android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar News: સબ જેલમાંથી મળ્યા 4 મોબાઈલ, સંતાડવા કર્યો હતો આવો કીમિયો
calendar_today February 4, 2026

Surendranagar News: સબ જેલમાંથી મળ્યા 4 મોબાઈલ, સંતાડવા કર્યો હતો આવો કીમિયો

ઝાલવાડની ધરતી પર આવેલી સુરેન્દ્રનગર સબ જેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. સુરેન્દ્રનગર સબ જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવેલા અચાનક સર્ચ ઓપરેશન દરમિયાન બેરક નંબર 3 માંથી મોટી માત્રામાં પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતા જેલ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કેદીઓએ જેલના નિયમોને ઘોળીને પી જઈને મોબાઈલ છુપાવવા માટે જે રીત અપનાવી હતી તે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.ટોયલેટમાં ખાડો કરી છુપાવ્યો હતો સામાન મળતી માહિતી મુજબ, જેલરની ટીમને બાતમી મળી હતી કે બેરક નંબર 3 માં કેટલાક કેદીઓ પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે. આ બાતમીના આધારે જ્યારે ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન શરૂઆતમાં કઈ ખાસ મળ્યું ન હતું, પરંતુ બેરકની અંદર આવેલા ટોયલેટમાં ઝીણવટભરી તપાસ કરતા માલૂમ પડ્યું કે ત્યાં ખાડો કરીને કિંમતી મોબાઈલ છુપાવવામાં આવ્યા હતા. શું શું મળી આવ્યું? પોલીસ તપાસમાં 3 કીપેડવાળા મોબાઈલ, 1 એન્ડ્રોઇડ સ્માર્ટફોન, 1 મોબાઈલ ચાર્જર અને 1 હેન્ડસ ફ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કુલ રૂ. 13,000 ની કિંમતનો આ પ્રતિબંધિત મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જેલના સળિયા પાછળ સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં આટલી વસ્તુઓ અંદર કેવી રીતે પહોંચી તે એક મોટો સવાલ છે. અજાણ્યા કેદીઓ સામે ફરિયાદ આ ઘટના બાદ સુરેન્દ્રનગર સબ જેલના જેલર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરતા 'એ' ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા કેદીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ મોબાઈલનો ઉપયોગ કયા કેદીઓ દ્વારા કરવામાં આવતો હતો અને જેલની અંદર આ સામગ્રી પહોંચાડવામાં કોણે મદદ કરી હતી. આ પણ વાંચો - Surendranagar News : સુરેન્દ્રનગરમાં માતાજીના મંદિરના નવનિર્માણ માટે લકી ડ્રોનું આયોજન, વાંકાનેર સીટી પોલીસે 13 લોકો સામે નોંધ્યો ગુનો

Read Full Story arrow_forward
Surendranagar સબ જેલમાં કેદીઓ વચ્ચે પૈસા મુદ્દે મારામારી, ધારદાર વસ્તુથી હુમલો કરાતાં એક કેદીને હાથમાં 6 ટાંકા આવ્યા
calendar_today February 4, 2026

Surendranagar સબ જેલમાં કેદીઓ વચ્ચે પૈસા મુદ્દે મારામારી, ધારદાર વસ્તુથી હુમલો કરાતાં એક કેદીને હાથમાં 6 ટાંકા આવ્યા

સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓ વચ્ચે આજે મારામારી થઇ હતી, જેમાં એક કેદીને ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.એક કેદીએ ત્રણ કેદીઓ પર હુમલો કર્યો પ્રાપ્ત વિગતો અનુસાર, એક કેદીએ ત્રણ કેદીઓ પર હુમલો કર્યો હતો. હુમલાની કારણે એક કેદીને હાથમાં ગંભીર ઇજાઓ થઈ, જેને હોસ્પિટલમાં ખસેડતાં 6 ટાંકા લગાવવાની નોબત આવી. અન્ય કેદી પાસેથી ગેરકાયદેસર રૂ. 5,000 માગ્યા પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, હુમલો કરનાર કેદીએ અન્ય કેદી પાસેથી ગેરકાયદેસર રૂ. 5,000 માગ્યા હતા, જે ના આપવાના કારણે ઝગડો સર્જાયો. આ મામલે ઉશ્કેરાયેલા એક કેદીએ અન્ય કેદી ઉપર ધારદાર વસ્તુથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. જેલ પ્રશાસન માટે સવાલો સબ જેલ અવાર નવાર વિવાદમાં આવે છે ત્યારે આજે જેલમાં કેદીઓ વચ્ચે મારામારી થતાં જેલ પ્રશાસન માટે સવાલો ઉઠ્યા છે.  આ પણ વાંચો----   Ambaji : રોંગ સાઇડમાં કાર ચલાવી વાહનોને અડફેટે લેનારા બુટલેગર મેહુલ બારોટની ધરપકડ, ગાંધીનગર સુધી પહોંચ્યો મામલો

Read Full Story arrow_forward
Mamata Banerjee Supreme Court : SIR પર ટૂંક સમયમાં મહત્વપૂર્ણ સુનાવણી, મમતા બેનર્જી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા
calendar_today February 4, 2026

Mamata Banerjee Supreme Court : SIR પર ટૂંક સમયમાં મહત્વપૂર્ણ સુનાવણી, મમતા બેનર્જી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અંગે આજે સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ સુનાવણી યોજાઈ રહી છે. આ કેસે માત્ર કાનૂની નહીં પરંતુ રાજકીય ગરમાવો પણ પેદા કર્યો છે. આ સુનાવણીમાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે, જેના કારણે સમગ્ર ઘટનાક્રમ વધુ ચર્ચાસ્પદ બન્યો છે. CJI પાસએ વ્યક્તિગત રીતે રહેશે હાજર સૂત્રોના જણાવ્યા અનુસાર, મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) પાસે વ્યક્તિગત રીતે હાજર રહીને પોતાની દલીલો રજૂ કરવાની પરવાનગી માંગતી એક વચગાળાની અરજી દાખલ કરી છે. નોંધનીય છે કે મમતા બેનર્જી કાયદામાં સ્નાતક (LLB) છે, પરંતુ તેમણે કોઈ બાર કાઉન્સિલમાં નોંધણી કરાવી નથી, ન તો ઓલ ઈન્ડિયા બાર એક્ઝામ (AIBE) પાસ કરી છે. તેથી, કાનૂની રીતે તેઓ પ્રેક્ટિસ કરતા વકીલ નથી, છતાં તેઓ પોતાની વ્યક્તિગત દલીલો રજૂ કરવાની મંજૂરી માંગે છે. Election Commission દ્વારા પશ્ચિમ બંગાળમાં આ સમગ્ર મામલો ચૂંટણી પંચ (Election Commission) દ્વારા પશ્ચિમ બંગાળમાં હાથ ધરવામાં આવેલી SIR પ્રક્રિયા સાથે જોડાયેલો છે. TMCનો આરોપ છે કે આ પ્રક્રિયા મનસ્વી, ખામીયુક્ત અને રાજકીય હેતુથી પ્રેરિત છે. TMCનું માનવું છે કે SIRના કારણે લાખો સાચા મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર થવાની શક્યતા છે, જે લોકશાહીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. TMCના બે સાંસદોએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી આ મુદ્દે મમતા બેનર્જી સાથે મળીને TMCના બે સાંસદોએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં SIR પ્રક્રિયાને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. સુનાવણી પહેલાં TMCએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટર પણ શેર કર્યું હતું, જેમાં મમતા બેનર્જી ફાઇલો સાથે સુપ્રીમ કોર્ટ તરફ જતા દેખાય છે. આ પોસ્ટર દ્વારા પાર્ટીએ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે તેઓ આ લડાઈને સંપૂર્ણ ગંભીરતાથી લઈ રહ્યા છે. BJP પણ આ મુદ્દે આક્રમક વલણ બીજી તરફ, ભાજપ (BJP) પણ આ મુદ્દે આક્રમક વલણ અપનાવી રહ્યું છે. ભાજપનો આરોપ છે કે TMC ગેરકાયદેસર ઘૂસણખોરોના કારણે મતબેંક ગુમાવવાનો ડર રાખે છે અને તેથી જ તેઓ મતદાર યાદીની શુદ્ધિકરણ પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિએ, સુનાવણીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ સંકુલ અને તેની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભગવાન દાસ રોડ સહિતના મુખ્ય માર્ગો પર વધારાના પોલીસ દળો, બેરીકેડ્સ અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કેસની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ આ કેસની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વિપુલ પંચોલીની બેન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. આ સુનાવણીનો ચુકાદો માત્ર પશ્ચિમ બંગાળ નહીં, પરંતુ દેશભરમાં ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદી સુધારણા પર લાંબા ગાળાની અસર કરી શકે છે.આ પણ વાંચો : Cyber fraud : કંપનીના ડિરેક્ટર બનીને ₹10 લાખની ઠગાઈ, ગુરુગ્રામમાં બે નાઇજીરીયન ધરપકડ

Read Full Story arrow_forward