપાતા રેટિંગના આધારે આડેધડ આઈડી (ID) બ્લોક કરવાની પદ્ધતિ બંધ થાય. વૈકલ્પિક વ્યવસ્થાનો આગ્રહ પરિવહન નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે મુસાફરોએ આવતીકાલે બસ, મેટ્રો અથવા લોકલ ટ્રેન જેવી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવો જોઈએ. જો તમારે અત્યંત જરૂરી કામ હોય, તો ખાનગી ટેક્સી ઓપરેટરોનો અગાઉથી સંપર્ક કરી લેવો હિતાવહ રહેશે. આ પણ વાંચોઃ Abu Dhabiમાં શાંતિ મંત્રણા સફળ, રશિયા-યુક્રેન વચ્ચે 314 યુદ્ધબંદીઓની અદલા બદલી પર મંજૂરી

Read Full Story arrow_forward
Dollar VS Rupees: RBIની રેપો રેટની જાહેરાત પહેલા જ રૂપિયો મજબૂત
calendar_today February 6, 2026

Dollar VS Rupees: RBIની રેપો રેટની જાહેરાત પહેલા જ રૂપિયો મજબૂત

RBIની નાણાકીય નીતિ સમિતિ દ્વારા રેપો રેટ યથાવત રાખવા અને સકારાત્મક વૃદ્ધિનું વલણ જાળવવાના નિર્ણયની અસર શુક્રવારે રૂપિયા પર પણ જોવા મળી. અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસની શરૂઆતમાં ભારતીય રૂપિયો ડોલર સામે 11 પૈસા મજબૂત થઈને 90.23 પર પહોંચ્યો. રોકાણકારોનો નીતિગત દૃષ્ટિકોણમાં વિશ્વાસ જળવાઈ રહ્યો જેના કારણે શરૂઆતના ટ્રેડિંગમાં રૂપિયાને ટેકો મળ્યો. રૂપિયામાં વધારો કેમ? જોકે ફોરેક્સ વેપારીઓના મતે, વિદેશી રોકાણકારોના સતત બહાર નીકળવા, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને યુએસ ડોલરમાં થોડી મજબૂતાઈએ રૂપિયાના ફાયદાને મર્યાદિત કર્યા. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 90.28 પર ખુલ્યો અને ટ્રેડિંગ દરમિયાન ડોલર દીઠ 90.23 પર મજબૂત થયો જે તેના અગાઉના બંધ કરતા 11 પૈસાનો વધારો દર્શાવે છે. એક દિવસ પહેલા ગુરુવારે, રૂપિયો પણ 13 પૈસા વધીને 90.34 પર બંધ થયો હતો. શરૂઆતના કારોબારમાં સ્થાનિક શેરબજારોમાં દબાણ જોવા મળ્યું, જેમાં સેન્સેક્સ 225.15 પોઈન્ટ ઘટીને 83,088.78 અને નિફ્ટી 89.25 પોઈન્ટ ઘટીને 25,553.55 પર બંધ રહ્યો. આંતરરાષ્ટ્રીય સ્તરે, બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 0.33 ટકા વધીને $67.77 પ્રતિ બેરલ પર પહોંચ્યું. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ગુરુવારે વેચવાલ રહ્યા હતા, તેમણે ₹2,150.51 કરોડના શેર વેચ્યા હતા. નિષ્ણાતો શું કહી રહ્યા છે? વેપાર કરારની આસપાસ ઊંચી અપેક્ષાઓ હોવા છતાં, વિદેશી વિનિમય બજાર હવે ઉત્સાહ કરતાં વધુ સાવધાની દર્શાવી રહ્યું છે. ફોરેક્સ વેપારીઓ કહે છે કે રોકાણકારો હાલમાં ઉજવણી કરતાં તથ્યો અને પુષ્ટિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, કારણ કે હજુ સુધી કોઈ સત્તાવાર દસ્તાવેજો બહાર પાડવામાં આવ્યા નથી, ન તો બંને દેશ દ્વારા અંતિમ શરતો ઔપચારિક રીતે જાહેર કરવામાં આવી છે. વધુમાં બજાર શુક્રવારે ભારતીય રિઝર્વ બેંક (RBI) ની વ્યાજ દરની જાહેરાત પર પણ નજીકથી નજર રાખી રહ્યું છે, જે વધુ માર્ગદર્શન આપી શકે છે. એક નિષ્ણાંતના જણાવ્યાનુંસાર  ભારત-અમેરિકા વેપાર સોદાની અપેક્ષાઓ વચ્ચે રૂપિયો સકારાત્મક રીતે વેપાર કરી શકે છે. જોકે, તેમણે ચેતવણી આપી હતી કે સ્થાનિક શેરબજારમાં નબળાઈ અને યુએસ ડોલર મજબૂત થવાથી રૂપિયાના ફાયદા મર્યાદિત થઈ શકે છે. ચૌધરીએ એમ પણ કહ્યું હતું કે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને યુએસ અને ઈરાન વચ્ચે વધતા તણાવ રૂપિયા પર ઉપર તરફ દબાણ બનાવી શકે છે. તેથી, રોકાણકારો RBIના નાણાકીય નીતિ સંકેતો પર નજીકથી નજર રાખી રહ્યા છે.Gold Price Today: સોના ચાંદીના ભાવ ધડામ, જાણો આજે કેટલુ સસ્તુ થયું ?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ફરી મારામારી
calendar_today February 6, 2026

Gujarat Latest News Live : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ફરી મારામારી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 06 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward