android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : સફેદ LED લાઇટ માપવાના મશીનો જ નથી, પરિપત્ર માત્ર શોભાના ગાંઠિયા સમાન!
calendar_today January 28, 2026

Ahmedabad News : સફેદ LED લાઇટ માપવાના મશીનો જ નથી, પરિપત્ર માત્ર શોભાના ગાંઠિયા સમાન!

રાજ્યમાં વાહનોમાં વપરાતી સફેદ LED લાઈટોના વધતા વ્યાપને રોકવા માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો પરિપત્ર હાલ માત્ર કાગળ પર જ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પૂર્વ આરટીઓ અધિકારીએ કરેલા ચોંકાવનારા ખુલાસા મુજબ, આરટીઓ તંત્ર પાસે સફેદ LED લાઈટની તીવ્રતા માપી શકે તેવા જરૂરી લક્સ મીટર (Lux Meter) કે અન્ય ટેકનિકલ મશીનોનો સદંતર અભાવ છે. આ પરિસ્થિતિને કારણે 'દીવા તળે અંધારું' જેવો ઘાટ સર્જાયો છે, જ્યાં નિયમો તો છે પણ તેનો અમલ કરાવવા માટેની પાયાની સુવિધાઓ જ ઉપલબ્ધ નથી.દીવા તળે અંધારું આરટીઓ સામે ઉઠેલા સવાલોમાં સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે જો લાઈટની તીવ્રતા માપવાના સાધનો જ ન હોય, તો વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કઈ રીતે કરવી? પૂર્વ અધિકારીએ જણાવ્યું કે ટેકનિકલ માપદંડ વગર માત્ર નરી આંખે જોઈને લાઈટની તીવ્રતા નક્કી કરવી કાયદાકીય રીતે મુશ્કેલ છે. પરિણામે, રસ્તાઓ પર રાત્રિ દરમિયાન અન્ય વાહન ચાલકોની આંખોને અંજી નાખતી આ તીવ્ર લાઈટોના કારણે અકસ્માતનો ભય રહે છે, છતાં તંત્ર લાચાર બનીને બેસી રહ્યું છે. આ કાગળ પરના પરિપત્રને વાસ્તવિકતામાં લાવવા માટે સાધનોની તાતી જરૂરિયાત હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. આ પણ વાંચો : Kheda પોલીસ તંત્રમાં મોટો ફેરફાર, 4 PI ની એકસાથે આંતરિક બદલીથી ખળભળાટ

Read Full Story arrow_forward
Vadodara News : વડોદરાના VIP રોડ પર નશાખોરનો આતંક, કારચાલકે નશામાં 3 થી 4 વાહનને અડફેટે લીધા
calendar_today January 28, 2026

Vadodara News : વડોદરાના VIP રોડ પર નશાખોરનો આતંક, કારચાલકે નશામાં 3 થી 4 વાહનને અડફેટે લીધા

વડોદરામાં VIP રોડ પર નશાખોરનો આતંક સામે આવ્યો છે અને કાર ચાલકે નશામાં 3 થી 4 વાહનને અડફેટે લીધા હતા, નશામાં કાર ચાલકે વાહનોને અડફેટે લેતા દોડધામ મચી હતી અને અકસ્માતમાં કોઇ જાનહાનિ થઈ નથી, સ્થાનિકોએ નશાખોરને પોલીસને સોંપ્યો અને પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. કાર ચાલક નશામાં હોવાનું સામે આવ્યું વડોદરાના વીઆઈપી રોડ પર નશાખોરનો આતંક સામે આવ્યો છે અને નશાખોરે નશાની હાલતમાં 3 થી 4 લોકોને ઉડાવ્યા હતા, ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી અને સ્થાનિકોએ કારચાલકને ઝડપીને પોલીસને સોંપ્યો હતો, કાર ચાલક સુરતનો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે અને આ ઘટનામાં કારચાલક ભાગવા જતો હતો પણ લોકોની સતર્કતાના કારણે આકોટા વિસ્તારમાં પણ નશામાં ધૂત એક વ્યકિતએ તોફાન કર્યુ વડોદરા શહેરના અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગંગોત્રી ગીરીવર સોસાયટી વિસ્તારમાં નશામાં ધૂત થઇને નિવૃત્ત PSIના પુત્રએ ધમાલ મચાવી હતી. 112 જનરક્ષક વાનને બોલાચાલી તથા ઝઘડાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદની મેઘાણીનગર પોલીસે ચેઈન સ્નેચિંગના 2 આરોપીની કરી ધરપકડ

Read Full Story arrow_forward
Surat માં ડ્રગ્સનું મોટું નેટવર્ક ઝડપાયું, દસ્તાન ગામેથી બિશ્નોઈ ગેંગના 3 સાગરિતોની ધરપકડ
calendar_today January 28, 2026

Surat માં ડ્રગ્સનું મોટું નેટવર્ક ઝડપાયું, દસ્તાન ગામેથી બિશ્નોઈ ગેંગના 3 સાગરિતોની ધરપકડ

સુરત ક્રાઈમ બ્રાન્ચ અને NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) દ્વારા ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશમાં વધુ એક મોટી સફળતા મળી છે. સુરતના કામરેજ નજીક આવેલા દસ્તાન ગામની દસ્તાન રેસીડેન્સીમાં NCBએ બાતમીના આધારે દરોડા પાડીને નશીલા પદાર્થોના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન બેંગ્લોરથી ડ્રગ્સનો મોટો જથ્થો લઈને આવેલા ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. તપાસ દરમિયાન અંદાજીત 30 કિલો જેટલું માતબર ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત કરોડોમાં હોવાનું મનાઈ રહ્યું છે.ડ્રગ્સ માફિયાઓ પર કાળનો પંજો આ સમગ્ર ઓપરેશનમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે પકડાયેલા ત્રણેય આરોપીઓ કુખ્યાત 'લોરેન્સ બિશ્નોઈ ગેંગ'ના સાગરિતો છે. બિશ્નોઈ ગેંગના આ સભ્યો દસ્તાન રેસીડેન્સીમાં રોકાયા હતા અને ત્યાંથી ડ્રગ્સનું વિતરણ કરવાની ફિરાકમાં હતા. NCB દ્વારા કરવામાં આવેલી આ ત્વરિત કાર્યવાહીથી ડ્રગ્સ નેટવર્કની કમર તૂટી ગઈ છે. હાલમાં સુરત અને આસપાસના વિસ્તારોમાં આ ડ્રગ્સ કોને સપ્લાય કરવાનું હતું અને આ નેટવર્ક સાથે બીજા કયા સ્થાનિક લોકો સંકળાયેલા છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચો : Ahmedabad News : સફેદ LED લાઇટ માપવાના મશીનો જ નથી, પરિપત્ર માત્ર શોભાના ગાંઠિયા સમાન!

Read Full Story arrow_forward