android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Baramati Plane Crash News: પ્લેન ક્રેશની ઘટના માત્ર અકસ્માત છે, કોઇ ષડયંત્ર નથીઃ Sharad Pawar
calendar_today January 28, 2026

Baramati Plane Crash News: પ્લેન ક્રેશની ઘટના માત્ર અકસ્માત છે, કોઇ ષડયંત્ર નથીઃ Sharad Pawar

અજિત પવારના નિધનથી રાજ્યને મોટું નુકસાન થયુ હોવાનું શરદ પવારે કહ્યુ હતુ. શરદ પવારે આપી શ્રદ્ધાંજલિ એનસીપી અધ્યક્ષ શરદ પવારે એનસીપી નેતા અને મહારાષ્ટ્રના નાયબ સીએમ અજિત પવારના નિધન મામલે પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યુ હતુ કે, અજિત પવારનું સ્થાન કોઇ લઇ શકશે નહી. તેમની ભરપાઇ કરવી અશક્ય છે. મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા. અકસ્માતની જાણ થતાં અજિત પવારનો પરિવાર બારામતી પહોંચ્યો હતો. વેપારી સમુદાયમાં શોકની લહેર અજિત પવારના અવસાનથી વેપારી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. તેમના અચાનક અવસાનને કારણે, પુણેના તમામ વેપારીઓ બંધ રહેશે. આ નિર્ણય પુણે વેપારી સંગઠન દ્વારા લેવામાં આવ્યો છે. અજિત પવારના મૃતદેહને તેમના કાટેવાડી નિવાસસ્થાને જાહેર દર્શન માટે રાખવામાં આવશે. અંતિમ સંસ્કાર સવારે 11 કલાકે કરવામાં આવશે. પવાર પરિવાર પર શોકનો પહાડ તૂટી પડ્યો છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાનથી પરિવારને ભારે આઘાત લાગ્યો છે. આઘાતમાં છે પવાર પરિવાર શરદ પવાર જૂથના સાંસદ સુપ્રિયા સુલે અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની સુનેત્રા પવાર બારામતીમાં પરિવારના સભ્યોને મળતા ભાવુક થઈ ગયા હતા. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાનના સમાચાર મળતાં જ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને રાજ્યપાલ દેવબ્રત આચાર્ય તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા અને તેમની પત્ની સુનેત્રા પવારને મળ્યા હતા. પરંતુ ત્યાં તેમણે જે જોયું તેનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે. આ પણ વાંચોઃ Baramati Plane Crash News: વિમાન દુર્ઘટનાના થોડા સમય પહેલા શામ્ભવીએ દાદી સાથે કરી હતી વાત, અને પછી આવી મોતની ખબર.... 

Read Full Story arrow_forward
Operation Sindoor Real Story: અમેરિકન કોંગ્રેસે 'ઓપરેશન સિંદૂર' અંગેના ડોનાલ્ડ ટ્રમ્પના દાવાની ખોલી પોલ, જાણો શું છે મામલો?
calendar_today January 28, 2026

Operation Sindoor Real Story: અમેરિકન કોંગ્રેસે 'ઓપરેશન સિંદૂર' અંગેના ડોનાલ્ડ ટ્રમ્પના દાવાની ખોલી પોલ, જાણો શું છે મામલો?

મુલાકાત દરમિયાન માર્ર વોર્નરે જણાવ્યું હતું કે, વર્તમાન માહિતી એ ધારણાને સમર્થન આપતી નથી કે વોશિંગ્ટને એકલા તણાવનું નિરાકરણ કર્યું છે. 'અમેરિકાની ભૂમિકા અતિશયોક્તિપૂર્ણ' યુએસ સેનેટર અને સેનેટ ઇન્ટેલિજન્સ કમિટીના ચેરમેન માર્ક વોર્નરે મે મહિનામાં 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારત અને પાકિસ્તાનને યુદ્ધમાં જતા અટકાવવાના ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓનો પર્દાફાશ કર્યો છે. વોર્નરે જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવને ઓછો કરવામાં અમેરિકાની ભૂમિકા અતિશયોક્તિપૂર્ણ છે. બંને દેશોએ પોતાના દમ પર આ મુદ્દો ઉકેલ્યો હતો. ટ્રમ્પની સીધી દખલગીરીના દાવા ફગાવાયા માર્ક વોર્નરે સ્વીકાર્યું હતુ કે, અમેરિકાએ સહાયક ભૂમિકા ભજવવાનો પ્રયાસ કર્યો હશે. પરંતુ તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સીધી દખલગીરીના દાવાઓને ફગાવી દીધા. જ્યારે પૂછવામાં આવ્યું કે શું આ મુકાબલો બે પરમાણુ સશસ્ત્ર દેશોને મોટી આપત્તિની નજીક લાવ્યો છે. ત્યારે વોર્નરે કહ્યું કે, પરિસ્થિતિ ગંભીર છે પણ નવી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલા પણ આવા અનેક તણાવ રહ્યા છે. માર્ક વોર્નરે વ્યક્ત કરી ચિંતા ઇરાન પર યુએસ હુમલાનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે, યુએસ લશ્કરી લડાકુ વિમાનોએ ખૂબ સારું કામ કર્યું, પરંતુ તેઓએ ઇરાનની પરમાણુ ક્ષમતાને સંપૂર્ણપણે નાશ કરી નથી. તેહરાન થોડા મહિનામાં તેને ફરીથી બનાવી શકે છે. માર્ક વોર્નરે ચિંતા પણ વ્યક્ત કરી કે અમેરિકાની ભૂમિકાને અતિશયોક્તિ કરવાથી સાથી દેશો સાથેનો વિશ્વાસ ઓછો થઈ શકે છે. અન્ય વિદેશી બાબતોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ટ્રમ્પ ઘણીવાર પરિણામોને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરે છે. આ પણ વાંચોઃ Baramati Plane Crash News: પ્લેન ક્રેશની ઘટના માત્ર અકસ્માત છે, કોઇ ષડયંત્ર નથીઃ Sharad Pawar

Read Full Story arrow_forward
Gandhinagar News: અમદાવાદ મહેસાણા વચ્ચેના હાઈવેને 2630 કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાની મંજૂરી
calendar_today January 28, 2026

Gandhinagar News: અમદાવાદ મહેસાણા વચ્ચેના હાઈવેને 2630 કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાની મંજૂરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યની જનતા માટે રોડ-રસ્તા સહિતની શ્રેષ્ઠ માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.જેના ભાગરૂપે અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતા મહત્વના એવા અમદાવાદ-મહેસાણા વચ્ચેના 51 કિમીના હાઇવેને રૂ.2630 કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાના પ્રોજેક્ટને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.આ કામગીરી પૂર્ણ થવાથી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ તથા બનાસકાંઠા જિલ્લાની પ્રજાને આ સુવિઘાનો લાભ મળવાની સાથે વર્ષો જૂની માંગ સંતોષાશે તેમ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. આ હાઇવેને વર્ષ 1999માં ચાર માર્ગીય બનાવવામાં આવ્યો પ્રવક્તા મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે,અડાલજથી પાલાવાસણા સર્કલ, મહેસાણા સુધીના કુલ 51.60 કિ.મી.ના માર્ગને આઠ માર્ગીય કરાશે.અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતા આ હાઇવેને વર્ષ 1999માં ચાર માર્ગીય બનાવવામાં આવ્યો હતો.જેમાં રસ્તાની સળંગ લંબાઈમાં રસ્તાની બંને બાજુ સર્વિસ રોડની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.તાજેતરના ટ્રાફિક સર્વે મુજબ એક દિવસમાં અંદાજે કુલ 1 લાખથી વધારે વાહનો આ માર્ગ ઉપર અવર જવર કરે છે.જેથી રસ્તા પરના ટ્રાફિક ભારણને ધ્યાને લઇ હયાત ચાર માર્ગીય રસ્તાને આઠ માર્ગીયકરણ કરવાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.જેમાં મુખ્ય રસ્તાને આઠ માર્ગીયકરણ તથા રસ્તાની બંને બાજુ 7 મીટર પહોળા સર્વિસ રોડ બનાવવામાં આવશે જેથી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણની સાથે ઝડપી અને સલામત પરિવહન શક્ય બનશે. અવરોધ વિના હાઇવે પરનો ટ્રાફિક પસાર થઇ શકે પ્રવક્તા મંત્રીએ પ્રોજેક્ટ અંગે વધુ વિગતો આપતા કહ્યું હતું કે,અમદાવાદ-મહેસાણા માર્ગ વચ્ચે આવતા કલોલ શહેરના ટ્રાફિકનું ભારણ ઘટાડવા શહેરમાંથી પસાર થતી લંબાઈમાં સામાવિષ્ટ પાંચ ઓવરબ્રિજ/ ફ્લાય ઓવરને જોડતો કુલ 6.10 કિ.મી.લંબાઈનો એલીવેટેડ કોરિડોરને તૈયાર કરાશે.જેથી સ્થાનિક શહેરના આંતરિક ટ્રાફિકના કોઇપણ અવરોધ વિના હાઇવે પરનો ટ્રાફિક પસાર થઇ શકે.વધુમાં રસ્તા પરના તમામ બ્રિજ સ્ટ્રકચર/પાઈપ કલવર્ટ/બોક્ષ કલવર્ટને આઠ માર્ગીય કરવાની કામગીરી કરવામાં આવશે. કામગીરીના ટેન્ડર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે પ્રવક્તા મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે,આ ઉપરાંત આઠ ફલાયઓવરમાં મુખ્યત્વે શેરથા ખાતે બે, રાજપુર ભાસરીયા, જગુદણ, મેવડ ખાતે મળી કુલ ૬ નવા ફલાયઓવર જયારે કલોલ અને છત્રાલ ખાતે વઘારાના ચાર માર્ગીય ફલાયઓવર બનશે. વધુમાં આઠ સ્થળોએ અંડરપાસ બનાવવામાં આવશે. જેમાં શેરથા પાસે બે, ઇફકો કલોલ પાસે 1, કલોલ શહેર ખાતે બે, છત્રાલ પાસે ૧ અને નંદાસણ અને ગણેશપુરા પાસે એક-એક અંડરપાસ બનશે. જ્યારે હયાત કલોલ આર.ઓ.બી.ની બાજુમાં નવો વઘારાનો ચાર માર્ગીય આર.ઓ.બી. બનશે. આ પ્રોજેક્ટની કામગીરીના ટેન્ડર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. આ ટેન્ડરની મંજૂરી બાદ બે વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. આ પણ વાંચોઃ Anand News : મહિસાગર નદીમાં થઈ રહેલા રેતી ખનન પર દરોડા, ખાણ અને ખનીજ વિભાગે એક કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

Read Full Story arrow_forward