android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadoadara: પાદરા રોડ પર રિક્ષા પલટી ખાતા મુસાફરો ફંગોળાયા, હૃદયદ્રાવક અકસ્માત CCTVમાં કેદ
calendar_today February 1, 2026

Vadoadara: પાદરા રોડ પર રિક્ષા પલટી ખાતા મુસાફરો ફંગોળાયા, હૃદયદ્રાવક અકસ્માત CCTVમાં કેદ

વડોદરા-પાદરા રોડ પર આવેલી બાંકો કંપનીના મુખ્ય ગેટ પાસે આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી એક ઓટો રિક્ષા અચાનક પલટી ખાઈ જતાં તેમાં સવાર મુસાફરો રસ્તા પર ફંગોળાયા હતા. આ સમગ્ર ઘટના કંપનીના ગેટ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેના દ્રશ્યો જોઈને કોઈ પણ કંપી ઉઠે તેમ છે.પૂરપાટ ઝડપે જતી રિક્ષા બની બેકાબૂપ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા-પાદરા રોડ પરથી પસાર થઈ રહેલી એક પેસેન્જર રિક્ષા પૂરપાટ ઝડપે જઈ રહી હતી. બાંકો કંપનીના મેઈન ગેટ પાસે ચાલકે રિક્ષા પરથી કાબૂ ગુમાવતા રિક્ષા પલટી મારી ગઈ હતી. રિક્ષા પલટી ખાતાની સાથે જ તેમાં સવાર ૩ થી ૪ મુસાફરો ઉછળીને સીધા રોડ પર પટકાયા હતા. સદનસીબે, પાછળથી કોઈ અન્ય ભારે વાહન ન આવતું હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.લોકોએ રિક્ષા સીધી કરી મુસાફરોને બચાવ્યાઅકસ્માત થતાં જ માનવતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. અકસ્માતનો અવાજ સાંભળી બાંકો કંપનીના કર્મચારીઓ અને આસપાસના સ્થાનિક લોકો તુરંત મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ એકઠા થઈને પલટી ખાઈ ગયેલી રિક્ષાને સીધી કરી હતી અને નીચે પટકાયેલા ઇજાગ્રસ્ત મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ પણ વાંચો: Unjha: મોતના મુખમાંથી યુવકને ખેંચી લાવ્યા ફાયરના જવાનો, તળાવમાં ડૂબતા 47 વર્ષીય પ્રૌઢ માટે ટીમ 'દેવદૂત' બની

Read Full Story arrow_forward
Union Budget 2026 : અંકલેશ્વરના ઉદ્યોગકારોએ બજેટને વધાવ્યું, ઉદ્યોગકારોમાં ખુશીની લહેર
calendar_today February 1, 2026

Union Budget 2026 : અંકલેશ્વરના ઉદ્યોગકારોએ બજેટને વધાવ્યું, ઉદ્યોગકારોમાં ખુશીની લહેર

કેન્દ્રીય બજેટ 2026ને એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરના ઉદ્યોગ જગતે ઉમળકાભેર આવકાર્યું છે. અંકલેશ્વર અને ભરૂચના ઉદ્યોગપતિઓના મતે, આ બજેટ ખાસ કરીને એમ.એસ.એમ.ઈ (MSME) ક્ષેત્રને સશક્ત બનાવનારું છે. ઉદ્યોગપતિ વાલમજી દેસાઈએ જણાવ્યું હતું કે, અમેરિકા સાથેના વૈશ્વિક ટ્રેડ વોર વચ્ચે આ બજેટ ભારતીય ઉદ્યોગો માટે 'બુસ્ટર ડોઝ' સાબિત થશે. ખાસ કરીને કેમિકલ અને ફાર્મા ઉદ્યોગો માટે બજેટની જોગવાઈઓ અત્યંત આશાવાદી છે, જે વૈશ્વિક બજારમાં ભારતની પકડ મજબૂત કરવામાં મદદરૂપ થશે.ઉદ્યોગો માટે આશાવાદી બજેટ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ મહેશ પટેલે આ બજેટને 'વર્ષ 2047ના વિઝન' સમાન ગણાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓમાં વધારો થવાને કારણે માલસામાનની હેરફેર ઝડપી અને સસ્તી બનશે, જેનો સીધો લાભ સ્થાનિક ઉત્પાદકોને મળશે. રાષ્ટ્ર વિકાસની ભાવના સાથે રજૂ કરાયેલ આ બજેટ દેશની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈએ લઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. એકંદરે, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો આ બજેટને આત્મનિર્ભર ભારત તરફનું એક મજબૂત કદમ માની રહ્યા છે. આ પણ વાંચો : Union Budget 2026 : બાંગ્લાદેશના કાપડ સામ્રાજ્યના પાયા હચમચાવી દેશે ભારતનો માસ્ટર પ્લાન

Read Full Story arrow_forward
Ahmedabad News: જેદ્દાહથી આવેલી 4 મહિલાઓ 1 કરોડ 52 લાખના સોના સાથે ઝડપાઈ
calendar_today February 1, 2026

Ahmedabad News: જેદ્દાહથી આવેલી 4 મહિલાઓ 1 કરોડ 52 લાખના સોના સાથે ઝડપાઈ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા મોટી કાર્યવાહી કરી લેવામાં આવી છે. જેદ્દાહથી આવેલી ચાર મહિલા મુસાફરો પાસેથી આશરે રૂપિયા 1 કરોડ 52 લાખની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ મહિલાઓ સોનાની ચેન અને બંગડીઓ સ્વરૂપે કિંમતી ધાતુની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહી હતી.દાણચોરીની નવી મોડસ ઓપરેન્ડી કસ્ટમ વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલી ચાર મહિલાઓ પાસેથી કુલ 945.57 ગ્રામ સોનું મળી આવ્યું છે. જેમાં સોનાની 7 ચેન અને 7 બંગડીઓનો સમાવેશ થાય છે. મહિલાઓએ આ સોનું શરીર પર ઘરેણાં તરીકે પહેરીને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એર ઈન્ટેલિજન્સ યુનિટની સતર્કતાને કારણે તેમનો આ પ્લાન નિષ્ફળ ગયો હતો. ટ્રાવેલ એજન્ટનું કનેક્શન ખુલ્યું પ્રાથમિક પૂછપરછમાં મહિલાઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ સોનું તેમને જેદ્દાહમાં એક ટ્રાવેલ એજન્ટ દ્વારા આપવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. એજન્ટ દ્વારા આ મહિલાઓનો ઉપયોગ 'કેરિયર' તરીકે કરવામાં આવ્યો હોવાની આશંકા છે. હાલ કસ્ટમ વિભાગ દ્વારા કસ્ટમ એક્ટ હેઠળ સોનું જપ્ત કરી આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે. આ પણ વાંચો - Ahmedabad : એસ્કોર્ટ સર્વિસ ચલાવતી વેબસાઇટ સામે ક્રાઇમ બ્રાન્ચની કડક કાર્યવાહી, વેબસાઈટ, સો. મીડિયા સહિત 120 એકમો વિરુધ ફરીયાદ

Read Full Story arrow_forward