android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : કાશ્મીર ઘાટીમાં કુદરતની સફેદ ચાદર, હિમવર્ષાથી રામબન જિલ્લાના માર્ગો બંધ
calendar_today January 27, 2026

Gujarat Latest News Live : કાશ્મીર ઘાટીમાં કુદરતની સફેદ ચાદર, હિમવર્ષાથી રામબન જિલ્લાના માર્ગો બંધ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 27 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gujarat News : સુરત જિલ્લા ભાજપમાં ગત ટર્મના તમામ મહામંત્રી કપાયા, સી.આર.પાટીલની નજીક ગણાતા નેતાની પણ બાદબાકી
calendar_today January 27, 2026

Gujarat News : સુરત જિલ્લા ભાજપમાં ગત ટર્મના તમામ મહામંત્રી કપાયા, સી.આર.પાટીલની નજીક ગણાતા નેતાની પણ બાદબાકી

ગુજરાત ભાજપે વધુ ત્રણ જિલ્લા સંગઠનમાં હોદ્દેદારોના નામ જાહેર કર્યા છે. જેમા સુરત, ડાંગ અને વલસાડમાં હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે. આ સંગઠનમાં કૂલ 21 સભ્યોની મુખ્ય બોડી જાહેર કરાઈ છે. જેમાં આઠ ઉપાધ્યક્ષ અને આઠ મંત્રી સહિત ત્રણ મહામંત્રીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લા અને શહેરમાં ટૂંક સમયમાં હોદ્દેદારોની નિમણૂંક થાય તેવી શક્યતાઓ છે. ભાજપે સુરત જિલ્લાના સંગઠનમાં હોદ્દેદારોની નિમણૂક કરતા મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. ગત ટર્મના તમામ મહામંત્રીની બાદબાકી સુરત જિલ્લા ભાજપ સંગઠનમાં મહામંત્રી માટે ગત ટર્મના તમામ મહામંત્રીની બાદબાકી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલની નજીકના ગણાતા જીગર નાયકનું પત્તુ કપાયું છે. જ્યારે જિલ્લા સંગઠનના મહામંત્રી પદે જગદીશ પારેખની વરણી કરાઈ છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતના સભ્ય રોહિત પટેલ અને અંકુર દેસાઈની પણ વરણી કરવામાં આવી છે. ઉપ પ્રમુખ પદે ભાવેશ પટેલ સહિત આઠ સભ્યોની વરણી કરવામાં આવી છે. જિલ્લા ભાજપ સંગઠનમાં આઠ ઉપપ્રમુખ, ત્રણ મહામંત્રી અને આઠ મંત્રીઓની નિમણૂક કરવામાં આવતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે. ત્રણ જિલ્લા સંગઠનમાં હોદ્દેદારોના નામ જાહેર ગુજરાત ભાજપે વધુ ત્રણ જિલ્લા સંગઠનમાં હોદ્દેદારોના નામ જાહેર કર્યા છે. જેમા સુરત, ડાંગ અને વલસાડમાં હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે. આ સંગઠનમાં કૂલ 21 સભ્યોની મુખ્ય બોડી જાહેર કરાઈ છે. જેમાં આઠ ઉપાધ્યક્ષ અને આઠ મંત્રી સહિત ત્રણ મહામંત્રીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લા અને શહેરમાં ટૂંક સમયમાં હોદ્દેદારોની નિમણૂંક થાય તેવી શક્યતાઓ છે. આ પણ વાંચોઃ Gujarat News : ભાજપે વધુ ત્રણ જિલ્લા સંગઠનના હોદ્દેદારોના નામ જાહેર કર્યા, 21 સભ્યોની બોડી જાહેર કરાઈ

Read Full Story arrow_forward
Ahmedabad: આવાસ યોજનામાં ભાડે આપેલા 35 મકાન સીલ, 372ને નોટિસ, 1000 મકાનોનું થશે ચેકિંગ
calendar_today January 27, 2026

Ahmedabad: આવાસ યોજનામાં ભાડે આપેલા 35 મકાન સીલ, 372ને નોટિસ, 1000 મકાનોનું થશે ચેકિંગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ માટે ફાળવવામાં આવેલા EWS (Economically Weaker Section) આવાસ યોજનાના મકાનોના દુરુપયોગ બદલ તંત્રએ કડક ઝુંબેશ હાથ ધરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવાસ યોજનાના મકાનોમાં મોટાપાયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં મકાન ભાડે આપનારા કે વર્ષોથી બંધ રાખનારા માલિકો સામે લાલ આંખ કરવામાં આવી છે.EWS આવાસ યોજનાના મકાનોના દુરુપયોગઅમદાવાદ હાઉસિંગ કમિટીના ચેરમેન મુકેશ પટેલે આ અંગે કડક સૂચનાઓ આપી છે. જે મકાન માલિકોએ સરકારી આવાસ મેળવ્યા બાદ તેમાં પોતે રહેવાને બદલે ભાડે આપી દીધા છે અથવા તો જે મકાનો લાંબા સમયથી બંધ હાલતમાં છે, તેવા તમામ મકાનોને સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. નિયમ મુજબ, આ મકાનો જરૂરિયાતમંદો માટે છે, જો માલિક તેનો ઉપયોગ ન કરતો હોય તો તેની ફાળવણી રદ થઈ શકે છે.આંકડાકીય વિગત અને આગામી ટાર્ગેટઅત્યાર સુધીના ચેકિંગ દરમિયાન તંત્રએ આકરા પગલાં લીધા છે. અત્યાર સુધી 5,629 મકાનોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. નિયમોના ભંગ બદલ 372 મકાન માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે. ગંભીર ઉલ્લંઘન બદલ 35 મકાનો સ્થળ પર જ સીલ કરી દેવાયા છે. અન્ય 63 મકાનોને અંતિમ નોટિસ આપવામાં આવી છે, જેમના પર સીલિંગની તલવાર લટકી રહી છે. તંત્ર દ્વારા આગામી એક મહિનામાં વધુ 1,000 મકાનોનું સઘન ચેકિંગ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.હાઉસિંગ કમિટીની ચેતવણીહાઉસિંગ કમિટીના ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આવાસ યોજનાનો હેતુ જરૂરિયાતમંદ લોકોને છત પૂરી પાડવાનો છે, નહીં કે તેને રોકાણ કે કમાણીનું સાધન બનાવવાનો. આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ તેજ બનશે અને વધુ મકાનો સીલ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.આ પણ વાંચો:Surat: 13 ગુનામાં વોન્ટેડ રીતેશ ચૌગડ મધ્યપ્રદેશથી ઝડપાયો, સચિન-પાંડેસરામાંથી ડુપ્લીકેટ ચાવીથી ચોરતો હતો બાઇક

Read Full Story arrow_forward