android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : ગંભીરા નજીક નદીમાં બોટ પલટવાનો મુદ્દો, નદીમાંથી તમામ નાવડીઓને જપ્ત કરાઇ, તંત્ર એક બીજાને આપી રહ્યું છે ખો
calendar_today February 3, 2026

Gujarat Latest News Live : ગંભીરા નજીક નદીમાં બોટ પલટવાનો મુદ્દો, નદીમાંથી તમામ નાવડીઓને જપ્ત કરાઇ, તંત્ર એક બીજાને આપી રહ્યું છે ખો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 03 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad: એરપોર્ટ પરથી ચોકલેટના પેકેટમાં છુપાવીને લાવવામાં આવતો 948 ગ્રામ હાઇબ્રિડ ગાંજો ઝડપાયો
calendar_today February 3, 2026

Ahmedabad: એરપોર્ટ પરથી ચોકલેટના પેકેટમાં છુપાવીને લાવવામાં આવતો 948 ગ્રામ હાઇબ્રિડ ગાંજો ઝડપાયો

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રગ્સ માફિયાઓની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટે (AIU) બાતમીના આધારે કાર્યવાહી કરી બેંગકોકથી આવેલી એક મહિલા મુસાફરની ધરપકડ કરી છે. આ મહિલા પાસેથી અંદાજે 948 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે.ચોકલેટના પેકેટમાં છુપાવ્યો હતો નશોતસ્કરો અને ડ્રગ્સની હેરાફેરી કરનારાઓ હવે કસ્ટમ અધિકારીઓની નજરમાંથી બચવા માટે અવનવા કિમીયા અજમાવતા હોય છે. પકડાયેલી મહિલા મુસાફરે હાઇબ્રિડ ગાંજાને છુપાવવા માટે 9 જેટલા ચોકલેટના પેકેટોનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ આ સામાન્ય ચોકલેટના પેકેટ લાગતા હતા, પરંતુ ઝીણવટભરી તપાસ દરમિયાન તેમાંથી કિંમતી હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો.કસ્ટમ એક્ટ હેઠળ કાર્યવાહીએર ઇન્ટેલિજન્સ યુનિટે તમામ જથ્થો જપ્ત કરી મહિલાની કસ્ટડી લીધી છે. આ મામલે કસ્ટમ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ તેજ કરવામાં આવી છે કે શું આ મહિલા કોઈ મોટી ડ્રગ્સ સિન્ડિકેટનો ભાગ છે?આ નશીલો પદાર્થ અમદાવાદના સ્થાનિક બજારમાં કોને પહોંચાડવાનો હતો?અગાઉ પણ આ રીતે ડ્રગ્સ ઘુસાડવામાં આવ્યું છે કે કેમ?અમદાવાદ એરપોર્ટ પરથી અગાઉ પણ વિદેશી ડ્રગ્સ ઝડપાયાના કિસ્સા બન્યા છે, જેને પગલે હાલ સુરક્ષા વ્યવસ્થા અને મુસાફરોનું ચેકિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે.આ પણ વાંચો:Amreli: હીરાભાઈ સોલંકીએ આહીર સમાજની શિસ્તને બિરદાવી, કોળી સમાજે પણ આવું જ બંધારણ ઘડવું પડશે

Read Full Story arrow_forward
Rajkot: શાકભાજી વિક્રેતાનું હાર્ટ એટેકથી કરુણ મોત, ગણતરીની સેકન્ડોમાં યુવક ઢળી પડ્યો
calendar_today February 3, 2026

Rajkot: શાકભાજી વિક્રેતાનું હાર્ટ એટેકથી કરુણ મોત, ગણતરીની સેકન્ડોમાં યુવક ઢળી પડ્યો

રાજકોટમાં ફરી એકવાર હાર્ટ એટેકની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી એક સોસાયટીમાં શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા એક યુવકનું ચાલુ કામ દરમિયાન હાર્ટ એટેક આવતા કરુણ મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે જોઈને કોઈનું પણ હૃદય દ્રવી ઊઠે તેમ છે.સીસીટીવીમાં કેદ થઈ અંતિમ ક્ષણોઘટનાની વિગતો મુજબ, યુવક રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસેની સોસાયટીમાં રોજની જેમ શાકભાજી વેચવા નીકળ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, યુવક સામાન્ય રીતે પોતાની શાકભાજીની લારી ખેંચી રહ્યો હતો. અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હોય તેમ જણાયું અને ગણતરીની સેકન્ડોમાં જ તે લારી સાથે રસ્તા પર ઢળી પડ્યો હતો. આસપાસના લોકો મદદે દોડી આવે તે પહેલા જ તેના પ્રાણ પંખેરું ઉડી ગયા હતા.પરિવારમાં શોકનું મોજુંશાકભાજી વેચીને માંડ-માંડ ઘરનું ગુજરાન ચલાવતા આ શ્રમિક યુવકના અકાળે અવસાનથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. સામાન્ય કામકાજ દરમિયાન અચાનક આવતા હાર્ટ એટેકની આ ઘટનાએ ફરી એકવાર મેડિકલ જગત અને સામાન્ય જનતામાં ચિંતા જગાવી છે.આ પણ વાંચો: Ahmedabad: એરપોર્ટ પરથી ચોકલેટના પેકેટમાં છુપાવીને લાવવામાં આવતો 948 ગ્રામ હાઇબ્રિડ ગાંજો ઝડપાયો

Read Full Story arrow_forward