android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkotના ઉપલેટામાં મંદિરનો પૂજારી જ નીકળ્યો ચોર, પીઠડ માતાજી મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
calendar_today January 24, 2026

Rajkotના ઉપલેટામાં મંદિરનો પૂજારી જ નીકળ્યો ચોર, પીઠડ માતાજી મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવેલ સુવા પ્લોટ વિસ્તારમાં સ્થિત શ્રી પીઠડ માતાજી મંદિર ખાતે થયેલી ચોરીનો ભેદ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઉકેલી લેવામાં આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, મંદિરનો પૂજારી જ ચોરીનો આરોપી હોવાનું બહાર આવ્યું છે.સોનાના દાગીના અને છત્ર સહિત કુલ રૂ. 11.80 લાખની ચોરી પીઠડ માતાજીના મંદિરમાં માતાજીને પહેરાવેલા સોનાના દાગીના અને છત્ર સહિત કુલ રૂ. 11.80 લાખની ચોરી અંગે ગઈકાલે રાતે ઉપલેટા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી પોલીસે તપાસ શરુ કરી હતી ફરિયાદને ગંભીરતાથી લઈ પોલીસ મહાનિર્દેશક, રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ ધોરાજી વિભાગના અધિકારીઓની દેખરેખ હેઠળ તપાસ શરૂ કરાઈ હતી. અંદરના જાણભેદુનો હાથ હોવાની આશંકા હતી પોલીસને શરૂઆતથી જ આ ચોરીમાં અંદરના જાણભેદુનો હાથ હોવાની આશંકા હતી. હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સોર્સીસથી મળેલી માહિતીના આધારે ઉપલેટા બાયપાસ રોડ અને ખાખી જાળીયા રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી, જ્યાંથી મંદિરના પૂજારી ચંદ્રેશ ગુણવંત બાંભણીયાની ધરપકડ કરવામાં આવી. 15.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. 15.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉપલેટા પોલીસે ગણતરીના કલાકોમાં મંદિર ચોરીનો ભેદ ઉકેલી મોટી સફળતા મેળવી છે.આ પણ વાંચો-----    Vadodara : અકોટા બ્રિજ પાસે બાઈક અકસ્માતમાં યુવકના થયેલા મોતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, યુવકે તેના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી કેમ બાંધી ?

Read Full Story arrow_forward
Narsinh Mehta Sarovar: જૂનાગઢવાસીઓની આતુરતાનો અંત, 28 જાન્યુઆરીએ નરસિંહ મહેતા સરોવરનું ભવ્ય લોકાર્પણ
calendar_today January 24, 2026

Narsinh Mehta Sarovar: જૂનાગઢવાસીઓની આતુરતાનો અંત, 28 જાન્યુઆરીએ નરસિંહ મહેતા સરોવરનું ભવ્ય લોકાર્પણ

જૂનાગઢવાસીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. શહેરના ઐતિહાસિક અને પ્રવાસન માટે મહત્વના એવા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કામગીરી આખરે પૂર્ણ થઈ ગઈ છે. આગામી 28 જાન્યુઆરીના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ સરોવરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે. આશરે 68 કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેક્ટમાં પ્રવાસીઓ માટે વોકિંગ ટ્રેક, લાઈટિંગ, અને બેઠક વ્યવસ્થા સહિતની અનેક આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ત્રણ વર્ષ સુધી ચાલેલી મહેનત બાદ હવે આ સરોવર નવા રંગરૂપમાં જનતા માટે ખુલ્લું મુકાશે.જૂનાગઢવાસીઓ માટે ગુડ ન્યુઝ લોકાર્પણ પૂર્વે જૂનાગઢ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ સરોવરની મુલાકાત લઈ કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. સરોવરના બ્યુટીફિકેશન પ્રોજેક્ટને આખરી ઓપ અપાઈ રહ્યો છે, જેથી ઉદ્ઘાટન સમયે કોઈ કચાશ ન રહે. આ સરોવર ખુલવાથી માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ ગિરનારની મુલાકાતે આવતા લાખો શ્રદ્ધાળુઓ અને પર્યટકો માટે પણ એક આકર્ષક સ્થળ બની રહેશે. લોકાર્પણ કાર્યક્રમની તૈયારીઓને લઈને મનપા તંત્ર દ્વારા અત્યારથી જ આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પણ વાંચો : Jamnagar News : પ્રેમલગ્નની અદાવતમાં સાળાએ જ બનેવીને છરીના ઘા ઝીંકી પતાવી દીધો, પોલીસે બે આરોપીની કરી ધરપકડ

Read Full Story arrow_forward
Surat News: અમરોલીમાં ઓનલાઈન સટ્ટો રમતા બે ઈસમો ઝડપાયા
calendar_today January 24, 2026

Surat News: અમરોલીમાં ઓનલાઈન સટ્ટો રમતા બે ઈસમો ઝડપાયા

સુરત જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. સુરતમાં ઓનલાઇન સટ્ટો રમતા બે ઈસમોને પોલીસે જેલના હવાલે કર્યા છે. આ આરોપીઓ એપ્લિકેશનના મારફતે લોકોને સટ્ટો રમાડતા હતા. આ હાઈટેક સટ્ટોડિયા પોલીસના હાથે ચડ્યા બાદ ઓનલાઈન બેટિંગનું મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતા છે. હાલ પોલીસ દ્વારા આ બે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અંજની વિસ્તારમાંથી પોલીસે ઓનલાઈન સટ્ટો રમતા બે શખ્સોને ઝડપી લીધા છે. આ બંને આરોપીઓ એપ્લિકેશન મારફતે ચાલતું સટ્ટા બેટિંગનું રેકેટ ચલાવતા હતા. આ બંને આરોપીઓ આઇડી અને પાસવર્ડ આપીને ઓનલાઈન સટ્ટો રમાડતા હતા. આ બંને આરોપીઓ પાસેથી પોલીસે મોબાઇલ અને રોકડ રકમ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઓનલાઈન બેટિંગ રેકેટ અંગે પોલીસ તપાસ આરોપીઓ શૈલેષ માલવિયા અને વિપુલ ગઢિયાની પોલીસે ધરપકડ કરી છે. આ ઓનલાઈન બેટિંગ રેકેટમાં કોણ કોણ સંડોવાયેલું છે, એ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. વધુ તપાસ બાદ ઘણા મોટા નામો ખુલે તેવી શક્યતા છે. આ સાથે પોલીસ તપાસ બાદ ઓનલાઈન બેટિંગ રેકેટમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. આ રેકેટના છેડા અન્ય ઘણા શહેરોમાં હોય તેવી શંકા પોલીસને છે. આ પણ વાંચો - Surat માં સ્કૂલ ફંક્શન બન્યું અખાડો, પાલ વિસ્તારમાં એન્યુઅલ ફંક્શન દરમિયાન મિસ-મેનેજમેન્ટને લઈ ભારે મારામારી

Read Full Story arrow_forward