android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: અમદાવાદમાં આર્મ્સ એક્ટના બે ગુના નોંધાયા, પિસ્તોલ અને 7 કારતૂસ સાથે એક ઝડપાયો
calendar_today January 27, 2026

Ahmedabad: અમદાવાદમાં આર્મ્સ એક્ટના બે ગુના નોંધાયા, પિસ્તોલ અને 7 કારતૂસ સાથે એક ઝડપાયો

અમદાવાદના ઝોન-5 વિસ્તારમાં હથિયારોની હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરમાં માત્ર 24 કલાકમાં જ આર્મ્સ એક્ટ હેઠળ બે અલગ-અલગ ગુનાઓ નોંધાતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. રખિયાલ અને ઓઢવ પોલીસ મથકમાં હથિયારો સાથે પકડાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.રખિયાલમાં પિસ્તોલ અને કારતૂસ સાથે શખ્સ ઝડપાયોરખિયાલ પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને યામિનમિયા સૈયદ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી પોલીસે એક અત્યાધુનિક પિસ્તોલ અને 7 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે.90 હજારમાં UP થી લાવ્યો હતો હથિયારપોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.આરોપી યામિનમિયા આ હથિયાર ઉત્તર પ્રદેશ (UP) થી 90 હજાર રૂપિયા ખર્ચીને લાવ્યો હતો. આરોપીનું રટણ છે કે અગાઉ વટવા વિસ્તારમાં તેની સાથે મારામારી થઈ હતી, તેથી સ્વબચાવ માટે તે આ હથિયાર લાવ્યો હતો.નોંધનીય છે કે આરોપીનો અગાઉનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, છતાં ગેરકાયદેસર હથિયાર રાખવું ગુનો હોવાથી તેની ધરપકડ કરાઈ છે.પોલીસ તપાસ અને રિમાન્ડની તજવીજરખિયાલ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે યુપીમાં કયા શખ્સ પાસેથી આ હથિયાર લાવવામાં આવ્યું હતું અને શું શહેરમાં અન્ય કોઈને પણ હથિયારો સપ્લાય કરવામાં આવ્યા છે કે કેમ.આ પણ વાંચો: Gandinagar: રાયપુર કેનાલમાં ઝંપલાવી યુવકનો આપઘાત, હેરાનગતિથી કંટાળી પગલું ભર્યાનો આરોપ

Read Full Story arrow_forward
Rajkot News : ગોંડલમાં યુવરાજસિંહ જાડેજા હત્યા કેસનો ચુકાદો, કોર્ટે મુખ્ય આરોપીને આજીવન કેદની સજા ફટકારી
calendar_today January 27, 2026

Rajkot News : ગોંડલમાં યુવરાજસિંહ જાડેજા હત્યા કેસનો ચુકાદો, કોર્ટે મુખ્ય આરોપીને આજીવન કેદની સજા ફટકારી

રાજકોટ જિલ્લામાં આઠ વર્ષ જૂના હત્યા કેસમાં ગોંડલ કોર્ટે ચુકાદો આપ્યો છે. યુરાજસિંહ જાડેજા હત્યા કેસના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આરોપીએ યુવરાજસિંહની લાકડાના ધોકાથી હત્યા કરી હતી. વર્ષ 2018માં રામ દ્વાર પાસેની એક હોટેલમાં જમવા બાબતે હત્યાનો બનાવ સામે આવ્યો હતો. હોટલમાં જમવા જેવી સામાન્ય બાબતે થઇ હતી હત્યા ગોંડલ કોર્ટે યુવરાજસિંહ જાડેજા હત્યા કેસમાં આરોપી અશ્વિન ગોહેલને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે અન્ય આરોપીઓને પણ દોષિત ઠેરવ્યા છે. કોર્ટના આ ચુકાદાથી મૃતકના પરિવારને આઠ વર્ષ બાદ ન્યાય મળ્યો છે. એપ્રિલ 2018માં ગોંડલમાં રામ દ્વાર પાસે એક હોટેલમાં જમવા જેવી બાબતે માથાકૂટ થઈ હતી. યુવરાજસિંહ તેમના મામાના દીકરા સાથે આ હોટેલમાં જમવા માટે ગયા હતાં. આ દરમિયાન બાજુના ટેબલ પર બેઠેલા નરેન્દ્ર ડાભી, મનોજ ચાવડા, અશ્વિન ગોહિલ અને સિદ્ધરાજ ગોહેલ જોરજોરથી વાતો કરતા હતાં ત્યારે તેમને યુવરાજસિંહે સમજાવતા તેઓ ઉશ્કેરાયા હતાં. અશ્વિન ગોહેલને ગોંડલ સેશન્સ કોર્ટે ફટકારી આજીવન કેદ આ દરમિયાન મામલો વધુ ઉગ્ર બનતાં આરોપી નરેન્દ્ર ડાભીએ યુવરાજસિંહને ગાળો બોલી હતી અને માર મારવા માંડ્યો હતો. જ્યારે અશ્વિન ગોહિલે હોટેલના કમ્પાઉન્ડમાં પડેલા લાકડાના ધોકાથી યુવરાજસિંહના માથા પર હુમલો કર્યો હતો. જેનાથી ગંભીર ઈજા થતાં યુવરાજસિંહનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસ ગોંડલ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે મુખ્ય આરોપી અશ્વિન ગોહેલને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે અન્ય આરોપીઓને દોષિત જાહેર કરાયા છે. આ પણ વાંચોઃ Gujarat News : સાયબર ક્રાઈમના આરોપીઓએ છેલ્લા દોઢ વર્ષમાં 25 હજાર ગુના આચર્યા, ગજબની છે આખી મોડસ ઓપરેન્ડી

Read Full Story arrow_forward
Gandhinagar: ગુજરાત મહેસૂલ વિભાગમાં બદલીઓનો ગંજીપો, 207 મહેસૂલી તલાટી અને 145 નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલી
calendar_today January 27, 2026

Gandhinagar: ગુજરાત મહેસૂલ વિભાગમાં બદલીઓનો ગંજીપો, 207 મહેસૂલી તલાટી અને 145 નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલી

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી માળખામાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. મહેસૂલ વિભાગે એકસાથે 207 મહેસૂલી તલાટીઓ અને 145 નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલીના આદેશ જારી કરતા મહેસૂલી આલમમાં ભારે હલચલ મચી ગઈ છે.વહીવટી સુધારણા અને જિલ્લા ફેરબદલીલાંબા સમયથી બદલીની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલા સત્તાવાર આદેશ મુજબ207 મહેસૂલી તલાટી આ તમામ કર્મચારીઓને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલી (District Transfer) કરવામાં આવી છે.145 નાયબ મામલતદાર વહીવટી સરળતા અને ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે રાજ્યના વિવિધ ભાગોમાં ફરજ બજાવતા 145 નાયબ મામલતદારોની બદલીના આદેશ થયા છે.

Read Full Story arrow_forward