Surat News : સુરતમાં હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, પોલીસ પર નજર રાખવા માટે આરોપીઓએ CCTV લગાવ્યા
સુરતના પાલ વિસ્તારમાં રાજ કોમ્પલેકસમાં ચાલતું હતું હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટ અને પોલીસને બાતમી મળતા દરોડા પાડયા હતા, સેક્સ રેકેટમાં ટોકન પ્રથા ચાલતી હતી અને પોલીસ દ્વારા પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે, 4 મહિલાઓને દેહ વ્યાપારમાંથી મુક્ત કરવામાં આવી છે અને તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો છે. સુરતના પાલ વિસ્તારમાંથી ઝડપાયું સેક્સ રેકેટ સુરતના પાલ વિસ્તારમાં ઝડપાયું હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ અને પોલીસે તપાસ શરૂ કરી છે, આરોપીઓ ટોકન સિસ્ટમથી આ સેકસ રેકેટ ચલાવતા હતા, પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે, લાંબા સમયથી આ વિસ્તારમાં સેકસ રેકેટનો ધંધો ધમધમતો હતો અને પોલીસે દરોડા પાડીને ગુનો નોંધ્યો છે.એક મહિના અગાઉ જહાંગીરપુરામાંથી ઝડપાયું હતુ સેકસ રેકેટ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સ્પાની આડમાં ધમધમતા કૂટણખાના પર પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) એ લાલ આંખ કરી છે. બાતમીના આધારે પોલીસે જહાંગીરપુરામાં આવેલા 'એવન સ્પા' પર ઓચિંતા દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન સ્પા સેન્ટરમાં ચાલતા દેહવ્યાપારના ગોરખધંધાનો પર્દાફાશ થયો હતો. પોલીસ ટીમે સ્થળ પરથી મુખ્ય આરોપી સાહિલ ખાનની અટકાયત કરી લીધી છે. દરોડા દરમિયાન દેહવ્યાપારના દલદલમાં ફસાયેલી 3 ભોગ બનનાર મહિલાઓને સુરક્ષિત રીતે મુક્ત કરાવવામાં આવી હતી અને તેમને આશ્રયસ્થાનમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર ખાતે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ.539.26 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે
Read Full Story arrow_forward