android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patanના શંખેશ્વરમાં લૂંટારૂઓ બન્યા બેફામ, મહિલાને બાઈક ચાલકે લિફ્ટ આપીને ચલાવી લૂંટ
calendar_today January 24, 2026

Patanના શંખેશ્વરમાં લૂંટારૂઓ બન્યા બેફામ, મહિલાને બાઈક ચાલકે લિફ્ટ આપીને ચલાવી લૂંટ

પાટણ જિલ્લાના શંખેશ્વર વિસ્તારમાં લૂંટારૂઓ બેફામ બન્યા હોવાની વધુ એક ઘટના સામે આવી છે. બાઈક ચાલકે મહિલાને લિફ્ટ આપીને લૂંટ ચલાવી હોવાનો બનાવ બન્યો છે.બાઇક ચાલકે મહિલાને લિફ્ટ આપી મળતી માહિતી પ્રમાણે બાઇક ચાલકે મહિલાને લિફ્ટ આપી હતી અને ત્યારબાદ તેની એકલતાનો લાભ ઉઠાવી ઉપલિયાસર અને હરિપુરા ગામે વચ્ચેની અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો  સોનાનો દોરો અને કાનમાં પહેરેલી બુટ્ટી તોડી ફરાર માહિતી મુજબ, આદરીયાણા ગામથી બોલામણા પ્રસંગે હાજરી આપી મહિલા પરત ફરી રહી હતી. આ દરમિયાન બાઈક ચાલકે મહિલાની એકલતાનો લાભ ઉઠાવી અવાવરૂ સ્થળે લઈ જઈ સોનાનો દોરો અને કાનમાં પહેરેલી બુટ્ટી તોડી લઈને ફરાર થઈ ગયો. પોલીસે આરોપીને ઝડપવા શોધખોળ શરૂ કરી ઘટનાની જાણ થતાં શંખેશ્વર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે. આ પણ વાંચો-----     Vadodara : અકોટા બ્રિજ પાસે બાઈક અકસ્માતમાં યુવકના થયેલા મોતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, યુવકે તેના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી કેમ બાંધી ?

Read Full Story arrow_forward
Amreli ડાયમંડ એસોસિએશને કરી મોટી જાહેરાત, રત્ન કલાકારોમાં ખુશીનો માહોલ
calendar_today January 24, 2026

Amreli ડાયમંડ એસોસિએશને કરી મોટી જાહેરાત, રત્ન કલાકારોમાં ખુશીનો માહોલ

ડાયમંડ સિટીનું નામ આવે એટલે લોકોને સુરત શહેર જ મનમાં આવે છે. હવે સૌરાષ્ટ્રમાં પણ એક ડાયમંડ સિટી મળે તેવા સમાચાર સામે આવ્યા છે. અમરેલીમાં હીરા ઉદ્યોગ મોટાપાયે વિકસ્યો છે. જે કારણે અમરેલીમાં 150થી વધુ ઓફિસો ધરાવતું ડાયમંડ માર્કેટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે અમરેલી ડાયમંડ એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ સૌરાષ્ટ્રના રત્ન કલાકારોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.અમરેલીમાં 150થી વધુ ઓફિસો ધરાવતું ડાયમંડ માર્કેટ બનશે અમરેલી જિલ્લામાં હાલ હીરાના 947 કારખાનાઓ આવેલા છે. જેમાં 47,000 રત્ન કલાકારો કામ કરી રહ્યા છે. અમરેલી ડાયમંડ એસોસિએશન દ્વારા 150થી વધુ ઓફિસો ધરાવતું ડાયમંડ માર્કેટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે ડાયમંડ વેપારીઓએ મંત્રી કૌશિક વેકરિયા સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્ય સરકાર અમરેલીના વિકાસ માટે પૂરતો ટેકો આપશે, તેવું આશ્વાસન મંત્રી કૌશિક વેકરિયાએ આપ્યું છે. ગુજરાતનું નવું 'ડાયમંડ હબ' બનશે અમરેલી અમરેલી ડાયમંડ માર્કેટમાં લોકર રૂમ, ટુ-ફોર વ્હીલર પાર્કિંગ જેવી સુવિધા ઉભી કરવામાં આવશે. આ માર્કેટ બન્યા બાદ હીરાના વેપારીઓ, એજન્ટ, નાના કારખાનેદારોને નવી તકો મળશે. અમરેલી ડાયમંડ એસોસિએશનની આ જાહેરાત બાદ અમરેલી ગુજરાતનું નવું 'ડાયમંડ હબ' બનશે. આ સાથે સૌરાષ્ટ્રને ડાયમંડ સિટી મળશે. આ નિર્ણય સાથે જ અમરેલી જિલ્લાના હીરા ઉદ્યોગ માટે સુવર્ણ યુગની શરૂઆત થશે, તેવી રત્ન કલાકારોને આશા છે. અમરેલીના વિકાસ માટે પૂરતો ટેકો આપશે રાજ્ય સરકાર અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ લલિત ઠુંમરે જણાવ્યું હતું કે, અમરેલીને રિયલ ડાયમંડના ગઢ તરીકે વિકસાવવા માટે અમે રણશિંગુ ફૂંક્યું છે. અમરેલીમાં ટૂંક સમયમાં 150થી વધુ અદ્યતન ઓફિસો ધરાવતું ભવ્ય ડાયમંડ માર્કેટ બનશે. અમરેલી જિલ્લામાં હાલ 947 કારખાના અને 47,000 રત્નકલાકારો કાર્યરત છે, જેમને હવે નવી ઓળખ મળશે. આ અંગે રાજ્ય મંત્રી કૌશિક વેકરિયા સાથે બેઠક કરવામાં આવી હતી. રાજ્ય સરકાર અમરેલીના વિકાસ માટે પૂરતો ટેકો આપશે. સુરત બાદ હવે અમરેલી ડાયમંડ માર્કેટમાં ડંકો વગાડશે લલિત ઠુંમરે વધુમાં જણાવ્યું હતું કે, નવા માર્કેટમાં સેફ્ટી માટે લોકર રૂમ અને 60-70 ફોર-વ્હીલ બાઈક પાર્કિંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. દર શનિવારે સમગ્ર ગુજરાતમાંથી હીરાના વેપારીઓ ખરીદી માટે અમરેલી ઉમટી રહ્યા છે. ઉદ્યોગપતિઓ સાથે વાતચીત ચાલુ છે, અને હજારો યુવાનોને ઘર આંગણે રોજગારી મળશે. હીરા ઉદ્યોગમાં વેપારીઓ, દલાલો અને નાના કારખાનેદારો માટે નવી તકો ઉભી થશે. સુરત બાદ હવે અમરેલી ડાયમંડ માર્કેટમાં ડંકો વગાડશે. આ પણ વાંચો - Amreli News : અમરેલીમાં સાયબર ફ્રોડ કેસમાં ઐતિહાસિક ચુકાદો,‘સરપ્રાઈઝ ગિફ્ટ’ના બહાને છેતરપિંડી આચરનાર નાઇજીરીયન મહિલાને 7 વર્ષની કેદ થઈ

Read Full Story arrow_forward
Jamnagar News : પ્રેમલગ્નની અદાવતમાં સાળાએ જ બનેવીને છરીના ઘા ઝીંકી પતાવી દીધો, પોલીસે બે આરોપીની કરી ધરપકડ
calendar_today January 24, 2026

Jamnagar News : પ્રેમલગ્નની અદાવતમાં સાળાએ જ બનેવીને છરીના ઘા ઝીંકી પતાવી દીધો, પોલીસે બે આરોપીની કરી ધરપકડ

જામનગર શહેરમાં પ્રેમલગ્નની જૂની અદાવત રાખીને એક યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવકે આરોપીની બહેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા, જે બાબતનો ખાર રાખીને તેના સગા સાળાએ અન્ય એક શખ્સ સાથે મળીને હુમલો કર્યો હતો. ધોળા દિવસે થયેલા આ હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જેને પગલે જામનગર પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.CCTV ફૂટેજે ખોલ્યા રાજ પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસ્યા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓનું લોકેશન ટ્રેસ કર્યું હતું. ગણતરીના કલાકોમાં જ પોલીસે મૃતક યુવકના સાળા અને તેના સાગરીતની ધરપકડ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે બહેને કરેલા પ્રેમલગ્ન તેને મંજૂર ન હોવાથી તેણે આ જઘન્ય અપરાધ આચર્યો હતો. હાલ પોલીસે હત્યામાં વપરાયેલું હથિયાર કબજે કરવા અને વધુ પુરાવા એકત્ર કરવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ પણ વાંચો : Ahmedabad News : સનાતન ધર્મમાં સંતો સર્વોપરી, અવિમુક્તેશ્વરાનંદના અપમાનથી સાધુ-સંતોમાં ભારે આક્રોશ

Read Full Story arrow_forward