android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : સુરેન્દ્રનગરના સબજેલમાં સંતાડેલા 4 મોબાઇલ ઝડપાયા
calendar_today February 4, 2026

Gujarat Latest News Live : સુરેન્દ્રનગરના સબજેલમાં સંતાડેલા 4 મોબાઇલ ઝડપાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 04 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Surat News: મોતીવાલા પરફ્યુમ પર GST વિભાગની તવાઈ, કરોડોની ચોરી ઝડપાઈ
calendar_today February 4, 2026

Surat News: મોતીવાલા પરફ્યુમ પર GST વિભાગની તવાઈ, કરોડોની ચોરી ઝડપાઈ

સુરતમાં હાલ GST વિભાગ દ્વારા જીએસટી ચોરી મામલે સતત સર્ચ કરવામાં આવી રહ્યું છે. આ રેડ દરમિયાન કરોડોની કરચોરી ઝડપાઈ છે. જે કારણે જીએસટીની ચોરી કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. સુરત શહેરમાં આવેલા મોતીવાલ પરફ્યુમ પર જીએસટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન 3.40 કરોડની જીએસટી ચોરી ઝડપાઈ છે. 3.40 કરોડનો ટેક્સ વસૂલાત કરવાની કાર્યવાહી સુરત શહેરમાં મોતીવાલા પરફ્યુમ પર GST વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવતા 10 કરોડના પરફ્યુમ એન્ટ્રી વગર વેચાણ કર્યા હોવાનો ખુલાસો થયો છે. જેમાં 3.40 કરોડની જીએસટી ચોરી કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ સાથે સંચાલકે બીલ વગર માલ વેચ્યા હોવાનો પણ તપાસ દરમિયાન ખુલાસો થયો છે. ઉલ્લેખનીય છે કે, છ મહિના પહેલા પણ મોતીવાલા પરફ્યુમ ખાતે જીએસટીની તપાસ કરવામાં આવી હતી. હાલ GST વિભાગ દ્વારા 3.40 કરોડનો ટેક્સ વસૂલાત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરફ્યુમ પર 18 ટકા GST સુરતના મોતીવાલા પરફ્યુમ પર સેન્ટ્રલ જીએસટી એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પરફ્યુમ પર 18 ટકા GST ભરવાનો હોવા છતાં સંચાલકે બીલ વગર માલનું વેચાણ કરી જીએસટીની ચોરી કરી હતી. હાલ જીએસટી એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા 3.40 કરોડનો ટેક્સ વસૂલાત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીથી સુરતમાં વેપારી વર્ગમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો - Surat News : સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ITના દરોડાનો કેસ, વસંત ગજેરા પાસે દુકાન ખરીદનારની IT વિભાગ કરશે તપાસ

Read Full Story arrow_forward
Surat : ઇચ્છાપોરમાં સુપરવાઇઝરનું કામ અપાવવાના બહાને યુવતી સાથે દુષ્કર્મ, જાનથી મારી નાખવાની પણ ધમકી આપી
calendar_today February 4, 2026

Surat : ઇચ્છાપોરમાં સુપરવાઇઝરનું કામ અપાવવાના બહાને યુવતી સાથે દુષ્કર્મ, જાનથી મારી નાખવાની પણ ધમકી આપી

સુરતના ઇચ્છાપોરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવતી સાથે સુપરવાઇઝર અવિનેશ ચૌરસીયાએ દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.નોકરી આપવાના બહાને  દુષ્કર્મપોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે યુવતીને નોકરી આપવાના બહાને ખંડેર મકાનમાં સાફ સફાઇનું કામ બતાવવા બહાને લઇ જવાઇ હતી અને ત્યાર પછી દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ચાકૂ બતાવી ધમકી આપી પ્રાપ્ત વિગતો અનુસાર, યુવતી બૂમાબમ ન કરે તો તેને ચપ્પુની અણીએ ડરાવી ધમકી આપવામાં આવી હતી. સાથે જ, યુવતીને આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી. યુવતીએ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ઘટનાની જાણ થતાં યુવતીએ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, અને પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીની શોધખોળ પોલીસ વધુ વિગતો એકત્ર કરી રહી છે અને આરોપીની શોધખોળ શરુ કરી છે.આ પણ વાંચો-----    Vadodara : ASI લક્ષ્મીકાંતનો કાંડ, તેની મિલકતો અને નાણાંકિય વ્યવહારોની ચકાસણી શરુ, શહેર પોલીસમાં નવાજૂનીના ભણકારા

Read Full Story arrow_forward