Vadodara કોર્પોરેશનનું 7600 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, 200 કરોડના બ્લ્યુ બોન્ડ બહાર પડાશે, 260 કરોડના ખર્ચે 6 બ્રિજ બનશે
વડોદરા મહારનગરપાલિકાના મ્યુનિ.કમિશનર અરુણ મહેશ બાબુએ પાલિકાનું 7600 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં 5036 કરોડનો ખર્ચો દર્શાવાયો છે જ્યારે 4861 કરોડ રુપિયાની આવક થવાનો અંદાજ વ્યક્ત કરાયો છે.બજેટની કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો બજેટની કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો જોઇએ તો 200 કરોડના બ્લ્યુ બોન્ડ બહાર પાડવામાં આવશે. શહેરમાં સ્ટ્રેટેજિક ક્લાઈમેટ એક્શન માટે સેલ ઉભી કરાશે અને 260 કરોડના ખર્ચે 6 નવા બ્રિજ બનાવાની જાહેરાત કરાઇ છે 3 નવા ઓડિટરિયમ બનાવાની જાહેરાત ઉપરાંત 298 કરોડના ખર્ચે નવી મોડેલ સ્કૂલોનું નિર્માણ તથા શહેરમાં 30,000 સરકારી આવાસ યોજનાઓ, સમા, માંજલપુર અને સેવાસીમાં 3 નવા ઓડિટરિયમ બનાવાની જાહેરાત કરાઇ છે. 150 કરોડમાં પાલિકાની નવી કચેરી બનશે આ સાથે 150 કરોડમાં પાલિકાની નવી કચેરી. 150 કરોડમાં ફાયર સ્ટેશન કવાર્ટર, અલકાપુરીમાં મલ્ટીલેવલ કાર પાર્કિંગ અને ઝોન પ્રમાણે લેબર ચોક બનાવાની જાહેરાત કરાઇ છે. ક્વોલિટી કન્ટ્રોલ સેલ અને જી.આઈ.એસ સેલ અને વિઝીલન્સ સેલને વધુ શક્તિશાળી બનાવવાનું આયોજન કરાયું છે. આ પણ વાંચો---- Gujarat Latest News Live : HNGU સંલગ્ન કોલેજના પ્રોફેસરની લાલિયાવાડી, 200 જેટલી ઉત્તરવહીમાં એક સરખા માર્ક મૂકી દીધા, તપાસ શરૂ
Read Full Story arrow_forward