Gandhinagar News: લોકાર્પણના મુહૂર્ત પહેલા જ વાવોલ અંડરપાસ શરૂ, લાઈટિંગ વગર રાત્રિના સમયે અકસ્માતનો ભય
ગાંધીનગર શહેર અને વાવોલને જોડતા રેલવે લાઈન પરના નવનિર્મિત અંડરપાસને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ આ અંડરપાસનું હજુ સુધી સત્તાવાર લોકાર્પણ કરવામાં આવ્યું નથી, તેમ છતાં વાહનચાલકોએ પોતાની સુવિધા ખાતર આ અંડરપાસનો ઉપયોગ શરૂ કરી દીધો છે.ગાંધીનગર અને વાવોલને જોડતો અંડરપાસ ગાંધીનગર અને વાવોલ વચ્ચેના ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે આ અંડરપાસ અત્યંત મહત્વનો છે, પરંતુ ઉતાવળમાં તેને શરૂ કરી દેવો જોખમી સાબિત થઈ શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અંડરપાસમાં હજુ ફિનિશિંગ અને લાઈટિંગની કામગીરી પૂર્ણ થઈ નથી. અંડરપાસની અંદર પૂરતી રોશની ન હોવાને કારણે રાત્રિના સમયે વાહનચાલકો માટે ગંભીર અકસ્માત થવાનો ભય સતત મંતરાઈ રહ્યો છે. અંડરપાસમાં હજુ લાઇટિંગ કામગીરી પણ બાકી કોર્પોરેશન દ્વારા હજુ પ્રોટોકોલ મુજબ લોકાર્પણની તૈયારીઓ બાકી હોવા છતાં, બેરિકેડ્સ હટાવીને લોકોએ અવરજવર શરૂ કરી દીધી છે. વહીવટી તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને લાઈટિંગ જેવી પ્રાથમિક સુવિધાઓ સત્વરે પૂર્ણ કરી સત્તાવાર રીતે માર્ગ ખુલ્લો મુકવામાં આવે તેવી માંગ ઉઠી છે. ત્યાં સુધી રાત્રિના સમયે અહીંથી પસાર થતા વાહનચાલકોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward