android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઈટમાંથી 17.39 લાખનું સોનુ ઝડપાયું
calendar_today February 1, 2026

Ahmedabad News : બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઈટમાંથી 17.39 લાખનું સોનુ ઝડપાયું

અમદાવાદ એરપોર્ટ પરથી અનેક વખત દાણીચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. હવે ફરીવાર એરપોર્ટ પરથી દાણ ચોરીનું સોનું ઝડપાયું છે. બેંગકોકથી અમદાવાદ આવતા મુસાફર પાસેથી દાણચોરીનું સોનું ઝડપાયું છે.આ મુસાફર પાસેથી 17 લાખનું 108 ગ્રામ સોનું ઝડપાયું છે. મુસાફર પાસેથી સોનું જપ્ત કરીને કસ્ટમ્સ કેર હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. મુસાફર પાસેથી 17 લાખનું 108 ગ્રામ સોનું ઝડપાયું અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી દાણચોરીનું 17.39 લાખનું સોનુ ઝડપાયું છે.પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે અમદાવાદ કસ્ટમ્સ AIUએ દાણચોરીનું સોનુ ઝડપ્યું છે.વિએટજેલ ફ્લાઇટમાં આવેલા મુસાફર સુનિલ ભાટિયા મોઢામાં કૅપ્સ્યુલ આકારમાં સોનુ છુપાવીને લાવ્યો હતો. 108.07 ગ્રામ સોનાની 4 કેપ્સ્યુલ બનાવી મોઢામાં છુપાવવામાં આવી હતી. મુસાફર પાસેથી કસ્ટમ્સ એક્ટ હેઠળ સોનું જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે. આ પણ વાંચોઃ Gandhinagar માં તંત્રની ઘોર બેદરકારી, સેક્ટર 12માં 7 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી 3 વર્ષની માસૂમ બાળકી

Read Full Story arrow_forward
Unjha: મોતના મુખમાંથી યુવકને ખેંચી લાવ્યા ફાયરના જવાનો, તળાવમાં ડૂબતા 47 વર્ષીય પ્રૌઢ માટે ટીમ 'દેવદૂત' બની
calendar_today February 1, 2026

Unjha: મોતના મુખમાંથી યુવકને ખેંચી લાવ્યા ફાયરના જવાનો, તળાવમાં ડૂબતા 47 વર્ષીય પ્રૌઢ માટે ટીમ 'દેવદૂત' બની

મહેસાણા જિલ્લાના ઊંઝામાં આજે માનવતા અને ત્વરિત કામગીરીનો એક પ્રેરણાદાયી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઊંઝાના ગામ તળાવમાં ડૂબી રહેલા એક યુવાનને ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા વાપરી સહીસલામત બહાર કાઢી નવું જીવન આપ્યું છે.ગણતરીની મિનિટોમાં રેસ્ક્યુ ઓપરેશનઊંઝા ફાયર ડિપાર્ટમેન્ટને એક ઈમરજન્સી કોલ મળ્યો હતો કે ગામ તળાવમાં એક વ્યક્તિ ડૂબી રહ્યો છે. કોલ મળતાની સાથે જ ફાયર ઓફિસર અને તેમની ટીમ કોઈપણ વિલંબ વગર ગણતરીની મિનિટોમાં સાધન-સામગ્રી સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.તળાવના ઉંડા પાણીમાં ડૂબી રહેલા યુવાનને બચાવવા માટે ફાયરના જવાનોએ તુરંત જ પાણીમાં ઝંપલાવ્યું હતું. ભારે જહેમત અને કુશળતાપૂર્વક હાથ ધરવામાં આવેલા રેસ્ક્યુ ઓપરેશનના અંતે યુવાનને જીવિત અવસ્થામાં બહાર કાઢવામાં સફળતા મળી હતી.બચાવી લેવાયેલ વ્યક્તિની ઓળખફાયર બ્રિગેડ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા વ્યક્તિની ઓળખ પટેલ પ્રકાશ કુમાર પરસોતમ ભાઈ (ઉંમર 47 વર્ષ) તરીકે થઈ છે. પાણીમાંથી બહાર કાઢ્યા બાદ તેઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સમયસર મદદ મળી જતાં તેમનો જીવ બચી ગયો હતો, જે બદલ તેમના પરિવારજનોએ ફાયર ટીમનો આભાર માન્યો હતો.આ પણ વાંચો: Himmatnagar: પોશીનામાં પોલીસની મોટી કાર્યવાહી, વેગનઆર કારમાંથી ગાંજો ઝડપાયો

Read Full Story arrow_forward
Surat News: પોલીસકર્મી સાથે બાખડનારા કારચાલકની ધરપકડ કરાઈ
calendar_today February 1, 2026

Surat News: પોલીસકર્મી સાથે બાખડનારા કારચાલકની ધરપકડ કરાઈ

સુરત શહેરના ઉધના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉધના સિલિકોન શોપર્સ પાસે નો-પાર્કિંગમાં પાર્ક કરેલી કાર ટોઇંગ કરવા મુદ્દે કાર માલિક સુનિલ મિસ્ત્રીએ ટ્રાફિક પોલીસ કર્મી સાથે અભદ્ર વર્તન કરી ઝપાઝપી કરી હતી. જોકે, આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ઉધના પોલીસે આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.શું હતી સમગ્ર ઘટના? ઘટનાની મળતી માહિતી અનુસાર, ઉધના સિલિકોન શોપર્સ નજીક કાર માલિક સુનિલ મિસ્ત્રીએ પોતાની કાર નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરી હતી. ટ્રાફિક પોલીસ જ્યારે નિયમ મુજબ આ ફોર-વ્હીલરને ટોઇંગ કરી રહી હતી, ત્યારે સુનિલ મિસ્ત્રીએ ત્યાં આવીને પોલીસ કર્મીઓ સાથે માથાકૂટ શરૂ કરી હતી. આરોપીએ માત્ર અભદ્ર ભાષાનો પ્રયોગ જ નહીં, પરંતુ પોલીસ સાથે ઝપાઝપી પણ કરી હતી. વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં સુનિલ મિસ્ત્રીની આ 'ગુંડાગર્દી' ત્યાં હાજર લોકોએ કેમેરામાં કેદ કરી લીધી હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કઈ રીતે આરોપી ફરજ પરના પોલીસકર્મી પર રોફ જમાવી રહ્યો છે. આ ઘટના બાદ ટ્રાફિક પોલીસ કર્મીએ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરજમાં રુકાવટનો ગુનો દાખલ પોલીસે સરકારી ફરજમાં રુકાવટ અને પોલીસ સાથે ગેરવર્તણૂક કરવા બદલ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપી સુનિલ મિસ્ત્રીની ધરપકડ કરી લીધી છે. સુરત પોલીસના આ કડક વલણે સાબિત કર્યું છે કે, કાયદો હાથમાં લેનાર ગમે તેટલો માતબર હોય, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પણ વાંચો - Surat: વસંત ગજેરા પર ઇન્કમટેક્સનો ગાળિયો બન્યો મજબૂત, કાગળ પર કેટલા રૂપિયા બતાવ્યા તેની તપાસ શરૂ

Read Full Story arrow_forward