IAFના પૂર્વીય કમાન્ડને મળ્યા નવા વડા, એર માર્શલ ઈન્દ્રપાલસિંહ વાલિયાએ સંભાળ્યો કાર્યભાર
એર માર્શલ ઈન્દ્રપાલસિંહ વાલિયાએ રવિવાર (1 ફેબ્રુઆરી, 2026)ના રોજ શિલોંગ સ્થિત ભારતીય વાયુસેનાના પૂર્વીય વાયુ કમાન્ડ (EAC)ના એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ (AOC-ઇન-સી) તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેઓ 31 જાન્યુઆરી, 2026ના રોજ નિવૃત્ત થયેલા એર માર્શલ સુરત સિંહનું સ્થાન લીધું છે.તમામ પ્રકારના ફાઈટર પ્લેન ઉડાવવામાં નિષ્ણાંત છે વાલિયા વાલિયા રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમને 11 જૂન, 1988ના રોજ ભારતીય વાયુસેનાના ફાઈટર સ્ટ્રીમમાં કમિશન આપવામાં આવ્યું હતું. વાલિયા એક પ્રતિષ્ઠિત ફાઈટર પાઈલટ છે. મળતી માહિતી મુજબ ઈન્દરપાલસિંહ વાલિયા મિગ-21, મિગ-23, મિગ-27, જગુઆર અને સુ-30 એમકેઆઈના તમામ પ્રકારો ઉડાડવામાં નિષ્ણાંત છે. તેમની પાસે 3,200 કલાકથી વધુનો અકસ્માત-મુક્ત ઉડાનનો અનુભવ છે. 3 દાયકાથી વધુની કારકિર્દીમાં વાલિયાએ વિવિધ કમાન્ડ અને સ્ટાફ હોદ્દાઓ સંભાળ્યા છે. તેમણે મિગ-27 સ્ક્વોડ્રન, ટેક્ટિક્સ એન્ડ એર કોમ્બેટ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (TACDE)ને કમાન્ડ કર્યું છે અને ફ્રન્ટલાઈન એર ઓફિસર કમાન્ડિંગ રહ્યા છે. વાલિયા ફાઈટર સ્ટ્રાઈક લીડર, ઈન્સ્ટ્રુમેન્ટ રેટિંગ ઈન્સ્ટ્રક્ટર અને એક્ઝામિનર (IRIE) છે, અને યુકેમાં એડવાન્સ્ડ કમાન્ડ એન્ડ સ્ટાફ કોર્સ અને બાંગ્લાદેશની નેશનલ ડિફેન્સ કોલેજમાં તાલીમ લીધી છે. વાલિયાએ જાપાન અને દક્ષિણ કોરિયાના દૂતાવાસોમાં પણ સેવા આપી ઈન્દરપાલસિંહ વાલિયાએ જાપાન અને દક્ષિણ કોરિયાના દૂતાવાસોમાં પણ સેવા આપી છે. તેમણે એર કોમોડોર, ડિરેક્ટોરેટ ઓફ એર સ્ટાફ ઈન્સ્પેક્શન (DASI), એર હેડક્વાર્ટરમાં આસિસ્ટન્ટ ચીફ ઓફ એર સ્ટાફ (ટ્રેનિંગ) અને હેડક્વાર્ટર WAC ખાતે એર ડિફેન્સ કમાન્ડર જેવા હોદ્દા સંભાળ્યા છે. AOC-in-C, EACનું પદ સંભાળતા પહેલા, વાલિયા હેડક્વાર્ટર EAC ખાતે સિનિયર એર સ્ટાફ ઓફિસર હતા. એર માર્શલ ઈન્દ્રપાલ વાલિયાએ એર માર્શલ સુરત સિંહનું સ્થાન લીધું તેમની વિશિષ્ટ સેવાઓના સન્માનમાં તેમને 2008માં વાયુ સેના મેડલ (VM) અને 2018માં અતિ વિશિષ્ટ સેના મેડલ (AVSM) એનાયત કરવામાં આવ્યો હતો. એર માર્શલ ઈન્દ્રપાલ વાલિયાએ એર માર્શલ સુરત સિંહનું સ્થાન લીધું છે, જેઓ 39 વર્ષની રાષ્ટ્ર પ્રત્યેની વિશિષ્ટ અને સમર્પિત સેવા પછી 31 જાન્યુઆરી 2026ના રોજ નિવૃત્ત થયા હતા. પૂર્વીય વાયુ કમાન્ડ ઉત્તરપૂર્વ ભારતમાં હવાઈ સંરક્ષણનું નિરીક્ષણ કરે છે, જેનો કાર્યકારી ક્ષેત્ર 11 રાજ્યોમાં ફેલાયેલો છે.આ પણ વાંચો : Maharashtra : DyCM સુનેત્રા પવારને કયા વિભાગોની મળી કમાન? વાંચો આ અહેવાલ
Read Full Story arrow_forward