android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
India US Trade Deal News: BRICSનું શું થશે? ભારત અમેરિકા વેપાર કરાર પછી ઉભા થાય 4 મોટા પ્રશ્નો
calendar_today February 3, 2026

India US Trade Deal News: BRICSનું શું થશે? ભારત અમેરિકા વેપાર કરાર પછી ઉભા થાય 4 મોટા પ્રશ્નો

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે. પરંતુ રશિયાએ આ વાતને ફગાવી દીધી છે. આગામી દિવસોમાં પ્રક્રિયા કરાશે પૂર્ણ અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પારસ્પરિક ટેરિફ ઘટાડીને 18% કર્યો છે. આ ટેરિફ એપ્રિલ 2025 સુધી લાદવામાં આવ્યો હતો. ટ્રમ્પે ઓગસ્ટમાં રશિયન તેલની ખરીદી પર 25% દંડ ટેરિફ પણ લાદ્યો હતો. ભારતમાં યુએસ રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું હતું કે, ભારત અને યુએસ વચ્ચે વેપાર કરારને અંતિમ સ્વરૂપ અપાયુ છે. આગામી દિવસોમાં ફક્ત કેટલાક કાગળો પર હસ્તાક્ષર કરવાની જરૂર છે. 1. શું ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે? ટ્રમ્પે કહ્યું છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં. જોકે, તેમણે અન્ય વેપાર કરારોની સ્થિતિ સ્પષ્ટ કરી નથી. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે, પીએમ મોદી રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા સંમત થયા છે. ભારત હવે અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદશે. વધુમાં, વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવાની શક્યતા પર પણ ચર્ચા કરાઇ હતી. 2. બ્રિક્સ ચલણ યોજનાને આંચકો? બ્રિક્સ દેશો લાંબા સમયથી ડોલર પરની તેમની નિર્ભરતા ઘટાડવા અને પોતાનું સામાન્ય ચલણ બનાવવાની વાત કરી રહ્યા છે. ચીન આ પ્રયાસમાં મોખરે રહ્યું છે અને યુઆનને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યું છે. જો કે, આને અન્ય બ્રિક્સ સભ્યો તરફથી સમર્થન મળવાની શક્યતા નથી. 3. શું દક્ષિણ આફ્રિકા પણ અમેરિકા અને યુરોપિયન યુનિયનની નજીક ? ભારતની જેમ, દક્ષિણ આફ્રિકા પણ અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથે વેપાર સોદો કરવાની તૈયારી કરી રહ્યું છે. 12 જાન્યુઆરીએ, યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે આફ્રિકન ગ્રોથ એન્ડ ઓપોર્ચ્યુનિટી એક્ટના ત્રણ વર્ષના વિસ્તરણને મંજૂરી આપી. આ કાયદો 32 દેશોના 1,800 થી વધુ ઉત્પાદનોને ટેરિફ-મુક્ત ઍક્સેસ પ્રદાન કરે છે. આ કાયદા પર સેનેટ મતદાન થવાની અપેક્ષા છે. ત્યારબાદ તે ટ્રમ્પ પાસે તેમના હસ્તાક્ષર માટે જશે. 4. ભારતમાં BRICS બેઠક: કયા મુખ્ય નિર્ણયો લેવાશે ? 2026માં ભારતમાં BRICS સમિટ યોજાવાની છે. ભારતે 1 જાન્યુઆરી 2026 ના રોજ બ્રાઝિલથી BRICS પ્રમુખપદ સંભાળ્યું છે. PM મોદીએ રિયો ડી જાનેરોમાં 17માં BRICS સમિટમાં કહ્યું હતું કે, તેઓ BRICSને ફરીથી આકાર આપશે. જો કે, હવે જ્યારે અમેરિકા સાથે વેપાર કરાર થયો છે. ત્યારે ભારત માટે BRICSની અંદર ક્રાંતિકારી નિર્ણયો લેવા મુશ્કેલ બનશે. ભારતે અમેરિકા અને પશ્ચિમી દેશો સાથે સંબંધો સુધારવા માટે સંતુલન બનાવવું પડશે. આ પણ વાંચોઃ India US Trade Deal: એક દેશ પર નિર્ભરતા ઓછી થશે અને ભાવ વધુ સ્થિર રહેશે, બજારની અનિશ્ચિતતા થશે દૂર

Read Full Story arrow_forward
Manipur New CM : મણિપુરના નવા મુખ્યપ્રધાન બનશે યુમનામ ખેમચંદ સિંહ
calendar_today February 3, 2026

Manipur New CM : મણિપુરના નવા મુખ્યપ્રધાન બનશે યુમનામ ખેમચંદ સિંહ

યુમનામ ખેમચંદ સિંહ મણિપુરના નવા મુખ્યપ્રધાન બનશે. તેમને ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ખેમચંદ મેઈતેઈ સમુદાયથી આવે છે. સિંગજામેઈ વિધાનસભા સીટથી ધારાસભ્ય તરીકે ચુંટાયા છે. તે એન્જિનિયર છે. 62 વર્ષીય ખેમચંદ સિંહ બીરેન સરકારમાં નગર પ્રશાસન અને આવાસ વિભાગના મંત્રી હતા, તેમના રાજકીય પ્રભાવનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેઓ 2022માં મુખ્યમંત્રી પદના દાવેદાર હતા. ખેમચંદને સંઘની નજીકના માનવામાં આવે છે. મણિપુરમાં લગભગ 1 વર્ષથી રાષ્ટ્રપતિ શાસન લાગુતમને જણાવી દઈએ કે આજે સાંજે 5.30 વાગ્યે મણિપુર ભાજપના ધારાસભ્યોની બેઠક ભાજપના હેડક્વાર્ટરમાં યોજાઈ, મણિપુરમાં લગભગ 1 વર્ષથી રાષ્ટ્રપતિ શાસન લાગુ છે અને ત્યાં મુખ્યપ્રધાન પદની જગ્યા ખાલી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ભાજપના મહાસચિવોની ગૃહપ્રધાન અમિત શાહની સાથે ભાજપની એક્સટેન્શન ઓફિસમાં બેઠક થઈ, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, સંગઠન મહાસચિવ બીએલ સંતોષ અને રાષ્ટ્રીય મહાસચિવ સુનીલ બંસલ હાજર રહ્યા. ક્યારે યોજાશે શપથગ્રહણ સમારોહ? ભાજપ હેડક્વાર્ટરમાં યોજાયેલી બેઠકમાં યુમનામ ખેમચંદ સિંહને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ અવસરે તરુણ ચુગ અને અન્ય વરિષ્ઠ નેતાઓએ તેમનું મોઢું મીઠું કરાવ્યું અને શુભકામનાઓ આપી. ત્યારે જણાવવામાં આવી રહ્યું છે કે 4 ફેબ્રુઆરીએ નવી સરકારનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાઈ શકે છે. 13 ફેબ્રુઆરીએ બિરેન સિંહે રાજીનામું આપ્યું હતું ઉલ્લેખનીય છે કે મે 2023માં મેઈતેઈ અને કુકી જાતીની વચ્ચે જાતીય હિંસા થઈ. જેમાં 260થી વધારે લોકોના મોત થયા છે અને હજારો લોકો બેઘર બન્યા છે. ગયા વર્ષે 13 ફેબ્રુઆરીએ બિરેન સિંહે મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું, ત્યારબાદ કેન્દ્ર સરકારે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું હતું. આ પણ વાંચો : India US Trade Deal News: BRICSનું શું થશે? ભારત અમેરિકા વેપાર કરાર પછી ઉભા થાય 4 મોટા પ્રશ્નો

Read Full Story arrow_forward
Delhi : રેખા ગુપ્તા સરકારે મધ્યમવર્ગના લોકોને આપી મોટી રાહત, હોળી-દિવાળી પર મળશે ફ્રીમાં ગેસ સિલિન્ડર
calendar_today February 3, 2026

Delhi : રેખા ગુપ્તા સરકારે મધ્યમવર્ગના લોકોને આપી મોટી રાહત, હોળી-દિવાળી પર મળશે ફ્રીમાં ગેસ સિલિન્ડર

દિલ્હીની રેખા ગુપ્તા સરકારે એક વર્ષ પૂર્ણ થવા પર ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મોટી રાહત આપી છે. કેબિનેટે 242 કરોડ રૂપિયાના ફંડને મંજૂરી આપી દીધી છે. જેની હેઠળ હોળી અને દિવાળી પર ફ્રીમાં ગેસ સિલિન્ડર માટે 853 રૂપિયાની રકમ DBT દ્વારા લાભાર્થીઓના એકાઉન્ટમાં મોકલવામાં આવશે.સહાયની રકમ હોળી અને દિવાળીના તહેવાર પર અલગ અલગ મોકલાશે સરકારના જણાવ્યા મુજબ આ યોજનાનો લાભ રાશનકાર્ડ ધારકોને મળશે. લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં ગેસ સિલિન્ડરની રકમ સીધી જ DBT દ્વારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. પ્રતિ સિલિન્ડર 853 રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી છે. આ રકમ હોળી અને દિવાળીના તહેવાર પર અલગ અલગ મોકલવામાં આવશે, જેથી તહેવારના સમયમાં પરિવારનો રાહત મળી શકે. દિલ્હી સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ યોજનાનો લાભ માત્ર LPG સિલિન્ડર ઉપયોગ કરનારા લોકો સુધી સીમિત નહીં રહે પણ જે લોકો પાઈપલાઈન ગેસનો ઉપયોગ કરી રહ્યા છે, તેમને પણ 853 રૂપિયાની સમાન રકમ આપવામાં આવશે. સરકારનું કહેવું છે કે તેનો ઉદ્દેશ્ય તમામ જરૂરિયાતમંદ પરિવારોને સમાન રાહત આપવાનું છે. મુખ્યપ્રધાને દિલ્હીના પરિવારોને આપી શુભેચ્છા કેબિનેટ બેઠક બાદ સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય ચૂંટણી દરમિયાન કરેલા વાયદાને પૂરા કરવાની દિશામાં એક પગલું છે. સરકારનો દાવો છે કે તહેવારના સમયે ગેસ સિલિન્ડરની કિંમત સામાન્ય લોકોના બજેટ પર અસર પાડે છે, ત્યારે એવા સમયે ફ્રીમાં સિલિન્ડર કે તેની રકમ એકાઉન્ટમાં મોકલીને પરિવારને આર્થિક સહારો આપવામાં આવશે. દિલ્હી સરકારે આ નિર્ણય પર દિલ્હીના પરિવારોને શુભેચ્છા આપી છે અને કહ્યું છે કે હજુ પણ જનહિતમાં જોડાયેલી કેટલીક યોજનાઓ લાવવામાં આવશે. સરકારનું માનવું છે કે આ યોજનાથી લાખો પરિવારોને સીધો લાભ મળશે અને તહેવારની ખુશીઓ વધશે.  આ પણ વાંચો : Manipur New CM : મણિપુરના નવા મુખ્યપ્રધાન બનશે યુમનામ ખેમચંદ સિંહ

Read Full Story arrow_forward