Surat News : ગજેરા બંધુઓની મુશ્કેલીમાં વધારો: પાલની રૂ. 100 કરોડની જમીન પચાવી પાડ્યાનો ગંભીર આક્ષેપ
સુરતના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા સામે જમીન પચાવી પાડવાના મામલે ફરી એકવાર વિવાદ ગરમાયો છે. સુરતના પાલ વિસ્તારમાં આવેલી અંદાજે રૂ. 100 કરોડની કિંમતની જમીન બોગસ પાવર ઓફ એટર્ની બનાવીને પચાવી પાડવાનો તેમના પર આક્ષેપ છે. ફરિયાદી પક્ષના જણાવ્યા અનુસાર, વર્ષ 2016માં ખોટા અને બનાવટી દસ્તાવેજો ઊભા કરીને આ કરોડોની જમીન હડપ કરવામાં આવી હતી. આ મામલે કાયદાકીય લડત ચાલી રહી છે, પરંતુ ફરિયાદી પક્ષના વકીલે સુરત પોલીસની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. 2 વર્ષથી ધરપકડ ન થતા ઉઠ્યા સવાલ વકીલનો આક્ષેપ છે કે, આ મામલે બે વર્ષ પહેલા ફરિયાદ નોંધાઈ હોવા છતાં સુરત પોલીસે અત્યાર સુધી વસંત ગજેરા સામે કોઈ નક્કર કાર્યવાહી કે ધરપકડ કરી નથી. એક તરફ ઇન્કમ ટેક્સ (IT) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) જેવી કેન્દ્રીય એજન્સીઓ આર્થિક વ્યવહારોની તપાસ કરી રહી છે, ત્યારે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા શંકા ઉપજાવે છે. ફરિયાદી પક્ષે આક્ષેપ કર્યો છે કે વગદાર વ્યક્તિ હોવાને કારણે પોલીસ કાર્યવાહી ટાળી રહી છે. આગામી સમયમાં આ મામલે હાઈકોર્ટ કે ઉચ્ચ સ્તરે રજૂઆત થવાની શક્યતા છે. આ પણ વાંચો : Surat ની સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ, ગાંધીનગરની ટીમે 1 કિલોથી વધુ MD ડ્રગ્સ સાથે 3ની કરી ધરપકડ
Read Full Story arrow_forward