Ghaziabad: 'સોરી પાપા... ડાયરી વાંચી લેજો', રડતી ઇમોજી સાથે છેલ્લી ચિઠ્ઠી અને 3 સગી બહેનોએ લગાવી મોતની છલાંગ
ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાંથી એક અત્યંત સ્તબ્ધ કરી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં ભારત સિટી સોસાયટીમાં રહેતી ત્રણ સગી બહેનોએ નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. રાત્રિના આશરે 2 વાગ્યે બનેલી આ ઘટનામાં 16 વર્ષીય નિશિકા, 14 વર્ષીય પ્રાચી અને 12 વર્ષીય પાખીએ એકસાથે મોતને વહાલું કર્યું હતું. આ કરુણાંતિકા પાછળ ઓનલાઇન ગેમિંગની ઘાતક લત હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સુસાઇડ નોટ અને રહસ્યમય ડાયરી પોલીસને ઘટનાસ્થળેથી એક પાનાની સુસાઇડ નોટ મળી છે, જેમાં હૃદય ચીરી નાખે તેવા શબ્દો લખ્યા છે. છોકરીઓએ લખ્યું છે, "પાપા, સોરી... આ ડાયરીમાં જે કંઈ લખ્યું છે તે વાંચી લેજો, એ બધું સાચું છે." ચિઠ્ઠીમાં એક રડતી છોકરીનું ઇમોજી પણ દોરેલું છે. પોલીસ અત્યારે તે ડાયરી અને છોકરીઓના મોબાઈલ ફોનની તપાસ કરી રહી છે જેથી આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો અને ડાયરીમાં છુપાયેલા રહસ્યો જાણી શકાય. ઓનલાઇન ગેમની લત અને ટાસ્ક મળતી માહિતી મુજબ, ત્રણેય બહેનોને મોબાઈલ ગેમ્સ રમવાની ગંભીર આદત હતી. તેઓ ખાસ કરીને ટાસ્ક-બેઝ્ડ કોરિયન લવર ગેમ પાછળ ઘેલી થઈ હતી. તેમની લત એટલી હદે વધી ગઈ હતી કે જમવું, સૂવું કે અભ્યાસ જેવી દૈનિક ક્રિયાઓ પણ તેઓ એકસાથે જ કરતી હતી. આ ગેમમાં મળેલા કોઈ ખતરનાક ટાસ્કને કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. આ સુસાઇડ નોટમાં લખ્યું છે કે આ ડાયરીમાં જે કંઈ લખ્યું છે, તે બધું વાંચી લેજો કારણ કે એ બધું સાચું છે… આઈ એમ સોરી, પાપા. આ સાથે સુસાઇડ નોટમાં એક ઇમોજી પણ દોરેલી છે, જેમાં એક છોકરી રડતી દેખાઈ રહી છે. જોકે, સુસાઇડ નોટમાં જે ડાયરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેની સંપૂર્ણ વિગતો હજુ સુધી સામે આવી નથી. બાળાઓના મોબાઇલ ફોનની પણ પોલીસ તપાસ કરી રહી છે, જેના પરથી ઑનલાઇન ગેમ સાથે જોડાયેલી ઘણી બાબતો સામે આવી શકે છે. આ પણ વાંચોઃ India-US Trade Deal: પોતાના ઘરમાં જ શહબાઝ-મુનીરની બેઇજ્જતી, યુએસ સામે ખુશામત કોઇ કામ ન આવી, વધુ ટેરિફને લઇ પાકિસ્તાનીઓ ભડક્યા
Read Full Story arrow_forward