android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ambaji માં બુટલેગરો બેફામ, નશામાં ધૂત કાર ચાલકે યાત્રિકોના વાહનોને ફંગોળ્યા, CCTV Viral
calendar_today February 3, 2026

Ambaji માં બુટલેગરો બેફામ, નશામાં ધૂત કાર ચાલકે યાત્રિકોના વાહનોને ફંગોળ્યા, CCTV Viral

યાત્રાધામ અંબાજીમાં બુટલેગરો અને અસામાજિક તત્વોનો ત્રાસ વધતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ અંબાજી પોલીસ સ્ટેશનની બિલકુલ નજીક એક નશામાં ધૂત બુટલેગરે પૂર ઝડપે કાર હંકારીને બે વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અંબાજી દર્શનાર્થે આવેલા યાત્રિકોના વાહનોને મોટું નુકસાન પહોંચ્યું હતું. આ ઘટના બાદ પણ આરોપીઓએ પસ્તાવો કરવાને બદલે ત્યાં હાજર લોકો અને યાત્રિકો સાથે ઉગ્ર માથાકૂટ કરી ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો અંબાજી ગ્રામ પંચાયતના સરપંચે સોશિયલ મીડિયા પર વાયરલ કરીને પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.યાત્રાધામમાં યાત્રિકો અસુરક્ષિત? અકસ્માત અને હોબાળાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને થાળે પાડી હતી. સરપંચના જણાવ્યા અનુસાર, પવિત્ર યાત્રાધામમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને પોલીસ સ્ટેશન પાસે જ આવી ઘટનાઓ બનવી તે ચિંતાનો વિષય છે. હાલમાં પોલીસે અકસ્માત સર્જનાર તત્વો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યાત્રિકોની સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે આવા તત્વો સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે. આ પણ વાંચો : Anand News : માનવ જિંદગીની કિંમત શૂન્ય? દુર્ઘટના બાદ પાદરા અને આંકલાવ મામલતદાર વચ્ચે ‘ખો’ની રમત

Read Full Story arrow_forward
Banaskanthaના ઇકબાલગઢમાં તસ્કરોનો આતંક, બંધ મકાનનાં તાળાં તોડી બાઈકોમાંથી પેટ્રોલ ચોર્યું
calendar_today February 3, 2026

Banaskanthaના ઇકબાલગઢમાં તસ્કરોનો આતંક, બંધ મકાનનાં તાળાં તોડી બાઈકોમાંથી પેટ્રોલ ચોર્યું

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પંથકમાં તસ્કરોએ ભારે આતંક મચાવ્યો છે. ઇકબાલગઢની વૃંદાવન સોસાયટીમાં રાત્રિના સમયે તસ્કરોએ ધામા નાખી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે.સોસાયટીમાં પાર્ક કરેલા વાહનોમાંથી પેટ્રોલ ચોર્યુ મળતી માહિતી મુજબ, વૃંદાવન સોસાયટીમાં રહેતો એક પરિવાર હાલ મુંબઈ સ્થાયી થયો હોવાથી તેમનું મકાન બંધ હતું. રાત્રિના અંધારાનો લાભ લઈ ત્રણ તસ્કરો લોખંડના સળિયા સાથે ત્રાટક્યા હતા. આ તસ્કરોએ લોખંડના સળિયા વડે બંધ મકાનનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ચોરી કરી પલાયન થઈ ગયા હતા. મકાન માલિકે સુરક્ષા માટે લગાવેલા સીસીટીવીમાં આ ત્રણેય તસ્કરો સ્પષ્ટપણે કેદ થયા છે. ચોરીની ઘટનાને લઇ લોકોમાં જોવા મળ્યો રોષ તસ્કરો માત્ર ઘરના કિંમતી સામાન સુધી સીમિત રહ્યા ન હતા. તેમણે સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલી મોટરસાયકલોને પણ નિશાન બનાવી હતી. તસ્કરોએ પાર્ક કરેલી બાઈકોમાંથી પેટ્રોલની ચોરી કરી હોવાનું પણ સામે આવ્યું છે. સવારે જ્યારે સ્થાનિકો જાગ્યા ત્યારે ચોરીની જાણ થતા લોકોના ટોળે-ટોળા ઉમટ્યા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગના અભાવે તસ્કરો બેફામ બન્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar News : જાહેરહિતના કામમાં ગુણવત્તા સાથે સહેજ પણ બાંધછોડ ચલાવાશે નહીંઃ મુખ્યમંત્રીની સરપંચોને ટકોર
calendar_today February 3, 2026

Gandhinagar News : જાહેરહિતના કામમાં ગુણવત્તા સાથે સહેજ પણ બાંધછોડ ચલાવાશે નહીંઃ મુખ્યમંત્રીની સરપંચોને ટકોર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ પંચાયતોના સરપંચોને ગ્રામીણ સ્તરે વધુ પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સાથે વિકસિત ભારત માટે વિકસિત ગ્રામનું કર્તવ્ય નિભાવવા આહવાન કર્યુ છે.મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આ વર્ષનું કેન્દ્ર સરકારનું બજેટ પણ કર્તવ્યને મુખ્ય આધાર લઈને બનાવવામાં આવ્યું છે એટલું જ નહિ, આ બજેટમાં ગ્રામ વિકાસ પર વિશેષ ઝોંક આપવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના સરપંચો તાલીમમાં સહભાગી થયા આ સંદર્ભમાં તેમણે દેશના વિકાસમાં ગામડાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે તેમ જણાવતા સરપંચોને પણ ગામના વડા તરીકેનું કર્તવ્ય જવાબદારી પૂર્વક અદા કરીને વિકસિત ભારતના નિર્માણમાં સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી જનશક્તિને જોડવાનું પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.આ તાલીમ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાઓના ૨૬૦ થી વધુ સરપંચો સહભાગી થયા હતા. સુવિધાઓ અને યોજનાઓનો લાભ પહોંચાડવા સરપંચ તરીકે મળેલી સેવાની તકને પોતાની ધગશ અને ગામના વિકાસ માટે કઈંક વધુ સારૂ કરવાની ખેવનાથી વિકાસ કામોની આયોજનબદ્ધ રીતે યાદી બનાવીને વડાપ્રધાને આપેલા સેચ્યુરેશન એપ્રોચથી 100 ટકા લક્ષ્યાંક સાથે ગ્રાન્ટનો ઉપયોગ થાય તેની પ્રેરણા આપતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે,સરપંચોની પ્રાથમિક જવાબદારી ગામના છેવાડાના માનવી સુધી સરકારી સુવિધાઓ અને યોજનાઓનો લાભ પહોંચાડવાની છે. જ્યારે ગામડાંનો વિકાસ થશે, ત્યારે જ દેશનો સાચો વિકાસ થશે. ગુણવત્તા સાથે કોઈ પણ બાંધછોડ ચલાવાશે નહીં મુખ્યમંત્રીએ ગામના જાહેરહિતના કામોની ગુણવત્તા સાથે કોઈ પણ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં તેમ જણાવતાં ઉમેર્યુ કે, ગામના વિકાસના કામો અને ભવિષ્યના આયોજનમાં વધુ યુવાનોને જોડીને ટેક્નોલોજીના ઉપયોગથી નાગરીકો સુધી સેવા-સુવિધાઓ પહોંચાડવાનું દાયિત્વ સરપંચોના શિરે છે.કોઈપણ મુશ્કેલીના સમયે સરકાર હંમેશા તેમની પડખે છે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ સરપંચોને ચિંતામુક્ત થઈ નિષ્ઠાપૂર્વક પ્રજાની સેવાના કાર્યો દ્વારા સૌને સાથે લઈને વિકસિત ગ્રામથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. આ પણ વાંચોઃ Bhavnagar News : પેટ્રોલિંગના દાવા વચ્ચે તસ્કરોનો પડકાર, પોલીસ લાઈનમાંથી સીસીટીવી સહિતની વસ્તુઓ ઉઠાવી ગયા

Read Full Story arrow_forward