android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar News : પોલીસ અને માલધારી યુવકનો મારા મારી કેસ, ભરવાડ સમાજના આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા
calendar_today January 27, 2026

Bhavnagar News : પોલીસ અને માલધારી યુવકનો મારા મારી કેસ, ભરવાડ સમાજના આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા

ભાવનગરના બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં કોળી સમાજ મેદાનમાં પડ્યો હતો. કોળી સમાજના વિરોધ બાદ સરકારે એસઆઈટી રચી અને ટૂંકા ગાળામાં જ પોલીસની કામગીરીની પોલ ખુલી હતી. એસઆઈટીએ આ ઘટનામાં આરોપી જયરાજ આહિરની ધરપકડ કરી હતી. હવે આ કેસ બાદ ભાવનગરના મહુવાના ખુંટવડામાં એક માલધારી શખ્સ અને પોલીસ કર્મીઓ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવને લઈને ભરવાડ સમાજ પણ મેદાનમાં ઉતરી ગયો છે. ભરવાડ સમાજના આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા ભાવનગરના મહુવાના મોટા ખુંટવડા ગામમાં એક માલધારી યુવકને રસ્તા પરથી ઢોર ખસેડવાની બાબતે પોલીસ કર્મચારીઓ સાથે મારા મારીનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવમાં પોલીસે પહેલા માલધારી યુવાન સામે ફરિયાદ નોંધી હતી. હવે આ માલધારી યુવાનને ઈજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેથી પોલીસે PSI અને 2 પોલીસકર્મી સહિત 1 GRD સામે ફરિયાદ નોંધી છે. ભોગ બનનાર માલધારી યુવક ભાવનગર સિવિલમાં દાખલ હોવાથી ભરવાડ સમાજના લોકો તેના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતાં. માલધારી યુવક અને પોલીસની મારામારીનો વીડિયો વાયરલ થયો હતો. આ પણ વાંચોઃ Ahmedabad News : જમીન સંપાદન મુદ્દે હાઈકોર્ટે ASIના અધિકારીને ખખડાવ્યા, કોર્ટને રમકડું સમજો છો કહી 1 લાખ દંડ ફટકાર્યો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : અમદાવાદમાં આર્મ્સ એક્ટના બે ગુના નોંધાયા, પિસ્તોલ અને 7 કારતૂસ સાથે એક ઝડપાયો
calendar_today January 27, 2026

Gujarat Latest News Live : અમદાવાદમાં આર્મ્સ એક્ટના બે ગુના નોંધાયા, પિસ્તોલ અને 7 કારતૂસ સાથે એક ઝડપાયો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 27 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad News : શહેરના આ વિસ્તારોમાં બે દિવસ પાણી નહીં મળે, જાણો ક્યાં કાપ મુકાયો
calendar_today January 27, 2026

Ahmedabad News : શહેરના આ વિસ્તારોમાં બે દિવસ પાણી નહીં મળે, જાણો ક્યાં કાપ મુકાયો

અમદાવાદને સ્માર્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે. બીજી તરફ હેરિટેજ સિટી તરીકેની ઓળખાણ પણ હવે સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. ત્યારે જે વિસ્તારોમાં આ હેરિટેજના દર્શન થઈ રહ્યાં છે ત્યાં જ બે દિવસ પાણી કાપનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગર પાલિકા દ્વારા લેવાયેલા આ નિર્ણયથી સમગ્ર મધ્ય ઝોનના લોકોને હાલાકીનો સામનો કરવો પડે એમ છે. અમદાવાદમાં બે દિવસ પાણીકાપનો નિર્ણય અમદાવાદ શહેરના મધ્યઝોનમાં આગામી 30 અને 31 જાન્યુઆરીએ પાણી કાપ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દૂધેશ્વર વોટર સંપની કામગીરીના કારણે શટ ડાઉન રહેશે. જેથી 30 તારીખે સાંજે મધ્ય ઝોનમાં પાણી નહીં મળે. જ્યારે 31 જાન્યુઆરીએ હયાત પાણીના જથ્થા પ્રમાણે વોટર સપ્લાય કરવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકાના આ નિર્ણયથી શહેરના મધ્ય ઝોનના ખાડીયા, દરિયાપુર, કાલુપુર, શાહપુર, રાયખડ, જમાલપુર, દૂધેશ્વર, માધુપુરા અને ગીરધરનગર વિસ્તારમાં પાણીનો કાપ રહેશે. આ પણ વાંચોઃ Gujarat News : સુરત જિલ્લા ભાજપમાં ગત ટર્મના તમામ મહામંત્રી કપાયા, સી.આર.પાટીલની નજીક ગણાતા નેતાની પણ બાદબાકી

Read Full Story arrow_forward