android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Union Budget 2026 :  ઉદ્યોગો માટે જાહેર કરાયેલા પ્રોત્સાહનો રાજ્યના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બુસ્ટ અપ કરશે: CM ભૂપેન્દ્ર પટેલ
calendar_today February 1, 2026

Union Budget 2026 : ઉદ્યોગો માટે જાહેર કરાયેલા પ્રોત્સાહનો રાજ્યના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બુસ્ટ અપ કરશે: CM ભૂપેન્દ્ર પટેલ

આજે નાણામંત્રી નિર્મલા સિતારામન દ્વારા યુનિયન બજેટ 2026 રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ હંમેશા સામાન્ય લોકોને પ્રાધાન્ય આપ્યું છે. તેમના નેતૃત્વમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ આજે નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું આ બજેટ ત્રણ કર્તવ્યો પર ઝોંક આપતું બજેટ છે. ગુજરાતના મેન્યુફેક્ચરીંગ સેક્ટરને બૂસ્ટ અપ કરશે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ તથા દિવ્યાંગજનના પીલ્લર્સ મુજબ કામ થશે. આ ત્રણ કર્તવ્યોમાં સમાજના બધાં જ ક્ષેત્રોને અને દરેક વર્ગને “સૌના સાથ, સૌના વિકાસના” મંત્રથી આવરી લેવાનો ખૂબ જ સરાહનીય અભિગમ રાખવામાં આવ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કટીંગ એજ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર્સ જેવા ક્ષેત્રો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. એમ.એસ.એમ.ઇ. પર ભાર મૂકવામાં આવ્યો છે તેનાંથી લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને મોટો ફાયદો થશે. મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રોમાં ઉદ્યોગોને જે પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યાં છે તે પણ ગુજરાતના મેન્યુફેક્ચરીંગ સેક્ટરને બૂસ્ટ અપ કરશે. યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, પૂર્વ ભારતના દાનકુનીથી સુરત સુધીના ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરથી રાજ્યના વ્યાપાર-ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે ઝડપી લોજિસ્ટીક્સ સેવાઓ મળતી થશે. ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે.ત્રણ કેમિકલ પાર્ક્સની જાહેરાત તથા બાયોફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે 10 હજાર કરોડની જે જાહેરાત થઈ છે તેનો પણ લાભ ગુજરાતના આ ક્ષેત્રના ઉદ્યોગોને મળશે.ગુજરાત દેશમાં મ્યુનિસીપલ બોન્ડ ઇશ્યૂમાં અગ્રેસર રહ્યું છે.આ બજેટમાં મ્યુનિસીપલ બોન્ડ માટે જે પ્રોત્સાહન જાહેર થયાં છે તેનો લાભ ગુજરાતની મ્યુનિસીપાલીટીઝને પણ મળશે.  ટુરિસ્ટ પ્લેસીઝમાં સ્થાનિક રોજગારીની તકો વધશે 5 લાખથી વધુ વસ્તી વાળા ટીયર-ટુ અને ટીયર-થ્રી શહેરોને સિટી ઇકોનોમિક રિજીયોન બનાવવાની જાહેરાતથી રાજ્યના નાના શહેરોનો સુગ્રથિત વિકાસ વેગવંતો બનશે. જામનગરનાં ગ્લોબલ ટ્રેડીશનલ મેડિસીન સેન્ટરને અપગ્રેડ કરવાની જાહેરાતથી પરંપરાગત ઔષધિઓના સંશોધનનો વ્યાપ વિશ્વભરમાં થશે. લોથલ અને ધોળાવીરાનો દેશની 15 પુરાતત્વીય વિરાસત ક્લસ્ટર ટુરીઝમ ડેવલોપમેન્ટમાં સમાવેશ થયો છે તેનાંથી પ્રવાસન દ્વારા ગુજરાતમાં ‘વિરાસત ભી, વિકાસ ભી’નો અભિગમ સાકાર થશે.દેશમાં 20 આઇકોનિક પ્રવાસન સ્થળો માટે 10 હજાર ટુરીસ્ટ ગાઇડ તૈયાર કરવાની યોજનાથી ગુજરાતના આઇકોનિક ટુરિસ્ટ પ્લેસીઝમાં સ્થાનિક રોજગારીની તકો વધશે. વડાપ્રધાને હંમેશા કરદાતાઓનું સન્માન કર્યું છે કૃષિ, પશુપાલન-મત્સ્યોદ્યોગ, સ્વસહાય જૂથો, ગ્રામીણ અર્થતંત્ર, સૌના વિકાસને પ્રાધાન્ય અપાયું છે.વડાપ્રધાને હંમેશા કરદાતાઓનું સન્માન કર્યું છે અને તેમને દેશના વિકાસના ચાલક બળ ગણાવ્યાં છે.આ બજેટમાં પણ કરદાતાઓનાં સન્માનનો ખ્યાલ રાખીને પ્રામાણિકતાઅ વધે તે દિશામાં કરવેરા ભરવામાં રહેલી ક્ષતિને ગુનો નહીં પરંતુ ભૂલ ગણીને સજાના બદલે દંડની જોગવાઈ કરી છે. સમગ્રતયા આ બજેટ સર્વસમાવેશી, સર્વ સ્પર્શીય અને સામાન્યમાં સામાન્ય માનવી સહિત સૌના સર્વગ્રાહિ વિકાસ, કલ્યાણ તથા વિકસિત અને આત્મનિર્ભર ભારત માટેના તેમના યોગદાનને વધુ પ્રેરણા આપતું બજેટ છે.આ પણ વાંચોઃ Union Budget 2026 : આરોગ્ય ક્ષેત્રે 'માસ્ટરસ્ટ્રોક', કેન્સર-ડાયાબિટીસની દવાઓ સસ્તી અને 3 નવા AIIMS ની ભેટ

Read Full Story arrow_forward
Porbandar: દ્વારકા હાઇવે પર કાર પલટી, મુસાફરોનો ચમત્કારિક બચાવ
calendar_today February 1, 2026

Porbandar: દ્વારકા હાઇવે પર કાર પલટી, મુસાફરોનો ચમત્કારિક બચાવ

યાત્રાધામ દ્વારકા અને પોરબંદરને જોડતા નેશનલ હાઇવે પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કાર અચાનક પલટી મારી જતાં ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, આ ભીષણ અકસ્માતમાં કારના કુરચેકુરચા બોલી ગયા હોવા છતાં, સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માતમળતી પ્રાથમિક માહિતી મુજબ, કાર ચાલક પૂરપાટ ઝડપે વાહન હંકારી રહ્યો હતો. હાઇવે પર અચાનક કોઈ કારણસર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેને કારણે કાર રોડ પર જ ગોથા ખાઈને પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારને ભારે નુકસાન થયું હતું. અકસ્માત થતાં જ હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો થંભી ગયા હતા અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.સ્થાનિકોની સમયસૂચકતા અને પોલીસની કામગીરીઅકસ્માત જોઈને આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. કારમાં ફસાયેલા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ હાઇવે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ પોલીસે ક્રેન મારફતે કારને સાઈડમાં ખસેડીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.આ પણ વાંચો: Aravalli: ડુંડવાળાની સીમમાં સગીરનો શંકાસ્પદ હાલતમાં લટકતો મૃતદેહ મળ્યો, હોબાળો મચાવતા મામલો ગરમાયો

Read Full Story arrow_forward
Jamnagar: LCB પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો, 2.54 લાખના મુદ્દામાલ સાથે રીઢો તસ્કર ઝડપાયો
calendar_today February 1, 2026

Jamnagar: LCB પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો, 2.54 લાખના મુદ્દામાલ સાથે રીઢો તસ્કર ઝડપાયો

શહેરના કામદાર કોલોની વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે 20 વર્ષીય શખ્સને ઝડપી પાડી, તેની પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ અને બાઇક સહિત કુલ ₹2,54,160 નો મુદ્દામાલ રિકવર કર્યો છે.બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુંથોડા સમય પૂર્વે જામનગરની કામદાર કોલોની શેરી નંબર-૩ માં રહેતા હીરેનભાઈ કૌશિકભાઈ સોનીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો મકાનના તાળા તોડી અંદરથી સોના-ચાંદીના કિંમતી ઘરેણાં અને રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા LCB ની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.બાતમીના આધારે ઓપરેશનLCB સ્ટાફના સભ્યો ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર, ઘનશ્યામભાઈ ડેરવાળીયા અને મયુદ્દીનભાઈ સૈયદ પેટ્રોલિંગમાં હતા, ત્યારે તેઓને સચોટ હકીકત મળી હતી કે આ ચોરીમાં 'ખાનભાઈ' નામનો શખ્સ સંડોવાયેલ છે. બાતમી મુજબ, આરોપી દિગ્જામ સર્કલ પાસે ઓવરબ્રિજ નીચે ચોરીના મુદ્દામાલ સાથે ઉભો હતો. પોલીસે વોચ ગોઠવીને ત્યાંથી સુનીલ ઉર્ફે ખાનભાઈ રાજુભાઈ પરમાર (ઉં. ૨૦) ને દબોચી લીધો હતો.આ પણ વાંચો:Porbandar: દ્વારકા હાઇવે પર કાર પલટી, મુસાફરોનો ચમત્કારિક બચાવ

Read Full Story arrow_forward