android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar News : સુરેન્દ્રનગરમાં માતાજીના મંદિરના નવનિર્માણ માટે લકી ડ્રોનું આયોજન, વાંકાનેર સીટી પોલીસે 13 લોકો સામે નોંધ્યો ગુનો
calendar_today February 4, 2026

Surendranagar News : સુરેન્દ્રનગરમાં માતાજીના મંદિરના નવનિર્માણ માટે લકી ડ્રોનું આયોજન, વાંકાનેર સીટી પોલીસે 13 લોકો સામે નોંધ્યો ગુનો

માતાજીના મંદિરના નવનિર્માણ માટે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતુ અને પોલીસે તપાસ કરી તો ટિકિટ વેચાણની મંજૂરી અને લાયસન્સ ન હોવાથી ગુનો દાખલ કર્યો છે, આરોપી શનાભાઈ મકવાણાની પોલીસે અટકાયત કરી છે, આ કેસમાં પોલીસે આયોજકોએ અત્યાર સુધીમાં કેટલા રૂપિયા લીધા તેને લઈ તપાસ શરૂ કરી છે. સુરેન્દ્રનગરના દાઘોદિયા ગામે લકી ડ્રો મામલે ગુનો નોંધાયો વાંકાનેર સીટી પોલીસ મથકમાં આયોજકો સહિત 13 લોકો સામે ગુનો નોંધાયો છે, જય શ્રી મેલડીમાં ગ્રુપના આયોજકો સહિત 13 સામે ગુનો નોંધાયો છે અને રૂ.349ની ટિકિટ અને 999ના ઇનામોની લોભામણી જાહેરાત આપી હતી, આયોજકોએ મેલડી માતાજીના મંદિરના નવનિર્માણ માટે લકી ડ્રોનું આયોજન કર્યું હતું અને10-02-2026ના રોજ આયોજકો દ્વારા ડ્રોનું આયોજન હતું તે પહેલાં જ પોલીસ કાર્યવાહી કરી છે અને સ્થાનિકોને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે. ઇનામી ટિકિટનું વેચાણની મંજૂરી કે લાયસન્સ નહીં હોવાથી ગુનો દાખલ આરોપી શનાભાઈ હરજીભાઈ મકવાણાની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે, આરોપી જુગાભાઈ, રમેશભાઈ, શીવાભાઈ, વિપુલભાઈ,પ્રવિણભાઈ, મેરાભાઈ, વિષ્ણુભાઈ, ભરતભાઈ એચ ડાભી, ભરતભાઈ એમ વાઘેલા, મહીપત ભાઈ ડાભી અને રોહિત વાઘેલાને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે, વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો : Rajkot News : રાજકોટ મનપા કમિશનરે ડ્રાફટ બજેટ કર્યુ રજૂ, 20 ફેબ્રુઆરી સુધી સ્ટેન્ડિંગ કમિટી બજેટને આપશે આખરી મંજૂરી

Read Full Story arrow_forward
Porbandarની સરકારી હોસ્પિટલમાં રાત્રીના સમયે હોસ્પિટલનો સ્ટાફ ઓન ડયૂટી સૂતો જોવા મળ્યો, જુઓ Video
calendar_today February 4, 2026

Porbandarની સરકારી હોસ્પિટલમાં રાત્રીના સમયે હોસ્પિટલનો સ્ટાફ ઓન ડયૂટી સૂતો જોવા મળ્યો, જુઓ Video

દર્દીઓને જમીન પર બેડ પાથરીને દાખલ કરાયા હતા અને રાતની ડ્યુટીમાં સ્ટાફ કામની જગ્યાએ આરામમાં દર્દીઓની સાર સંભાળની જગ્યાએ સ્ટાફ ઘોર નિંદ્રામાં છે, ટેબલ, મેઝ, ખુરશી પર સ્ટાફ નર્સ આરામ કરતા દેખાયા હતા અને સરકારી હોસ્પિટલમાં ખાનગી હોટલ જેવા દ્રશ્યો સામે આવ્યા છે. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ગંદકીના દ્રશ્યો પરંતુ પોરબંદર જિલ્લાની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દર્દીઓની હાલત ઉલટી છે. હોસ્પિટલની દીવાલો હવે સફેદ નથી રહી, લાલ રંગની પીચકારીઓએ આખી હોસ્પિટલને બીમાર બનાવી દીધી છે. ખૂણે-ખાંચરે ગંદકીનું સામ્રાજ્ય, જ્યાં નજર કરો ત્યાં પાન-મસાલાની પીચકારીઓ. હોસ્પિટલ છે કે થૂંકવાની જગ્યા? તે સમજવું મુશ્કેલ બની ગયું છે. હોસ્પિટલ છે કે થૂંકવાની જગ્યા? આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગરમાં માતાજીના મંદિરના નવનિર્માણ માટે લકી ડ્રોનું આયોજન, વાંકાનેર સીટી પોલીસે 13 લોકો સામે નોંધ્યો ગુનો

Read Full Story arrow_forward
Ambaji : રોંગ સાઇડમાં કાર ચલાવી વાહનોને અડફેટે લેનારા બુટલેગર મેહુલ બારોટની ધરપકડ, ગાંધીનગર સુધી પહોંચ્યો મામલો
calendar_today February 4, 2026

Ambaji : રોંગ સાઇડમાં કાર ચલાવી વાહનોને અડફેટે લેનારા બુટલેગર મેહુલ બારોટની ધરપકડ, ગાંધીનગર સુધી પહોંચ્યો મામલો

અંબાજી ગામમાં બુટલેગરોના ત્રાસ સામે સ્થાનિકો વચ્ચે ભારે રોષ ફેલાયો છે. સોમવારે રાત્રે મેહુલ ઉર્ફે રોબોટે રોંગ સાઇડમાં કાર ચલાવીને બે વાહનોને અડફેટે લીધા હતા, જેના પગલે અંબાજી પોલીસ મથકમાં તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.સરપંચ ફરિયાદ કરવા ગાંધીનગર ગયા ફરિયાદ જંગલ ખાતાના વોચમેન બળવંતભાઈ ખેર દ્વારા આપી હતી, જ્યારે અંબાજીના સરપંચ કલ્પનાબેન દવે 3 ફેબ્રુઆરીના રોજ ગૃહમંત્રીની ઓફિસમાં પણ આ અંગે ફરિયાદ કરવા પહોંચ્યા હતા. છેલ્લા 7 દિવસમાં સરપંચ ગૃહમંત્રીની ઓફિસમાં બે વાર પહોંચ્યા છે. મેહુલ બારોટની કાર સાથે ધરપકડ કરવામાં આવી અંબાજી પોલીસ દ્વારા મેહુલ બારોટની કાર સાથે ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર અંબાજીમાં વેચાતા વિદેશી દારૂ અને બુટલેગરોના ત્રાસને લઈને લોકોમાં ગુસ્સો વ્યાપ્યો છે. સરપંચ દ્વારા સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ કરવામાં આવ્યો હતો..આ પણ વાંચો----    Vadodara : ASI લક્ષ્મીકાંતનો કાંડ, તેની મિલકતો અને નાણાંકિય વ્યવહારોની ચકાસણી શરુ, શહેર પોલીસમાં નવાજૂનીના ભણકારા

Read Full Story arrow_forward