android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot : ઓસ્ટ્રેલિયાના વિઝાના નામે યુવક સાથે 50 લાખથી વધુની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો
calendar_today February 5, 2026

Rajkot : ઓસ્ટ્રેલિયાના વિઝાના નામે યુવક સાથે 50 લાખથી વધુની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો

ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાની લાલચ આપી રાજકોટના યુવાન સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ કેસમાં રૂ. 50 લાખથી વધુની ચિટિંગ કરાઈ હોવાનું બહાર આવ્યું છે.સાયબર પોલીસ મથકમાં ફરિયાદ પીડિત યુવકે સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસના પગલે વિવેક કુસવાહ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વિવેક કુસવાહ મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરનો વતની આરોપી વિવેક કુસવાહ મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરનો વતની હોવાનું જાણવા મળ્યું છે. સાયબર ક્રાઇમ પોલીસે આરોપીને ગ્વાલિયરથી ઝડપી પાડ્યો છે.  વિગતવાર તપાસ શરૂ હાલ પોલીસ દ્વારા આરોપી સાથે જોડાયેલા દસ્તાવેજો, નાણાંની લેવડદેવડ અને અગાઉ કેટલા લોકોને આ રીતે છેતરવામાં આવ્યા છે તેની પણ વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચો-----    Ahmedabad : ગૌ હત્યા અને હેરાફેરી સામે કાયદો પણ ગૌવંશને કતલખાને લઇ જનારા તત્વો બેફામ, જાણો ગૌવંશ હત્યાનો કાયદો કેટલો કડક છે

Read Full Story arrow_forward
ભુજમાં આર્મીનો સેવા પરમો ધર્મ: ડિફેન્સ સેક્રેટરીએ સર્જિકલ આઈ કેમ્પની મુલાકાત લીધી
calendar_today February 5, 2026

ભુજમાં આર્મીનો સેવા પરમો ધર્મ: ડિફેન્સ સેક્રેટરીએ સર્જિકલ આઈ કેમ્પની મુલાકાત લીધી

રક્ષામંત્રી સચિવ શ્રી રાજેશ કુમાર સિંહ, IAS, અને લેફ્ટનન્ટ જનરલ ધિરજ સેત, PVSM, UYSM, AVSM, જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, સધર્ન કમાન્ડ, ભૂજમાં મિલિટરી હોસ્પિટલ ખાતે આયોજિત સર્જિકલ આંખ કેમ્પનો અવલોકન કરવા ગયા. આ કેમ્પ આર્મી હોસ્પિટલ (રિસર્ચ & રિફરલ), નવી દિલ્હી સાથેના સહયોગમાં, સધર્ન કમાન્ડના અધ્યક્ષત્વ હેઠળ, 3-5  ફેબ્રુઆરી 2026 સુધી ત્રણ દિવસ ચાલ્યો હતો. આ અભિયાન દરમિયાન કચ્છના 200 થી વધુ વેટરન્સ, તેમના આધારીતો અને નાગરિકોનું દ્રષ્ટિ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું.

Read Full Story arrow_forward
Bhavnagar: શહેરમાં મહીં-પરીએજમાં મેન્ટેનન્સને કારણે શહેરના 40% વિસ્તારોમાં બે દિવસ પાણી કાપ
calendar_today February 5, 2026

Bhavnagar: શહેરમાં મહીં-પરીએજમાં મેન્ટેનન્સને કારણે શહેરના 40% વિસ્તારોમાં બે દિવસ પાણી કાપ

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આગામી 6 ફેબ્રુઆરી અને 7 ફેબ્રુઆરી એમ બે દિવસ માટે પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે. મહીં-પરીએજ લાઈન પર મેન્ટેનન્સની તાકીદની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી શહેરના આશરે 40% વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે.કયા વિસ્તારોમાં રહેશે પાણી કાપતરસમિયા ફિલ્ટર પ્લાન્ટ આધારિત તમામ વિસ્તારોમાં પાણીનો પુરવઠો બંધ રહેશે. જેમાં શહેરના  ભરતનગર,તરસમિયા,કાળીયાબીડ,ઘોઘા રોડ સહિતના આસપાસના વિસ્તારો મુખ્ય રહેણાંક વિસ્તારોનો સમાવેશ થાય છે.પાણી કાપનું કારણમ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, મહીં-પરીએજ જળ વિતરણ યોજના હેઠળની મુખ્ય પાઈપલાઈનમાં મેન્ટેનન્સ અને સમારકામની કામગીરી કરવાની હોવાથી પાણીનો ઉપાડ બંધ રાખવામાં આવશે. આ કામગીરીને કારણે તરસમિયા ફિલ્ટર સ્ટેશન સુધી પાણી ન પહોંચતા વિતરણ વ્યવસ્થા બે દિવસ માટે બંધ રાખવાની ફરજ પડી છે.આ પણ વાંચો: Rajkot: જંગલેશ્વર દબાણ વિવાદમાં કલેક્ટરની સ્પષ્ટતા, સરકારી જમીન પચાવનારાઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની કોઈ જોગવાઈ નથી

Read Full Story arrow_forward