android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Uttarakhand: 30 યાત્રીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી, 3 લોકોના મોત, અનેક ઘાયલ
calendar_today February 3, 2026

Uttarakhand: 30 યાત્રીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી, 3 લોકોના મોત, અનેક ઘાયલ

ઉત્તરાખંડના પહાડી રસ્તાઓ પર મુસાફરી ફરી એકવાર જીવલેણ સાબિત થઈ છે. દેહરાદૂન જિલ્લાના કાલસી વિસ્તારમાં મંગળવારે સવારે હિમાચલ પ્રદેશ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની એક પેસેન્જર બસ બેકાબૂ થઈને ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં ત્રણ મુસાફરોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. નિયંત્રણ ગુમાવતા બસ સીધી ઊંડી ખાઈમાં પડી મળતીમાહિતી મુજબ, આ બસ ક્વાનૂ-મીનસ રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે નિયંત્રણ ગુમાવતા બસ સીધી ઊંડી ખીણમાં પડી ગઈ હતી. અકસ્માત સમયે બસમાં અંદાજે 30 મુસાફરો સવાર હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતકોમાં બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોમાંથી 6 થી 7 મુસાફરોની હાલત અત્યંત નાજુક હોવાનું જણાવાયું છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. SDRF દ્વારા બચાવ કાર્ય શરૂ ઘટનાની ગંભીરતાને જોતા SDRF કમાન્ડન્ટ અર્પણ યાદુવંશીના આદેશ પર ડાકપથ્થર, ચકરાતા, મોરી અને ટ્યૂણીથી SDRFની સ્પેશિયલ ટીમો રવાના કરવામાં આવી હતી. દુર્ગમ વિસ્તાર હોવા છતાં, જવાનોએ ખાઈમાં ઉતરીને ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે. અકસ્માતનું સ્થળ ઘણું ઊંડું હોવાથી બચાવ કાર્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શોક વ્યક્ત કર્યો ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે તાત્કાલિક જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરી રાહત અને બચાવ કામગીરીને વેગ આપવા આદેશ આપ્યા છે. સીએમ ધામીએ જણાવ્યું કે, તમામ નજીકના મેડિકલ સેન્ટરોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. જો કોઈ મુસાફરની હાલત વધુ ગંભીર જણાશે, તો તેમને વધુ સારી સારવાર માટે એરલિફ્ટ કરીને ઉચ્ચ સ્તરીય હોસ્પિટલમાં મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ પણ વાંચોઃ India US Trade Deal: લોકો ટીકા કરતા રહ્યા, પણ ધૈર્યથી જ પરિણામ મળ્યુ, NDA સાંસદોને US ટ્રેડ ડીલ પર બોલ્યા PM Modi

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  HNGU સંલગ્ન કોલેજના પ્રોફેસરની લાલિયાવાડી, 200 જેટલી ઉત્તરવહીમાં એક સરખા માર્ક મૂકી દીધા, તપાસ શરૂ
calendar_today February 3, 2026

Gujarat Latest News Live : HNGU સંલગ્ન કોલેજના પ્રોફેસરની લાલિયાવાડી, 200 જેટલી ઉત્તરવહીમાં એક સરખા માર્ક મૂકી દીધા, તપાસ શરૂ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 03 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad AMTS નું વર્ષ 2026-27નું બજેટ રજૂ , AI આધારિત શિડ્યુલીંગ સિસ્ટમ ઊભી કરાશે, પ્રથમ તબક્કે 70 બસમાં એર પ્યોરિફાયર લગાવાશે
calendar_today February 3, 2026

Ahmedabad AMTS નું વર્ષ 2026-27નું બજેટ રજૂ , AI આધારિત શિડ્યુલીંગ સિસ્ટમ ઊભી કરાશે, પ્રથમ તબક્કે 70 બસમાં એર પ્યોરિફાયર લગાવાશે

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)નું વર્ષ 2026-27 માટેનું બજેટ AMTS ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.કુલ બજેટ 1011 કરોડ રૂપિયા ચેરમેનની રજૂઆત મુજબ, અગાઉના 991 કરોડના બજેટમાં 20 કરોડના સુધારા સાથે કુલ બજેટ 1011 કરોડ રૂપિયા થયું છે.  4 નવી ડબલડેકર બસો ખરીદવા જોગવાઈ નવા બજેટમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ અને સુધારાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં 4 નવી ડબલડેકર બસો ખરીદવા જોગવાઈ કરાઇ છે. પ્રથમ તબક્કે 70 બસ એર પ્યોરિફાયર લગાવાશે ઉપરાંત જમાલપુર સ્ટોર ડેપોની જર્જરિત ઇમારતનું નવીનીકરણ કરાશે તથા AC બસોમાં એર પ્યોરિફાયર લગાવવા ૩ કરોડની જોગવાઈ કરાઇ છે જેમાં પ્રથમ તબક્કે 70 બસોમાં ઇન્સ્ટોલ કરાશે. AI આધારિત શિડ્યુલીંગ સિસ્ટમ સ્થાપવા માટે 3કરોડની જોગવાઈAMTS ચેરમેનના જણાવ્યા અનુસાર, આ નવા પ્રોજેક્ટ્સ અને સુધારાઓ બસ સેવાઓને વધુ સુગમ, આધુનિક અને પેસેન્જર-ફ્રેન્ડલી બનાવશે.AI આધારિત શિડ્યુલીંગ સિસ્ટમ સ્થાપવા માટે 3 કરોડની જોગવાઈ કરાઇ છે.આ પણ વાંચો----    Gujarat Latest News Live : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું મોટું નિવેદન, 2027માં ગુજરાતના એક ભાગમાં બુલેટ ટ્રેન દોડશે

Read Full Story arrow_forward