android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Panchmahal: ગોધરામાં શંકર લોજ મારામારી કેસ, પાલિકા ઉપપ્રમુખ સહિત 9 આરોપીઓની 4 વર્ષની સજા યથાવત
calendar_today January 27, 2026

Panchmahal: ગોધરામાં શંકર લોજ મારામારી કેસ, પાલિકા ઉપપ્રમુખ સહિત 9 આરોપીઓની 4 વર્ષની સજા યથાવત

પંચમહાલ જિલ્લાના ગોધરામાં વર્ષ 2014માં થયેલી ચકચારી મારામારીના કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગોધરાની સેશન્સ કોર્ટે નીચલી કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી 4 વર્ષની જેલની સજાને યથાવત રાખી છે, જેના પગલે અત્યાર સુધી જામીન પર રહેલા તમામ 9 આરોપીઓને ફરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.ગોધરામાં વર્ષ 2014માં થયેલી મારામારીનો કેસઘટનાની વિગત મુજબ, 28 મે 2014ના રોજ ગોધરા સ્થિત શંકર લોજ ખાતે ટ્રાવેલ્સના બુકિંગ મામલે વિવાદ સર્જાયો હતો. આ વિવાદ એટલો વકર્યો હતો કે 9 શખ્સોના ટોળાએ લોજમાં ઘૂસીને માલિકને ઢોર માર માર્યો હતો. આ હુમલા બાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. 23 ઓક્ટોબરના રોજ નીચલી જ્યુડિશિયલ કોર્ટે તમામ 9 આરોપીઓને દોષિત ઠેરવી 4 વર્ષની સજા ફટકારી હતી.હાઈપ્રોફાઈલ આરોપીઓ જેલ હવાલેઆ કેસમાં સજા પામેલા શખ્સોમાં ગોધરાના જાણીતા ચહેરાઓ સામેલ છે.સુનિલ લાલવાની જેઓ ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે.સુરેશ દેરાઈ જેઓ ગોધરામાં કારના શો-રૂમના માલિક છે. નીચલી કોર્ટના સજાના હુકમ સામે આરોપીઓએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી અને અત્યાર સુધી તેઓ જામીન પર મુક્ત હતા. જોકે, ગોધરા સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી નીચલી કોર્ટનો ચુકાદો કાયમ રાખ્યો છે.10 વર્ષ જૂના આ કેસમાં ન્યાય મળ્યોસેશન્સ કોર્ટ દ્વારા સજા યથાવત રાખવાના આદેશ સાથે જ પોલીસે કોર્ટ પરિસરમાંથી જ તમામ 9 આરોપીઓની ધરપકડ કરી તેમને જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે. 10 વર્ષ જૂના આ કેસમાં આખરે ભોગ બનનાર પક્ષને ન્યાય મળ્યો છે.આ પણ વાંચો: Panchmahal: અણીયાદ ચોકડી પાસે ટ્રિપલ અકસ્માત, કાર બસની પાછળ ઘૂસી ગઈ

Read Full Story arrow_forward
Bharuch News : ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આપના ધારાસભ્ય ચૈતર વસાવાને લુખ્ખા કહ્યા
calendar_today January 27, 2026

Bharuch News : ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આપના ધારાસભ્ય ચૈતર વસાવાને લુખ્ખા કહ્યા

ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, નર્મદા જિલ્લાને આ ચૈતર એન્ડ કંપની અને આમ આદમી પાર્ટીએ આખા ગુજરાતમાં બદનામ કરી દીધો છે. આ ચૈતર એન્ડ કંપની બધાને ગેરમાર્ગે દોરે છે. આ ધારાસભ્ય આપણા તાલુકાનો લુખ્ખો છે. ગામમાં ડામીસ અને લુખ્ખાઓ હોય તે બોલે રાખે છે. આ લોકો આપણાં સમાજને ક્યાં લઈ જશે? મનસુખ વસાવાના ચૈતર વસાવા પર આકરા પ્રહાર મનસુખ વસાવાએ કહ્યું હતું કે, મનરેગાની તપાસની માગ ભાજપના નેતાઓએ કરી હતી. નાની ભૂલ હોય તો જવાબદારી સ્થાનિક ધારાસભ્યની છે. રેતી ખનનમાં ફરિયાદના આધારે દંડ લેવાય છે. આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાએ નર્મદા જિલ્લાને બદનામ કર્યો છે. ભૂલ થાય તો તેને રોકવાની જવાબદારી સૌની છે. સારી નોકરી મેળવવા મહેનત કરવી પડે છે. તેમણે એક માજી સાંસદની પુત્રી પર પણ આકરા પ્રહારો કર્યા હતાં. નામ લીધા વિના તેમણે શાબ્દિક ટીપ્પણી કરી હતી. આ પણ વાંચોઃ Junagadh News : હાજી કાસમ મીરને બે દિવસ પહેલા જ પદ્મશ્રી મળ્યો, મતદાર યાદીમાંથી તેમનું નામ રદ કરવાનો કારસો સામે આવ્યો

Read Full Story arrow_forward
Amreli: સાવરકુંડલામાં સસ્તા અનાજનું કૌભાંડ પકડાયું, ઘઉં અને ચોખાના 42 કટ્ટા જપ્ત
calendar_today January 27, 2026

Amreli: સાવરકુંડલામાં સસ્તા અનાજનું કૌભાંડ પકડાયું, ઘઉં અને ચોખાના 42 કટ્ટા જપ્ત

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં પુરવઠા વિભાગે મોટી કાર્યવાહી કરતા સસ્તા અનાજનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. તંત્રને મળેલી ચોક્કસ બાતમીના આધારે શહેરના કેવડાપરા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી અનધિકૃત રીતે રાખવામાં આવેલો સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે.સાવરકુંડલામાં સસ્તા અનાજનું કૌભાંડસાવરકુંડલા પુરવઠા વિભાગની આ રેડ દરમિયાન સ્થળ પરથી મોટા પ્રમાણમાં ઘઉં અને ચોખાના કટ્ટા મળી આવ્યા હતા. વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં  ઘઉંના 13 કટ્ટા, ચોખાના 29 કટ્ટા, 2 વજનકાંટા સહિત અંદાજે ₹1.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સીઝ કરવામાં આવ્યો છે.કડક તપાસના આદેશસસ્તું અનાજ ગરીબો માટે હોય છે, પરંતુ તેનો આ રીતે કાળાબજારમાં જથ્થો મળતા પુરવઠા વિભાગે ગંભીર નોંધ લીધી છે. સાવરકુંડલા પુરવઠા વિભાગે આ સમગ્ર મામલે અમરેલી જિલ્લા પુરવઠા વિભાગને લેખિત જાણ કરી છે. આ જથ્થો ક્યાંથી આવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.આ પણ વાંચો: ગોધરામાં શંકર લોજ મારામારી કેસ, પાલિકા ઉપપ્રમુખ સહિત 9 આરોપીઓની 4 વર્ષની સજા યથાવત

Read Full Story arrow_forward