android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : અમદાવાદની VS હોસ્પિટલના ડ્રાફ્ટ બજેટમાં 5.77 કરોડનો સુધારો
calendar_today February 4, 2026

Gujarat Latest News Live : અમદાવાદની VS હોસ્પિટલના ડ્રાફ્ટ બજેટમાં 5.77 કરોડનો સુધારો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 04 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Vapi GIDCમાં અનુસૂયા સર્જીકલ કંપનીમાં લાગેલી આગમાં 1 કામદારનું મોત, 1ની હાલત હજું પણ ગંભીર
calendar_today February 4, 2026

Vapi GIDCમાં અનુસૂયા સર્જીકલ કંપનીમાં લાગેલી આગમાં 1 કામદારનું મોત, 1ની હાલત હજું પણ ગંભીર

ગત સોમવારે વાપી જીઆઇડીસીમાં આવેલી અનુસૂયા સર્જીકલ કંપનીમાં આગ લાગી હતી, જેમાં બે કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા. ઘટનામાં એક કામદારનું આજે વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. અન્ય એક કામદારની હાલત હજી ગંભીર મૃતકની ઓળખ 21 વર્ષીય સની કુમાર તરીકે કરવામાં આવી છે. અન્ય એક કામદારની હાલત હજી ગંભીર છે અને તેની સારવાર ચાલી રહી છે. કામદારોની સુરક્ષા પર સવાલ આ ઘટના વાપી સહિત જિલ્લામાં કામદારોની સુરક્ષા પર સવાલ ઊભા કરતી ઘટનાઓમાં એક છે. સ્થાનિક તંત્રએ આગની ઘટના અંગે તપાસ શરૂ કરી છે . આ પણ વાંચો----   Ambaji : રોંગ સાઇડમાં કાર ચલાવી વાહનોને અડફેટે લેનારા બુટલેગર મેહુલ બારોટની ધરપકડ, ગાંધીનગર સુધી પહોંચ્યો મામલો

Read Full Story arrow_forward
Rajkot News: ચોકલેટ લવર સાવધાન! વેલેન્ટાઈન પહેલા ફુડ વિભાગનું ચેકિંગ, 11 એકમને નોટિસ
calendar_today February 4, 2026

Rajkot News: ચોકલેટ લવર સાવધાન! વેલેન્ટાઈન પહેલા ફુડ વિભાગનું ચેકિંગ, 11 એકમને નોટિસ

રાજકોટવાસીઓના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા ફરી એક્શન મોડમાં આવી છે. રાજકોટ મનપાની ટીમ દ્વારા રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરીને જાણીતા ફૂડ સ્ટોર્સમાં રેડ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ખાસ કરીને અત્યારે ટ્રેન્ડમાં રહેલી 'દુબઈ ચોકલેટ' સહિતના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે હોવાના કારણે મોટા પાયે ચોકલેટની વેચાણ થાય છે. જે કારણે રાજકોટ મનપા દ્વારા લોકોના આરોગ્યને નુકસાન ન થાય તેવા હેતુથી આ કામગીરી કરવામાં આવી રહી છે.નામાંકિત પેઢીઓમાં તપાસનો ધમધમાટ રાજકોટ મનપાા ફૂડ વિભાગની ટીમ દ્વારા ખાસ કરીને લક્ષ્મી એન્ટરપ્રાઇઝ, ગુરૂકૃપા એન્ટરપ્રાઇઝ અને તુલસી એન્ટરપ્રાઇઝ જેવી મોટી પેઢીઓમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટીમ દ્વારા કુલ 20 જેટલા ધંધાર્થીઓને ત્યાં લાયસન્સ અને ખાદ્ય પદાર્થની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 11 ધંધાર્થીઓ પાસે ફૂડ લાયસન્સ ન હોવા બાબતે તેમને કડક નોટિસ ફટકારવામાં આવી છે. કઈ વસ્તુઓના નમૂના લેવાયા? રાજકોટ ફૂડ શાખા દ્વારા કુલ 14 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે ચોકો ટાઉન દુબઈ ચોકલેટ, વેલેન્ટાઈન ચોકો અને ડેઝી કોકોનટ ચોકલેટ, મેંગો કેન્ડી ચોકલેટ, ફન બન ચોકો અને ટી ચોકો અને ન્યારા કલર ફૂલ મિક્સ ચોકલેટના નમુના લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને સીલ કરી પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. લેબોરેટરીના રિપોર્ટ બાદ જો કોઈ ખામી જણાશે તો સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ મનપાની આ કાર્યવાહીને પગલે ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો - Rajkot News : રાજકોટ મનપા કમિશનરે ડ્રાફટ બજેટ કર્યુ રજૂ, 20 ફેબ્રુઆરી સુધી સ્ટેન્ડિંગ કમિટી બજેટને આપશે આખરી મંજૂરી

Read Full Story arrow_forward