PTC Collage : ખાનગી PTC કોલેજોની ઉઘાડી લૂંટ પર સકંજો કસાશે, કોલેજો પ્રવેશ પ્રક્રિયામાં જોડાઇ, જુઓ Video
ખાનગી PTC કોલેજોને પોતાની રીતે પ્રવેશની સત્તા અપાતા મનફાવે એટલી વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવામાં આવી હોવાની ફરિયાદો ઊઠી હતી. એટલું જ નહીં, છેલ્લા ઘણાં વર્ષથી માત્ર કાગળ પર ચાલતી ૭૫ જેટલી ખાનગી PTC કોલેજો ભરતી કેલેન્ડર જાહેર થતાં પ્રવેશ પ્રક્રિયામાં જોડાઈ ચૂકી હતી. એટલું જ નહીં, કેટલાક સંચાલકો તો શિક્ષણની ગરિમા નેવે મુકાય એવી કમાણીનો સમય આવ્યો હોવાના શબ્દો પણ બોલવા લાગ્યા હતા. આથી હવે કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયાના લીધે મનફાવે ત્યારે પ્રવેશ આપી શકાશે નહીં. શિક્ષણ વિભાગ દ્વારા જુલાઈ-2012માં PTCમાં પ્રવેશ અંગેના નિયમો જાહેર કરાયા હતા રાજ્યમાં PTC કોલેજોની સંખ્યા અને વિદ્યાર્થીઓ વધતા પ્રવેશ પ્રક્રિયા વિકેન્દ્રીત અને ઓનલાઇનના બદલે ઓફલાઈન કરી જે તે સંસ્થા સીધે-સીધો પ્રવેશ આપી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીમાં પ્રમાણિત કરાવી લે એવી જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા અંદાજે ૧૦-૧૧ વર્ષથી PTC કોલેજોના પાટિયાં પડવા લાગ્યાં હતા. કારણ કે, છેલ્લાં ૧૫ વર્ષથી PTC કોર્સમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થયો હતો. RTE કાયદો લાગુ થતાં પ્રાથમિકના બે ભાગ પડી ગયા જેમાં ધોરણ.૧ થી પના શિક્ષક માટે PTC અને ધો.૬થી ૮માં બીએડ લાગુ કરી દેવાયું. એ વખતે અંદાજે ૨૦ હજાર જેટલા શિક્ષકો વધમાં પડયા હતા, જેના કારણે અંદાજે ૧૪-૧૫ વર્ષ સુધી PTC આધારિત શિક્ષકની ભરતી પર રોક લાગવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોક હવે આગામી ૧૦ વર્ષમાં મોટી સંખ્યામાં પ્રાથમિક એટલે કે, ધો.૧થી ૫ના શિક્ષકો નિવૃત્ત થવાના છે અને તેની સામે મોટી સંખ્યામાં શિક્ષકોની ભરતી થવાની છે. જોકે ચાલુ વર્ષે ખાનગી કોલેજોએ મનફાવે એ રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ઉઘાડી લૂંટ ચલાવી હોવાની ચર્ચાએ જોર પકડયું હતુ.આ પણ વાંચો : AMC Budget 2026-27: અમદાવાદ કોર્પોરેશને MJ લાયબ્રેરી અને VS હોસ્પિટલનું સુધારા બજેટ રજૂ કર્યુ, અગાઉના બજેટ કરતા 1.35 કરોડનો વધારો કરાયો
Read Full Story arrow_forward