android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat : જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીનો રિવોલ્વર વડે ગોળી મારી આપધાતનો પ્રયાસ
calendar_today February 1, 2026

Surat : જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીનો રિવોલ્વર વડે ગોળી મારી આપધાતનો પ્રયાસ

સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી દ્વારા આપધાતનો પ્રયાસ કરાતા ખળભળાટ મચી ગયો છે. રિવોલ્વર વડે ગોળી મારી આપધાત કરવાનો પ્રયાસ કર્યો મળેલી માહિતી પ્રમાણે તુષાર ઘેલાણીએ આજે સિટીલાઇટ વિસ્તારમાં પોતાના ઘરમાં રિવોલ્વર વડે ગોળી મારી આપધાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તત્કાળ સારવાર માટે ખસેડાયા બનાવ બાદ તેમને તત્કાળ સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. વધુ માહિતી મેળવાઇ રહી છે.

Read Full Story arrow_forward
Budget 2026 Live Updates : કેબિનેટ બેઠકમાં બજેટને મંજૂરી અપાશે, પીએમ મોદી સંસદ પહોંચ્યા
calendar_today February 1, 2026

Budget 2026 Live Updates : કેબિનેટ બેઠકમાં બજેટને મંજૂરી અપાશે, પીએમ મોદી સંસદ પહોંચ્યા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 01 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad News : સાવધાન! તમારા થાળીમાં પીરસાતું પનીર અસલી છે કે ઝેર? ગુજરાતમાં 23% નમૂના ફેલ
calendar_today February 1, 2026

Ahmedabad News : સાવધાન! તમારા થાળીમાં પીરસાતું પનીર અસલી છે કે ઝેર? ગુજરાતમાં 23% નમૂના ફેલ

તાજેતરના આંકડાઓએ ગુજરાતમાં ખાદ્ય સુરક્ષા અંગે લાલબત્તી ધરી છે. વર્ષ 2024-25 દરમિયાન લેવામાં આવેલા નમૂનાઓના વિશ્લેષણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે રાજ્યમાં વેચાતું આશરે 23% પનીર અને દૂધની બનાવટો ભેળસેળયુક્ત છે. કેન્દ્ર સરકારના રિપોર્ટ અનુસાર, ગુજરાતના કુલ 4,650 થી વધુ ખાદ્ય પદાર્થોના નમૂના ગુણવત્તાના ધોરણોમાં નિષ્ફળ રહ્યા છે. ખાસ કરીને પનીરમાં કુદરતી ફેટના બદલે સ્ટાર્ચ, સુક્રોઝ, પામ ઓઇલ અને સોયા ઓઇલ જેવી સસ્તી અને હાનિકારક વસ્તુઓની ભેળસેળ કરવામાં આવી રહી છે, જે સામાન્ય ગ્રાહકો માટે ગંભીર ચિંતાનો વિષય છે.પનીર કૌભાંડ આ નકલી પનીર માત્ર ખિસ્સા પર જ નહીં, પણ સ્વાસ્થ્ય પર પણ સીધો હુમલો કરી રહ્યું છે. એક વર્ષમાં તપાસાયેલા 628 નમૂનાઓમાંથી 140 જેટલા નમૂનાઓ ખાવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. નિષ્ણાતોના મતે, પનીરમાં વપરાતું પામ ઓઇલ અને સ્ટાર્ચ લાંબા ગાળે હાઈ કોલેસ્ટ્રોલ અને કેન્સર જેવા જીવલેણ રોગોનું જોખમ વધારે છે. શુદ્ધ પનીરના નામે વેચાતું આ 'ઝેર' હૃદયની ધમનીઓમાં અવરોધ પેદા કરી શકે છે. તહેવારો અને પ્રસંગોમાં વધતી માંગનો ફાયદો ઉઠાવી ભેળસેળિયાઓ લોકોના જીવન સાથે રમત રમી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા કડક કાર્યવાહીની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે. આ પણ વાંચો : Vadodara News : શિનોરમાં વકીલ પરિવાર પર હુમલો કરનાર 3 શખ્સોની ધરપકડ, 2 હજુ પણ ફરાર

Read Full Story arrow_forward