android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: સાયણ વિસ્તારમાંથી બાઈક ચોર દિપક નિષાદ ઝડપાયો
calendar_today February 4, 2026

Surat News: સાયણ વિસ્તારમાંથી બાઈક ચોર દિપક નિષાદ ઝડપાયો

સુરત ગ્રામ્ય જિલ્લામાં મિલકત વિરોધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ ઓલપાડ પોલીસની ટીમ સતર્ક છે. ત્યારે ઓલપાડ પોલીસ સ્ટેશનના સાયણ આઉટ પોસ્ટ વિસ્તારમાં થયેલી મોટરસાયકલ ચોરીના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ચોરીના મોટરસાયકલ સાથે એક રીઢા આરોપીને ઝડપી લીધો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તપાસની વિગત અને આરોપીની ધરપકડ સાયણ આઉટ પોસ્ટ વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી થયાની ફરિયાદ બાદ ઓલપાડ પોલીસની સર્વેલન્સ ટીમ સક્રિય બની હતી. બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે શંકાસ્પદ હિલચાલ ધરાવતા દિપક મુલ્લા નિષાદ નામના શખ્સને અટકાવી પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આરોપી સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો, પરંતુ કડકાઈથી પૂછતા તેણે મોટરસાયકલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. મુદ્દામાલ કબ્જે પોલીસે આરોપી દિપક નિષાદ પાસેથી ચોરાયેલું મોટરસાયકલ કબ્જે કર્યું છે. જેની અંદાજિત કિંમત રૂપિયા 40,000 આંકવામાં આવી છે. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે, અને તેની પૂછપરછ શરૂ કરી છે કે તેણે અગાઉ અન્ય કોઈ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે કે કેમ? સુરત ગ્રામ્ય પોલીસની આ કામગીરીને પગલે વાહન ચોરોમાં ફફડાટ ફેલાયો છે. આ પણ વાંચો - Surat News: 1053.65 ગ્રામ ડ્રગ્સ સાથે ત્રણ પેડલર ઝડપાયા, ત્રણ ફરાર

Read Full Story arrow_forward
Surat ની સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ, ગાંધીનગરની ટીમે 1 કિલોથી વધુ MD ડ્રગ્સ સાથે 3ની કરી ધરપકડ
calendar_today February 4, 2026

Surat ની સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ, ગાંધીનગરની ટીમે 1 કિલોથી વધુ MD ડ્રગ્સ સાથે 3ની કરી ધરપકડ

સુરતના ડિંડોલી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ એક મોટી કાર્યવાહી કરીને ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ગાંધીનગરથી આવેલી SMCની ટીમે ડિંડોલી સ્થિત રીજન્ટ પ્લાઝામાં ઓચિંતા દરોડા પાડ્યા હતા, જ્યાંથી 1 કિલો અને 12 ગ્રામ જેટલો મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન પોલીસે સ્થળ પરથી ત્રણ ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરી છે. ડ્રગ્સ, રોકડ અને અન્ય સાધનો મળીને કુલ રૂ. 41.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ રેડને પગલે શહેરના ડ્રગ્સ પેડલરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.સુરતમાં SMCનો મોટો ધડાકો આ સમગ્ર કાર્યવાહીમાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, સ્થાનિક ડિંડોલી પોલીસ અને સુરત એસઓજી (SOG) જેવી સ્પેશિયલ એજન્સીઓના નાક નીચે આટલું મોટું નેટવર્ક ચાલી રહ્યું હતું, છતાં તેમને તેની ગંધ પણ ન આવી. ગાંધીનગરની ટીમે કરેલી આ રેડથી સ્થાનિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપાયેલા ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે, જેમાં આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં અન્ય કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. આ પણ વાંચો : Navsari ના ખેરગામમાં દીપડાનો આતંક, ઘર પાસે રમતી 5 વર્ષની બાળકી પર કર્યો હુમલો અને પછી...

Read Full Story arrow_forward
Surat News: પ્રમુખ સ્વામી બ્રિજ પર ઓઈલ ઢોળાતા અકસ્માત
calendar_today February 4, 2026

Surat News: પ્રમુખ સ્વામી બ્રિજ પર ઓઈલ ઢોળાતા અકસ્માત

ડાયમંડ સિટી સુરતમાં આજે એક વિચિત્ર પણ જોખમી ઘટના સામે આવી છે. સુરત શહેરના વ્યસ્ત ગણાતા પ્રમુખ સ્વામી ઓવરબ્રિજ પર અચાનક મોટી માત્રામાં ખાદ્ય તેલ અથવા ઓઈલ ઢોળાવાના કારણે વાહનચાલકો માટે મુસીબત ઊભી થઈ હતી. બ્રિજ પર ચીકાશ ફેલાઈ જવાને કારણે ટુ-વ્હીલર ચાલકો રીતસરના સ્લીપ થવા લાગ્યા હતા, જેના કારણે બ્રિજ પર અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી.લાઈવ વીડિયોમાં કેદ થઈ અકસ્માતની ઘટના બ્રિજ પર ઓઈલ ઢોળાયા બાદ સર્જાયેલા અકસ્માતના લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, વાહનચાલકો બ્રેક મારવાનો પ્રયાસ કરે છે, પરંતુ ચીકાશને કારણે વાહનો કાબુ બહાર જઈને રસ્તા પર પછડાય છે. આ ઘટનાને પગલે બ્રિજ પરથી પસાર થતા લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે, કોઈ મોટી જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ અનેક લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ફાયર વિભાગની ટીમ હરકતમાં આવી સમગ્ર ઘટનાની જાણ થતા જ સુરત ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવીને અને જરૂરિયાત મુજબ ધૂળ કે કેમિકલનો ઉપયોગ કરીને રસ્તા પરથી ઓઈલની ચીકાશ દૂર કરી હતી. રોડ સંપૂર્ણ સાફ થયા બાદ જ ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો. પોલીસ અત્યારે એ તપાસ કરી રહી છે કે, કયા વાહનમાંથી આ ઓઈલ ઢોળાયું હતું અને તે વાહનચાલકની બેદરકારી બદલ તેની સામે શું કાર્યવાહી કરી શકાય. આ પણ વાંચો - Surat News: 1053.65 ગ્રામ ડ્રગ્સ સાથે ત્રણ પેડલર ઝડપાયા, ત્રણ ફરાર

Read Full Story arrow_forward