android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
GSEB Update: વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આ રીતે કરો તમારો કોલ લેટર ડાઉનલોડ
calendar_today January 27, 2026

GSEB Update: વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આ રીતે કરો તમારો કોલ લેટર ડાઉનલોડ

માર્ચ મહિનામાં લેવાનારી મુખ્ય બોર્ડ પરીક્ષા પહેલાં યોજાતી આ પ્રાયોગિક કસોટી વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, આગામી 5 ફેબ્રુઆરીથી રાજ્યભરના વિવિધ કેન્દ્રો પર વિજ્ઞાન પ્રવાહના મુખ્ય વિષયો જેવા કે ભૌતિક વિજ્ઞાન (Physics), રસાયણ વિજ્ઞાન (Chemistry) અને જીવવિજ્ઞાન (Biology) ની પ્રાયોગિક પરીક્ષાઓ શરૂ થશે. કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા આ પરીક્ષા માટેના હોલ ટિકિટ એટલે કે કોલ લેટર આજથી જ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવ્યા છે. શાળાઓ અને વિદ્યાર્થીઓ નીચે મુજબની પ્રક્રિયા અનુસરી શકે છે: સૌ પ્રથમ બોર્ડની અધિકૃત વેબસાઇટ gseb.org પર જવું. ત્યાં 'HSC Science Practical Exam Hall Ticket' લિંક પર ક્લિક કરવું. શાળાનો ઇન્ડેક્સ નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા ઇમેઇલ આઈડી દ્વારા લોગિન કરવાનું રહેશે. લોગિન થયા બાદ વિદ્યાર્થીઓની યાદી મુજબ કોલ લેટર ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી શકાશે. શાળાઓ માટે સૂચના બોર્ડ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની જવાબદારી જે-તે શાળાની રહેશે. શાળાના આચાર્યએ ડાઉનલોડ કરેલા કોલ લેટર પર સહી-સિક્કા કરીને વિદ્યાર્થીઓને આપવાના રહેશે. વિદ્યાર્થીઓએ પરીક્ષાના દિવસે આ કોલ લેટર સાથે રાખવો ફરજિયાત છે, તેના વિના પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. પરીક્ષાનું મહત્વ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં પ્રાયોગિક પરીક્ષાના ગુણ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. 5 ફેબ્રુઆરીથી શરૂ થનારી આ કસોટી દરમિયાન બોર્ડ દ્વારા નિમાયેલા બાહ્ય નિરીક્ષકો (External Examiners) ની દેખરેખ હેઠળ પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓના પ્રાયોગિક કૌશલ્ય અને જ્ઞાનની ચકાસણી કરવામાં આવશે, જેથી તેઓ મુખ્ય થીયરી પરીક્ષા માટે આત્મવિશ્વાસ કેળવી શકે. તમામ વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ વહેલી તકે પોતાનો કોલ લેટર મેળવી લે અને તેમાં દર્શાવેલ પરીક્ષાનું કેન્દ્ર, તારીખ અને સમયની વિગતવાર ચકાસણી કરી લે. આ પણ વાંચોઃ  Ahmedabad સ્કૂલ બોર્ડનું ₹1200 કરોડનું ડ્રાફ્ટ બજેટ કરાયું રજૂ, શિક્ષણ સ્તરને ઊંચું લાવવા માસ્ટર પ્લાન તૈયાર  

Read Full Story arrow_forward
Ahmedabad News : ઉત્તરાયણની રજાઓમાં સાફ કરી નાખી ફેક્ટરી, મોજશોખ માટે ચોરી કરનારા ત્રણ પટણી મિત્રો જેલભેગા
calendar_today January 27, 2026

Ahmedabad News : ઉત્તરાયણની રજાઓમાં સાફ કરી નાખી ફેક્ટરી, મોજશોખ માટે ચોરી કરનારા ત્રણ પટણી મિત્રો જેલભેગા

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઉત્તરાયણની રજાઓનો લાભ ઉઠાવી થયેલી લાખોની ચોરીનો ભેદ ઓઢવ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી રોહિત પટણી, મહેશ પટણી અને કૃણાલ પટણીએ રાત્રિના સમયે એક ફેક્ટરીના પરિસરમાંથી અંદાજે 1,525 કિલો જેટલા ભંગારની ચોરી કરી હતી. આ ચોરાયેલા મુદ્દામાલની બજાર કિંમત અંદાજે 1.17 લાખ રૂપિયા આંકવામાં આવી છે. ફેક્ટરી માલિકે જ્યારે રજાઓ બાદ એકમ ખોલ્યું ત્યારે ચોરીની જાણ થઈ હતી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.રજાનો ફાયદો ઉઠાવી હાથ સાફ કર્યો ચોરીની સમગ્ર ઘટના ફેક્ટરીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી હતી. ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે તેઓ માત્ર પોતાના વ્યક્તિગત મોજશોખ પૂરા કરવા માટે આ પ્રકારની ચોરીની પ્રવૃત્તિમાં સામેલ થયા હતા. તેઓએ વિચાર્યું હતું કે તહેવારોની રજાઓમાં ફેક્ટરીઓ બંધ હોવાથી કોઈને જાણ થશે નહીં, પરંતુ ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઓઢવ પોલીસ તેના સુધી પહોંચી ગઈ હતી. હાલ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો : Rajkot માં ફૂડ વિભાગનો સપાટો, ખાદ્યતેલમાં ભેળસેળની આશંકાએ જાણીતી એજન્સીઓ પર ત્રાટકી ટીમ

Read Full Story arrow_forward
Anand : પેટલાદમાં દલિત રોહિત સમાજના પૂર્વજોની કબર પર જેસીબી ફેરવાયું, લોકોમાં ભારે રોષ
calendar_today January 27, 2026

Anand : પેટલાદમાં દલિત રોહિત સમાજના પૂર્વજોની કબર પર જેસીબી ફેરવાયું, લોકોમાં ભારે રોષ

આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં વિકાસના નામે માનવતા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. શહેરના મલાવ ભાગોળ વિસ્તારમાં વર્ષો જૂના કબ્રસ્તાનને કોઈપણ પૂર્વ મંજૂરી કે જાણ વગર જેસીબી મશીનો વડે ખોદી નાખવામાં આવતા સ્થાનિક દલિત રોહિત સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.નીતિ-નિયમોને નેવે મૂકીને કબરો ખોદી કાઢીપેટલાદ નગરપાલિકા દ્વારા શહેરના બ્યુટીફિકેશન માટે વિવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત મલાવ ભાગોળ વિસ્તારમાં પણ કામગીરી સોંપવામાં આવી હતી. આ કામગીરી માટે પાલિકા દ્વારા એક ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જોકે, આ એજન્સીએ તમામ નીતિ-નિયમોને નેવે મૂકીને રોહિત સમાજની સ્મશાનભૂમિ/કબ્રસ્તાન તરીકે ઓળખાતી જગ્યાએ ખોદકામ શરૂ કરી દીધું હતું. દફન કરેલા મૃતદેહો આમતેમ ફેંક્યા આ અમાનવીય કૃત્યની ગંભીરતા ત્યારે વધી જ્યારે ખોદકામ દરમિયાન ત્યાં દફનાવવામાં આવેલા મૃતદેહો બહાર નીકળવા લાગ્યા. એજન્સીના માણસોએ આ પવિત્ર જગ્યાની ગરિમા જાળવવાને બદલે, દફન કરેલા મૃતદેહો અને અસ્થિઓને અસ્તવ્યસ્ત હાલતમાં ફેંકી દીધા હતા. પોતાના પૂર્વજોના અવશેષોને આ રીતે રઝળતા જોઈને સમાજના લોકોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. પરવાનગી વગર કરાઇ કામગીરી પ્રાપ્ત માહિતી અનુસાર, એજન્સી પાસે આ વિસ્તારમાં ખોદકામ કરવાની કે કબ્રસ્તાનની જમીનને અડકવાની કોઈ સત્તાવાર પરવાનગી નહોતી. પાલિકા અને એજન્સી વચ્ચેના સંકલનનો અભાવ અથવા તો એજન્સીની સીધી મનસ્વીતાને કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. ન્યાયની માંગ અને આવેદનપત્ર ઘટનાની જાણ થતા જ દલિત રોહિત સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. સમાજ દ્વારા આ મામલે પેટલાદ પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર પાઠવીને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. તેમની માંગ છે કે,ધાર્મિક લાગણી દુભાવનાર એજન્સી સામે તાત્કાલિક ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. કબ્રસ્તાનની જમીન પર થયેલું દબાણ અને ખોદકામ અટકાવી તેને મૂળ સ્થિતિમાં લાવવામાં આવે. જવાબદાર અધિકારીઓ સામે પણ તપાસના આદેશ આપવામાં આવે. આ પણ વાંચોઃ GSEB Update: વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આ રીતે કરો તમારો કોલ લેટર ડાઉનલોડ

Read Full Story arrow_forward