android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત, કાચ ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ, ટ્રાફિક જામ
calendar_today February 3, 2026

Gujarat Latest News Live : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત, કાચ ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ, ટ્રાફિક જામ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 03 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Una News: નશામાં ધૂત શખ્સનો ઓમકાર ચોકમાં હંગામો, લોકો પર કાર ચઢાવવાનો કર્યો પ્રયાસ
calendar_today February 3, 2026

Una News: નશામાં ધૂત શખ્સનો ઓમકાર ચોકમાં હંગામો, લોકો પર કાર ચઢાવવાનો કર્યો પ્રયાસ

ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં દારૂના નશામાં ધૂત એક યુવકે ભારે હોબાળો મચાવ્યો હતો. શહેરના ઓમકાર ચોક વિસ્તારમાં આનંદ જોશી નામનો શખ્સ પોતાની અલ્ટો કાર લઈને પહોંચ્યો હતો અને ત્યાં આવેલી દુકાનો તેમજ બ્યુટી પાર્લર પાસે ઉભેલા લોકોને બિભત્સ ગાળો આપવા લાગ્યો હતો. દારૂડિયાના ત્રાસથી કંટાળીને બ્યુટી પાર્લરની મહિલા સંચાલકે તત્કાલ 112 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી.પોલીસ આવતા કારનો દરવાજો લોક કરી દીધો પોલીસ ઘટનાસ્થળે પહોંચતા જ નશેબાજ આનંદે પોતાની કાર અંદરથી લોક કરી દીધી હતી. તેણે પોલીસ સાથે પણ ઉદ્ધત વર્તન કર્યું અને ત્યાં હાજર લોકો પર કાર ચઢાવી દેવાનો ભયાનક પ્રયાસ કર્યો હતો. આખરે, પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે બળ પ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસે કારનો કાચ તોડીને આનંદ જોશીને બહાર ખેંચી કાઢ્યો હતો અને તેની અટકાયત કરી પોલીસ સ્ટેશન ખસેડ્યો હતો. દારૂડિયાની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ઉનામાં દારૂના ખુલ્લેઆમ વેચાણ સામે અનેક સવાલો ઉભા થયા છે. દારૂબંધીના દાવાઓ વચ્ચે રસ્તા પર હંગામો કરતા આવા શખ્સો સામે પોલીસ હવે કેવા કડક પગલાં ભરે છે અને દારૂ વેચનારાઓ સુધી પહોંચે છે કે કેમ તે જોવું રહ્યું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad News : એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત, કાચ ભરેલી ટ્રક પલટી મારતા અમદાવાદ-વડોદરા માર્ગ પર ટ્રાફિક જામ
calendar_today February 3, 2026

Ahmedabad News : એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત, કાચ ભરેલી ટ્રક પલટી મારતા અમદાવાદ-વડોદરા માર્ગ પર ટ્રાફિક જામ

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. વડોદરાથી અમદાવાદ તરફ આવી રહેલી કાચ ભરેલી એક ટ્રક અચાનક પલટી મારી ગઈ હતી. ટ્રક પલટી મારતાની સાથે જ તેમાં ભરેલો કાચનો જથ્થો હાઇવે પર વેરવિખેર થઈ ગયો હતો. કાચના ટુકડાઓ રસ્તા પર ફેલાઈ જવાના કારણે પાછળથી આવતા વાહનોની ગતિ થંભી ગઈ હતી અને જોતજોતામાં હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આ અકસ્માતને પગલે એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક સ્લો ઘટનાની જાણ થતા જ હાઇવે પોલીસ અને ટ્રાફિક વિભાગનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. રસ્તા પર વેરાયેલા કાચના જથ્થાને દૂર કરવા અને પલટી ગયેલી ટ્રકને હટાવવા માટે ક્રેન અને સફાઈ કામદારોની મદદ લેવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ દુર્ઘટના બની હોવાનું અનુમાન છે. પોલીસે ટ્રાફિકને ડાયવર્ટ કરીને અને એક લેન ચાલુ કરાવીને વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થયા નથી. આ પણ વાંચો : Vadodara News : સ્પર્ધાની દોડમાં પિસાતું બાળપણ, વાલીઓએ બાળકોની બદલાતી વર્તણૂક પાછળના કારણોનો કર્યો ખુલાસો

Read Full Story arrow_forward