android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Union Budget 2026: કૃષિ ક્ષેત્ર માટે ફાળવવામાં આવ્યા 1,62,671 કરોડ
calendar_today February 1, 2026

Union Budget 2026: કૃષિ ક્ષેત્ર માટે ફાળવવામાં આવ્યા 1,62,671 કરોડ

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં રવિવારના રોજ રજૂ કર્યું છે. કેન્દ્રીય બજેટ 2026-27 માં કૃષિ ક્ષેત્ર માટે 1,62,671 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જે ગત વર્ષ કરતા 7 ટકા વધુ છે. આ બજેટમાં ખેતીને આધુનિક બનાવવા અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે હાઈ-વેલ્યુ પાકો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર મોટો દાવ ખેલવામાં આવ્યો છે.ચંદન, કાજુ અને નાળિયેર પર વિશેષ ભાર સરકારે પરંપરાગત ખેતીની સાથે કિંમતી પાકોને પ્રોત્સાહન આપવા માટે 'નાળિયેર પ્રોત્સાહન યોજના' જાહેર કરી છે. આ ઉપરાંત, ભારતીય કાજુ અને કોકોને 2030 સુધીમાં ગ્લોબલ બ્રાન્ડ બનાવવા અને ચંદનની ખેતી દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે રાજ્યો સાથે ભાગીદારી કરવામાં આવશે. પહાડી વિસ્તારોમાં અખરોટ અને બદામના ઉત્પાદન માટે પણ ખાસ જોગવાઈ કરાઈ છે. 'ભારત વિસ્તાર' AI ટૂલ: ખેડૂતોનો નવો મિત્ર નાણામંત્રીએ 'ભારત વિસ્તાર' (Bharat Vistaar) નામનું બહુભાષી AI પ્લેટફોર્મ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ટૂલ સ્થાનિક બોલીમાં ખેડૂતોને હવામાન, જમીનનું સ્વાસ્થ્ય અને પાકના રોગો વિશે રીઅલ-ટાઇમ સલાહ આપશે. તે ICAR ના વૈજ્ઞાનિક ડેટાને સીધો ખેડૂતોના મોબાઈલ સુધી પહોંચાડશે. મહિલા ખેડૂતો અને કિસાન ક્રેડિટ કાર્ડ વર્ષ 2026 ને 'ઇન્ટરનેશનલ યર ઓફ વુમન ફાર્મર' તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેથી મહિલા ખેડૂતોને સરળતાથી લોન મળે તે માટે વિશેષ પ્રોત્સાહન અપાશે. કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) ની મર્યાદા રૂપિયા 3 લાખથી વધારીને રૂપિયા 5 લાખ કરવાનો પણ પ્રસ્તાવ છે. આ પણ વાંચો - Budget 2026 Live Updates : બજેટમાં નાના શહેરો પર વધુ ધ્યાન આપવામાં આવ્યું: PM

Read Full Story arrow_forward
Budget 2026 Live Updates : બજેટમાં નાના શહેરો પર વધુ ધ્યાન આપવામાં આવ્યું: PM
calendar_today February 1, 2026

Budget 2026 Live Updates : બજેટમાં નાના શહેરો પર વધુ ધ્યાન આપવામાં આવ્યું: PM

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 01 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Union Budget 2026: મિડલ ક્લાસની આશાઓ પર ફરી વળ્યું પાણી,આ 5 મોટી અપેક્ષાઓ જે અધૂરી રહી ગઈ!
calendar_today February 1, 2026

Union Budget 2026: મિડલ ક્લાસની આશાઓ પર ફરી વળ્યું પાણી,આ 5 મોટી અપેક્ષાઓ જે અધૂરી રહી ગઈ!

નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2026-27નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. 53 લાખ કરોડ રૂપિયાના તોતિંગ કદ ધરાવતા આ બજેટમાં રેલવે કોરિડોર અને સસ્તી દવાઓ જેવી જાહેરાતો ચોક્કસ થઈ છે, પરંતુ મધ્યમ વર્ગ અને ખેડૂતો જે આશા રાખીને બેઠા હતા, તેમાં મોટો નિરાશાનો સુર જોવા મળ્યો છે. ખાસ કરીને 5 મુખ્ય મોરચે જનતાની અપેક્ષાઓ તૂટી છે: 1. ઇન્કમ ટેક્સ: સ્લેબમાં કોઈ ફેરફાર નહીં ટેક્સપેયર્સને આશા હતી કે નવી ટેક્સ વ્યવસ્થા (New Tax Regime) હેઠળ જે 12 લાખ સુધીની આવક પર શૂન્ય ટેક્સની મર્યાદા છે, તેને વધારીને 14 લાખ કરવામાં આવશે. પરંતુ સરકારે સ્લેબમાં કોઈ ફેરફાર ન કરીને મધ્યમ વર્ગને નિરાશ કર્યો છે. 2. રોકાણ પર છૂટ: સેક્શન 80C જેવી રાહતનો અભાવ નવા ટેક્સ રજીમ તરફ લોકોને આકર્ષવા માટે એવી અપેક્ષા હતી કે PPF, NPS અને ELSS જેવા રોકાણો પર વધારાની ટેક્સ છૂટ મળશે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું કે આ છૂટ માત્ર જૂની ટેક્સ વ્યવસ્થામાં જ મર્યાદિત રહેશે, જેનાથી બચત કરનારા વર્ગને કોઈ નવો ફાયદો મળ્યો નથી. 3. ખેડૂતો: પીએમ કિસાન નિધિમાં વધારો નહીં ખેતી ક્ષેત્ર માટે અપેક્ષા હતી કે પીએમ કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક 6000 થી વધારીને 12000 કરવામાં આવશે. સાથે જ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કાયદેસરની ગેરંટી કે મોટી જાહેરાતની આશા હતી, જે આ બજેટમાં જોવા મળી નથી. 4. સિનિયર સિટીઝન: રેલવે કન્સેશન પર મૌન વરિષ્ઠ નાગરિકો લાંબા સમયથી રેલવે ટિકિટમાં મળતી જૂની છૂટછાટો પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા હતા. બજેટમાં નવા રેલ કોરિડોર તો મળ્યા, પરંતુ વૃદ્ધો માટે ભાડામાં રાહત કે TDS કપાતમાં કોઈ મોટી સુવિધા જાહેર કરવામાં આવી નથી. 5. શેરબજાર: રોકાણકારોને બેવડો ફટકો શેરબજારના રોકાણકારો માટે આ બજેટ નુકસાનકારક સાબિત થયું છે. LTCG અને STCG ટેક્સમાં ઘટાડાની આશા સામે F&O ટ્રેડિંગ પર ટેક્સ (STT) વધારી દેવામાં આવ્યો છે. આ પગલાથી ટ્રેડિંગ મોંઘું બન્યું છે અને શેરબજારમાં પણ તેની નકારાત્મક અસર જોવા મળી છે. આ પણ વાંચોઃ Budgetનો ટેક્સ ઝટકો, STT વધતા જ શેરબજારમાં ભૂકંપ, જાણો શું છે STT અને તમારી પર શું થશે અસર?

Read Full Story arrow_forward