android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh News : હાજી કાસમ રાઠોડને બે દિવસ પહેલા જ પદ્મશ્રી મળ્યો, મતદાર યાદીમાંથી તેમનું નામ રદ કરવાનો કારસો સામે આવ્યો
calendar_today January 27, 2026

Junagadh News : હાજી કાસમ રાઠોડને બે દિવસ પહેલા જ પદ્મશ્રી મળ્યો, મતદાર યાદીમાંથી તેમનું નામ રદ કરવાનો કારસો સામે આવ્યો

સમગ્ર દેશમાં હાલમાં SIRની કામગીરી ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં પદ્મશ્રી એવોર્ડ મેળવનાર હાસ્ય કલાકાર શાહબુદ્દિન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાંખવા માટે અરજી થઈ હોવાનો કોંગ્રેસના આગેવાને દાવો કર્યો હતો. સુરેન્દ્રનગરના થાન ખાતે રહેતા શાહબુદ્દિન રાઠોડનું ફોર્મ નંબર સાત ભરાયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારે હવે 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે જાહેર કરેલા પદ્મશ્રી એવોર્ડ મેળવનાર ઢોલકવાદર હાજી કાસમ રાઠોડનું નામ પણ મતદાર યાદીમાંથી કમી કરવાનો કારસો સામે આવ્યો છે. વિપક્ષના નેતા લલિત પરસાણાએ આ ધડાકો કર્યો 26 જાન્યુઆરી 2026ની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પાંચ ગુજરાતીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પાંચમાંથી એક એવા જાણીતા ઢોલકવાદક હાજી રમકડુંના નામે જાણિતા હાજી કાસમ રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા અરજી કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જૂનાગઢના હાજી કાસમ કાયમી સ્થળાંતર થઈ ગયા હોવાની અરજી કરવામાં આવી છે. સંજય જમનાદાસ મણવર નામના વ્યક્તિએ આ અરજી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે હાજી કાસમ રાઠોડના પરિવારના અન્ય સભ્યોનું નામ ઉમેરવા સમયે પણ વાંધા અરજી રજૂ કરાઈ હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. જૂનાગઢ કોંગ્રેસના વિપક્ષના નેતા લલિત પરસાણાએ આ ધડાકો કર્યો છે. અગાઉ શાહબુદ્દિન રાઠોડનું નામ કમી કરવા અરજી થઈ હતી પદ્મશ્રી અને હાસ્ય કલાકાર શાહબુદ્દિન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે કારસો રચવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતા ઋત્વિક મકવાણાએ આ સમગ્ર બાબતે ધડાકો કર્યો હતો. આ બાબત સામે આવ્યા બાદ સુરેન્દ્રનગર નાયબ ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે, કોઈપણ વ્યક્તિએ ડરવાની જરૂર નથી કોઈ વ્યક્તિ દ્વારા ફોર્મ રજૂ કરવાથી કોઈનું નામ કમી થઈ જતુ નથી. નામ કમી કરવા માટે મળેલી કોઈ પણ વાંધા અરજી પર મતદારને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ સુનાવણીની યોગ્ય તક આપવામાં આવે છે. આ પણ વાંચોઃ Dwarka : ખંભાળિયા નગરપાલિકામાં લેટર કાંડ, સભ્યોની ખોટી સહીઓથી મંત્રી સુધી પહોંચ્યું બદલીનું કાવતરું!

Read Full Story arrow_forward
Panchmahal: અણીયાદ ચોકડી પાસે ટ્રિપલ અકસ્માત, કાર બસની પાછળ ઘૂસી ગઈ
calendar_today January 27, 2026

Panchmahal: અણીયાદ ચોકડી પાસે ટ્રિપલ અકસ્માત, કાર બસની પાછળ ઘૂસી ગઈ

પંચમહાલ જિલ્લાના શહેરામાં અણીયાદ ચોકડી પાસે એક ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ડમ્પર, અલ્ટો કાર અને બસ વચ્ચે થયેલા આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો, પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી છે.અણીયાદ ચોકડી પાસે ટ્રિપલ અકસ્માત મળતી માહિતી મુજબ, શહેરા હાઈવે પર દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી, જેના કારણે ટ્રાફિકની સ્થિતિ પ્રભાવિત હતી. આ દરમિયાન એક પૂરઝડપે આવી રહેલા ડમ્પરે અલ્ટો કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ડમ્પરની ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર આગળ જઈ રહેલી બસના પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી.જેસીબીની મદદથી કાર બહાર કઢાઈઅકસ્માત એટલો ગંભીર હતો કે અલ્ટો કાર બસની નીચેના ભાગમાં ફસાઈ ગઈ હતી. કારને બહાર કાઢવા માટે તાત્કાલિક બે જેસીબી (JCB) મશીનોની મદદ લેવી પડી હતી. જેસીબી દ્વારા બસને ઊંચી કરી અત્યંત મહેનત બાદ કારને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી.મુસાફરોનો આબાદ બચાવઆ અકસ્માતની તીવ્રતા જોઈને આસપાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે, ચમત્કારિક રીતે કારના ડ્રાઈવર અને અન્ય મુસાફરો તેમજ બસમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો છે. જોકે, કારના આગળના ભાગનો બૂકડો બોલી ગયો હોવાથી ગાડી માલિક ભારે ચિંતિત જોવા મળ્યા હતા.આ પણ વાંચો: ધનસુરા હાઈવે પર રાહદારીને હવામાં ફગોળ્યો, કમકમાટીભર્યા અકસ્માતના CCTV સામે આવ્યા

Read Full Story arrow_forward
Rajkot માં ફૂડ વિભાગનો સપાટો, ખાદ્યતેલમાં ભેળસેળની આશંકાએ જાણીતી એજન્સીઓ પર ત્રાટકી ટીમ
calendar_today January 27, 2026

Rajkot માં ફૂડ વિભાગનો સપાટો, ખાદ્યતેલમાં ભેળસેળની આશંકાએ જાણીતી એજન્સીઓ પર ત્રાટકી ટીમ

રાજકોટ શહેરમાં શુદ્ધ ખાદ્ય સામગ્રી મળી રહે તે હેતુથી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મોટા પાયે ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને ખાદ્યતેલમાં પામ અને કપાસિયા તેલના મિશ્રણ દ્વારા થતી ભેળસેળની ફરિયાદોને પગલે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ફૂડ વિભાગની ટીમોએ શહેરની જાણીતી ઉમિયા એજન્સી, ભાવિક ટ્રેડિંગ અને યાદવ ગૃહ ઉદ્યોગ જેવા એકમોમાં દરોડા પાડી ખાદ્યતેલના શંકાસ્પદ નમૂનાઓ લીધા છે. આ ઉપરાંત, બજારમાં વેચાતા મસાલા ચણા જોર ગરમના નમૂના પણ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.આરોગ્ય સાથે ચેડાં કરનારા સાવધાન આ કામગીરી દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસરોએ શહેરના કુલ 22 ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અનેક વેપારીઓ પાસે જરૂરી ફૂડ લાયસન્સ ન હોવાનું બહાર આવતા તંત્રએ 14 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે કડક નોટિસ ફટકારી છે. ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જો નમૂનાઓ ફેઈલ જશે તો સંબંધિત વેપારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ભારે દંડ વસૂલવામાં આવશે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારનું ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. આ પણ વાંચો : Rajkot માં બીમારીનો અજગરી ભરડો, શરદી-તાવના કેસમાં તોતિંગ ઉછાળો, હોસ્પિટલો ઉભરાઈ

Read Full Story arrow_forward