android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Union Budget 2026 : સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં દિવાળી જેવો માહોલ, હાઈ-સ્પીડ મશીનો અને યુનિવર્સિટીની ભેટ
calendar_today February 1, 2026

Union Budget 2026 : સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં દિવાળી જેવો માહોલ, હાઈ-સ્પીડ મશીનો અને યુનિવર્સિટીની ભેટ

કેન્દ્રીય બજેટ 2026-27 સુરતના ટેક્સટાઇલ જગત માટે આશાનું નવું કિરણ લઈને આવ્યું છે. વર્ષોથી ચાલી આવતી માંગણીઓને સંતોષતા કેન્દ્ર સરકારે જૂની ટેક્સટાઇલ સ્કીમો જેવી કે યાર્ન બેન્ક સ્કીમ અને ગ્રુપ વર્કશેડ સ્કીમ માટેના બજેટમાં ધરખમ વધારો કર્યો છે. અગાઉ આ યોજનાઓ માટે માત્ર રૂ. 20 કરોડની જોગવાઈ હતી, જે હવે વધારીને રૂ. 50 કરોડ કરવામાં આવી છે. આ ફંડમાં થયેલા વધારાને કારણે સુરતના ઉદ્યોગકારો હવે વિદેશથી અત્યાધુનિક હાઈ-સ્પીડ મશીનો લાવી શકશે, જે ઉત્પાદન ક્ષમતા અને ગુણવત્તા બંનેમાં વધારો કરશે.કાપડ ઉદ્યોગની જીત બીજી તરફ, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે મજબૂત કરવા માટે સરકારે વિશેષ ટેક્સટાઇલ યુનિવર્સિટીની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. આ યુનિવર્સિટી સુરતના યુવાનોને ટેક્સટાઇલ એન્જિનિયરિંગ અને ડિઝાઇનિંગના ક્ષેત્રમાં વૈશ્વિક કક્ષાનું શિક્ષણ પૂરું પાડશે. ઉદ્યોગકારોનું માનવું છે કે આ બજેટથી સુરતનું કાપડ બજાર આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા માટે વધુ સજ્જ બનશે. હાઈ-સ્પીડ ટેકનોલોજી અને કુશળ માનવબળના સમન્વયથી સુરત ફરી એકવાર 'સિલ્ક સિટી' તરીકે વિશ્વફલક પર ચમકશે. આ પણ વાંચો : Union Budget 2026 : IIT મુંબઈના સહયોગથી સ્કૂલો બનશે સ્માર્ટ, 15,000 શાળાઓમાં ખુલશે કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ

Read Full Story arrow_forward
Budget 2026 Live Updates : બજેટમાં નાના શહેરો પર વધુ ધ્યાન આપવામાં આવ્યું : PM
calendar_today February 1, 2026

Budget 2026 Live Updates : બજેટમાં નાના શહેરો પર વધુ ધ્યાન આપવામાં આવ્યું : PM

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 01 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Budget 2026 : આ બજેટ ઐતિહાસિક, નિર્મલા સિતારમણે રેકોર્ડ રચ્યો : PM મોદી
calendar_today February 1, 2026

Budget 2026 : આ બજેટ ઐતિહાસિક, નિર્મલા સિતારમણે રેકોર્ડ રચ્યો : PM મોદી

આજે બજેટ રજૂ કરાયા બાદ PM મોદીએ બજેટને ઐતિહાસિક ગણાવ્યુ. આ બજેટ ઐતિહાસીક છે, અપાર તકોનો રસ્તો છે. બજેટ વર્તમાનના સપનાઓને સાકાર કરશે. આ યુવા શક્તિ બજેટ છે અને જેમા યુવા વિચાર અને સપનાઓ છે. ભારતને વિશ્વનું ડેટા સેન્ટર બનાવીશું, બજેટમાં નાગરિક સામર્થ્ય વધારવા પર જોર અપાયું. આત્મનિર્ભર ભારતની ગતિ વધશે. મોંઘવારીને કન્ટ્રોલ કરવા ઉપર ખાસ ફોકસ . બજેટમાં નાના શહેરો પર વધુ ધ્યાન અપાયું બજેટમાં મહિલા સશક્તિકરણની ઝલક જોવા મળી.   મોંધવારીને નાથવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ બજેટ અપાર અવસરોનો રાજમાર્ગ છે. આ બજેટ 2047ના વિકસિત ભારત તરફ ઊંચી ઉડાનનો મજબૂત આધાર છે. PM મોદી‘આ બજેટથી રિફોર્મ એક્સપ્રેસને નવી ગતિ મળશે’ : PM મોદી “આજે ભારત જે રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છે, આ બજેટથી તેને નવી ઊર્જા અને નવી ગતિ મળશે. ભારત માત્ર સૌથી ઝડપી ગતિએ વધતી અર્થવ્યવસ્થા બનીને સંતોષ માનતું નથી. ભારત શક્ય તેટલું વહેલું વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માંગે છે.”

Read Full Story arrow_forward