android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ITના દરોડાનો કેસ, 1500 કરોડના બેનામી વ્યવહારો મળ્યા : સૂત્ર
calendar_today February 4, 2026

Surat News : સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ITના દરોડાનો કેસ, 1500 કરોડના બેનામી વ્યવહારો મળ્યા : સૂત્ર

30 કરોડની રોકડ અને જ્વેલરી સીઝ કરાઇ છે અને અનેક થોકબંધ દસ્તાવેજો પણ કબ્જે કરાયા છે, રહેણાંક અને ઓફિસ સ્થળેથી દસ્તાવેજ મળ્યા અને IT દ્વારા તમામ દસ્તાવેજોની ઉલટ તપાસ કરાશે અને IT વિભાગ દ્વારા ગજેરા કંપની સામે કાર્યવાહીની તૈયારી કરાઈ છે, બેનામી વ્યવહારો મળી આવ્યા બાદ હવે IT વિભાગ દ્વારા ગજેરા એન્ડ કંપની સામે કાર્યવાહીની તૈયારી કરાઈ રહી છે.મિલકત, દુકાન સહિતના દસ્તાવેજ મળી આવ્યા છે વસંત ગજેરા એન્ડ કંપનીએ જમીન ટોચ મર્યાદાના કાયદાથી બચવાની સાથે સાથે ઈન્કમટેક્સની ચોરી કરવા માટે અનેક મિલકત અન્યોના નામે ખરીદી હોવાનું ઈન્કમટેક્સની તપાસમાં બહાર આવ્યું છે. કારણ કે મોટા પાયા પર જમીન, મિલકત, દુકાન સહિતના દસ્તાવેજ મળી આવ્યા છે. તેમાં કેટલાય દસ્તાવેજ, પાવર ઓફ એટની, સાટાખત સહિતના કાગળ અન્યોના નામે હોવાના કારણે આગામી દિવસોમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા બેનામી એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવા ઉજળા સંકેતો ઉભા થયા છે. સાથે સાથે સતત ત્રીજા દિવસે વસંત ગજેરા અને તેની સાથે સંકળાયેલાઓને ત્યાં તપાસનો દોર યથાવત રહ્યો છે. ટેક્સ બચાવવા માટે કેટલાક લોકો દ્વારા અન્યના નામે મિલકત, જમીનની ખરીદી કરતા હોય છે તેના કારણે જ કેન્દ્ર સરકાર દ્વારા બેનામી એક્ટ લાવવામાં આવ્યો હતો. તેમાં અન્યોના નામે મિલકત, જમીન ખરીદી હોવાનું પુરવાર થાય તો તે મિલકત જપ્ત કરવામાં આવતી હોય છે. અથવા તો બજાર કિંમત હોય તેના ૨૫ ટકા રકમનો દંડ વસુલ કરવામાં આવતો હોય છે. સાથે સાથે અન્યોના નામે મિલકત ખરીદનારને સાત વર્ષ સુધીની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. જેથી વસંત ગજેરા ખેલ કર્યો હોવાનું અધિકારીઓને જણાતા આગામી દિવસોમાં તે દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવનાર છે. હવાલાથી નાણાં વિદેશ મોકલવામાં આવ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું ત્રીજા દિવસની તપાસમાં વસંત ગજેરા સહિતનાઓને ત્યાંથી ૮ કરોડ રોકડા ઉપરાંત સોના-ચાંદીની જવેલરી સહિત મોટાપાયા પર દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે. જોકે, આગામી દિવસોમાં સીલ કરાવેલા લોકરો સહિત દસ્તાવેજનો તાળો મેળવવામાં આવશે તે દરમિયાન વસંત ગજેરા એન્ડ કંપની દ્વારા ભરવામાં આવેલા આઈટી રિર્ટનની ઊલટતપાસ કરવામાં આવનાર છે, જેમાં છેલ્લાં ૭ વર્ષના રિટનોની ચકાસણી કરાશે. આ ઉપરાંત સમગ્ર પ્રકરણમાં આગામી દિવસોમાં ઈડી દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે કારલ કે, હવાલાથી નાણાં વિદેશ મોકલવામાં આવ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. વેસુની જમીન વિવાદમાં એક રુમ ભરાય તેટલા નાંણા એક દિવસમાં આપ્યા હતા વસંત ગજેરાએ વેસુની એક જમીન ખરીદી હતી. જોકે તે જમીનમાં પહેલેથી જ વિવાદ ચાલતો હોવાના કારણે કોર્ટમાં પણ તેની સુનાવણી ચાલી રહી હતી. જોકે આ કેસ કોર્ટની બહાર જ પુરો થઇ જાય તે માટેના પ્રયાસો વસંત ગજેરા અને તેના મળતીયાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. તેમાં અડાજણ સ્ટાર બજાર પાસે આવેલી એક ઓફિસમાં બેઠક પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં એક જ દિવસમાં નાણા આપવામાં આવે અને ત્યાર બાદ જ સામેવાળાએ સહી કરવાની ખાત્રી આપી હતી. જેથી વસંત ગજેરાએ તાત્કાલિક તે રકમ આપવાની તૈયારી બતાવી હતી. સાથે સાથે એક રુમ ભરાઇ જાય તેટલી રકમ ગણતરીના કલાકોમાં જ આપીને સમાધાન કર્યું હોવાની વિગતો જાણવા મળી છે. જોકે આ તમામ રકમ બ્લેકની આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેથી તેની પણ તપાસ કરવામાં આવે તો અધધ કહી શકાય તેટલા નાણાની ચુકવણી બ્લેકમાં કરવામાં આવી હતી. આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગરમાં માતાજીના મંદિરના નવનિર્માણ માટે લકી ડ્રોનું આયોજન, વાંકાનેર સીટી પોલીસે 13 લોકો સામે નોંધ્યો ગુનો

Read Full Story arrow_forward
Amreli : સિવિલના તબીબની ગંભીર બેદરકારી, પ્રસૂતિ બાદ મહિલાના શરીરમાં સોય રહી ગયાનો આક્ષેપ, કાર્યવાહી કરવા મહિલાના પરિજનોની માગ
calendar_today February 4, 2026

Amreli : સિવિલના તબીબની ગંભીર બેદરકારી, પ્રસૂતિ બાદ મહિલાના શરીરમાં સોય રહી ગયાનો આક્ષેપ, કાર્યવાહી કરવા મહિલાના પરિજનોની માગ

અમરેલી સિવિલ હોસ્પિટલ સામે તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપ ઉઠ્યા છે. ધારી તાલુકાના ફતેગઢ ગામના એક પૂર્વ સરપંચે હોસ્પિટલ પર આરોપ મૂક્યો છે કે પ્રસૂતિ માટે દાખલ થયેલી મહિલાના શરીરમાં ઇન્જેક્શનની સોય રહી ગઈ હતી. ધારી સિવિલ હોસ્પિટલમાં તપાસમાં ખુલાસો પૂર્વ સરપંચના આરોપ મહિલાએ ચાર મહિના સુધી પીડા સહન કરી હતી અને ત્યારબાદ ધારી સિવિલ હોસ્પિટલમાં તપાસ દરમિયાન સોય શરીરમાં ફસાઈ હોવાનો ખુલાસો થયો હતો બોટલ ચડાવતી વખતે સોય તૂટી ગઇ પ્રસૂતિ દરમિયાન બોટલ ચડાવતી વખતે સોય તૂટી ગઇ હતી અને શરીરમાં જ રહી ગઇ હોવાનો આરોપ લગાવાયો હતો. સિવિલ હોસ્પિટલના સ્ટાફે આ અંગે યોગ્ય પ્રતિસાદ ન આપ્યો પરિવારના આરોપ અનુસાર, સિવિલ હોસ્પિટલના સ્ટાફે આ અંગે યોગ્ય પ્રતિસાદ ન આપ્યો હતો ત્યાર બાદ ધારીની સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરાવતા સોય બહાર કાઢવામાં આવી હતી. ઘટનાને લઈને ભારે રોષ ફેલાયો સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ ફેલાયો છે અને જવાબદાર સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.આ પણ વાંચો----    Ambaji : રોંગ સાઇડમાં કાર ચલાવી વાહનોને અડફેટે લેનારા બુટલેગર મેહુલ બારોટની ધરપકડ, ગાંધીનગર સુધી પહોંચ્યો મામલો

Read Full Story arrow_forward
Surat News: તોહીદુલે 'રોહિત' બની યુવતીને નશાના ઈન્જેક્શન આપી 20 દિવસ પીંખી નાખી!
calendar_today February 4, 2026

Surat News: તોહીદુલે 'રોહિત' બની યુવતીને નશાના ઈન્જેક્શન આપી 20 દિવસ પીંખી નાખી!

ડાયમંડ સિટી સુરતના રાંદેર વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા યુવતી માટે કાળ સાબિત થઈ છે. વિધર્મી યુવકે પોતાની અસલી ઓળખ છુપાવી, હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ તેના પર ગુજારવામાં આવેલી હેવાનિયતે સુરત પોલીસને પણ દોડતી કરી દીધી છે.ઓળખ છુપાવી પ્રેમજાળમાં ફસાવી રાંદેર પોલીસના જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી તોહીદુલ દ્વારા પોતાની અસલી ઓળખ છુપાવી 'રોહિત' નામ જણાવી યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કેળવવામાં આવ્યો હતો. યુવતીને વિશ્વાસમાં લીધા બાદ, જન્મદિવસની ઉજવણી કરવાના બહાને તેને બોલાવવામાં આવી હતી. અહીંથી જ યુવતી માટે 20 દિવસ લાંબી નરકયાતનાની શરૂઆત થઈ હતી. જ્યાં યુવતીને બે નરાધામો દ્વારા 20 દિવસ સુધી હવસનો શિકાર બનાવવામાં આવી હતી. આ દરમિયાન તેને નશાના ઈન્જેક્શન પણ આપવામાં આવ્યા હતા.20 દિવસ સુધી બંધક બનાવી નશાના ઈન્જેક્શન આપ્યા નરાધમોએ યુવતીને એક અજાણી જગ્યાએ બંધક બનાવી દીધી હતી. યુવતી પ્રતિકાર ન કરે તે માટે તેને સતત નશીલા ઈન્જેક્શન આપવામાં આવતા હતા. અર્ધબેભાન અવસ્થામાં તેની સાથે સતત 20 દિવસ સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આખરે, આરોપીઓની ચુંગાલમાંથી છૂટીને પીડિતા હિંમત કરી રાંદેર પોલીસ મથકે પહોંચી હતી અને પોતાની આપવીતી જણાવી હતી. પોલીસે આરોપીઓને દબોચી લીધા યુવતીની ફરિયાદના આધારે રાંદેર પોલીસ દ્વારા તાત્કાલિક એક્શનમાં આવી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસે મુખ્ય આરોપી તોહીદુલ અને તેના સાથીદારની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં 'લવ જેહાદ'નો એંગલ પણ સામે આવતા પોલીસે તે દિશામાં તપાસ તેજ કરી છે.https://x.com/sandeshnews/status/2018936489581916473 હાલમાં પીડિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે, અને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. લવ જેહાદ અને માનવતાને શર્મ સાર કરતી આવી ઘટનાને પગલે સુરત શહેરના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે આવા આરોપીઓને ફાંસીની સજા આપવાની માગ કરી રહ્યા છે. આ પણ વાંચો - Surat News: મોતીવાલા પરફ્યુમ પર GST વિભાગની તવાઈ, કરોડોની ચોરી ઝડપાઈ

Read Full Story arrow_forward