Panchmahal News : ગોધરામાં હથિયારોની હેરાફેરીનું નેટવર્ક? 2 ડબલ બેરલ બંદૂક અને 6 એરગન સાથે એકની ધરપકડ
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી અને સંગ્રહના મસમોટા નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગોધરાના વચલા ઓડા વિસ્તારમાં આવેલ એક મકાન અને સિમલા ક્રેન પાસેની દુકાનમાં ગેરકાયદે હથિયારો છુપાવ્યા હોવાની ચોક્કસ બાતમી SOG અને B-ડિવિઝન પોલીસને મળી હતી. આ બાતમીના આધારે સંયુક્ત રીતે દરોડા પાડતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તપાસ દરમિયાન અહેમદ હુસેન યુસુફ નામના શખ્સના રહેણાંક મકાન અને દુકાનમાંથી હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેનો ઉપયોગ હેરાફેરી માટે કરવામાં આવનાર હોવાની આશંકા છે.પંચમહાલ પોલીસની મોટી સફળતા પોલીસ કાર્યવાહીમાં સ્થળ પરથી 2 નંગ ડબલ બેરલ બંદૂક, જીવતા કારતૂસ, 6 નંગ એરગન અને એરગનના છરાના 6 બોક્સ મળી કુલ ₹1,32,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી અહેમદ હુસેન યુસુફની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને તેનો હેતુ શું હતો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. ગોધરા જેવા સંવેદનશીલ વિસ્તારમાં આટલી મોટી માત્રામાં હથિયારો પકડાતા સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. આ પણ વાંચો : Ambaji માં બુટલેગરો બેફામ, નશામાં ધૂત કાર ચાલકે યાત્રિકોના વાહનોને ફંગોળ્યા, CCTV Viral
Read Full Story arrow_forward