android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himmatnagar: પોશીનામાં પોલીસની મોટી કાર્યવાહી, વેગનઆર કારમાંથી ગાંજો ઝડપાયો
calendar_today February 1, 2026

Himmatnagar: પોશીનામાં પોલીસની મોટી કાર્યવાહી, વેગનઆર કારમાંથી ગાંજો ઝડપાયો

સાબરકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા પોશીનામાં નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. પોશીના પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક વેગનઆર કારને આંતરી તેમાંથી 3.112 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે વલસાડી ગામના એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વાહન ચેકિંગમાં ઝડપાયો નશીલો પદાર્થમળતી વિગત મુજબ, પોશીના પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશનની નજીક જ ચુસ્ત વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં નીકળેલી એક વેગનઆર કારને રોકવામાં આવી હતી. પોલીસે જ્યારે કારની તલાશી લીધી ત્યારે તેમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે આ મામલે કાર ચાલક (રહે. વલસાડી) ની સ્થળ પર જ ધરપકડ કરી લીધી છે. આરોપી વિરુદ્ધ NDPS એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો: Jamnagar: LCB પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો, 2.54 લાખના મુદ્દામાલ સાથે રીઢો તસ્કર ઝડપાયો 

Read Full Story arrow_forward
Budget 2026 Live Updates : બાંગ્લાદેશની સસ્તી કાપડ ઇન્ડસ્ટ્રીઝ પર ભારતની સર્જિકલ સ્ટ્રાઈક, બજેટમાં કરાયેલી જાહેરાતોની મોટી અસર થશે
calendar_today February 1, 2026

Budget 2026 Live Updates : બાંગ્લાદેશની સસ્તી કાપડ ઇન્ડસ્ટ્રીઝ પર ભારતની સર્જિકલ સ્ટ્રાઈક, બજેટમાં કરાયેલી જાહેરાતોની મોટી અસર થશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 01 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Union Budget 2026 : PMO-રાજ્યપાલથી લઈને અન્ય VVIP લોકો પર કેટલો કરાશે ખર્ચ, બજેટમાં કેટલી ફાળવવામાં આવી?
calendar_today February 1, 2026

Union Budget 2026 : PMO-રાજ્યપાલથી લઈને અન્ય VVIP લોકો પર કેટલો કરાશે ખર્ચ, બજેટમાં કેટલી ફાળવવામાં આવી?

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે 1 જાન્યુઆરી, 2026એ તેમનું નવમું બજેટ રજૂ કર્યું છે. બજેટ રજૂ થયા બાદ તરત જ શેરબજારમાં મોટો કડાકો આવ્યો છે. જેના કારણે રોકાણકારોના 10 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. વધુમાં, સરકારે મંત્રીઓના પગાર, રાજકીય મહેમાનો અને ભૂતપૂર્વ રાજ્યપાલો પર પૈસા ખર્ચ કરવા મોટું બજેટ ફાળવ્યું છે.NSC જેવા મહત્વપૂર્ણ કાર્યાલયો માટે પણ અલગથી રકમ નક્કી કરવામાં આવી કેન્દ્રીય બજેટ 2026-27માં મંત્રીઓના પગાર, રાજકીય મહેમાનો અને ભૂતપૂર્વ રાજ્યપાલોના મનોરંજન જેવા ખાસ ખર્ચ માટે રૂપિયા 1,102 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ રકમ ગયા વર્ષના રૂપિયા 978.20 કરોડના સુધારેલા અંદાજ કરતાં વધુ છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણના આ બજેટમાં કેબિનેટ સચિવાલય, પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (NSC) જેવા મહત્વપૂર્ણ કાર્યાલયો માટે પણ અલગથી રકમ નક્કી કરવામાં આવી છે. મંત્રીઓ, પીએમઓ અને સુરક્ષા પર કેટલો ખર્ચ કરાશે? મંત્રી પરિષદના ખર્ચ માટે રૂપિયા 620 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમ કે કેબિનેટ મંત્રીઓ, રાજ્યમંત્રીઓ અને ભૂતપૂર્વ વડાપ્રધાનોના પગાર, ભથ્થાં અને મુસાફરી. આમાં VVIPs માટે ખાસ એક્સ્ટ્રા-સેશન ફ્લાઈટ ઓપરેશનનો ખર્ચ પણ શામેલ છે. પ્રધાનમંત્રી કાર્યાલયના વહીવટી ખર્ચ માટે રૂપિયા 73.52 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને તેના અવકાશ કાર્યક્રમના વહીવટી ખર્ચ માટે રૂપિયા 256.19 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલય અને રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશનના ખર્ચ માટે રૂપિયા 65 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અન્ય રાજકીય કાર્યક્રમો માટે 5.76 કરોડ રૂપિયાની જોગવાઈ હોસ્પિટાલિટી અને એન્ટરટેઈનમેન્ટ હેઠળ વિદેશી રાજ્ય મહેમાનોના મનોરંજન, રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સ્વાગત સમારોહ અને અન્ય રાજકીય કાર્યક્રમો માટે 5.76 કરોડ રૂપિયાની જોગવાઈ છે. કેબિનેટ સચિવાલય અને નેશનલ ઓથોરિટી ફોર ધ કન્વેન્શન ઓન કેમિકલ વેપન્સ (NACWC)ના વહીવટી ખર્ચ માટે રૂપિયા 80 કરોડ ફાળવવામાં આવ્યા છે. ભૂતપૂર્વ રાજ્યપાલોને સચિવીય સહાય માટે રૂપિયા 1.53 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ પણ વાંચો : Union Budget 2026: ઈન્ટીગ્રેટેડ ઈસ્ટ કોસ્ટ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરનો વિસ્તાર કરાશે, પૂર્વોદય રાજ્યો માટે કરાઈ મોટી જાહેરાતો

Read Full Story arrow_forward