android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : સુરતમાં સરસ્વતી પૂજાના પવિત્ર કાર્યક્રમમાં "ડાન્સરોએ" સ્ટેજ પર ઠુમકા લગાવ્યા, લોકોએ નોટો ઉડાવી ડાન્સરોને કરી ખુશ
calendar_today January 24, 2026

Surat News : સુરતમાં સરસ્વતી પૂજાના પવિત્ર કાર્યક્રમમાં "ડાન્સરોએ" સ્ટેજ પર ઠુમકા લગાવ્યા, લોકોએ નોટો ઉડાવી ડાન્સરોને કરી ખુશ

સુરતમાં સાર્વજનિક સરસ્વતી પૂજાના નામે યોજાયેલા કાર્યક્રમમાં ઠુમકા લગાવતો વીડિયો સો. મીડિયામાં વાયરલ થયો હતો અને આનંદ પાર્ક સમાજ તેમજ મિત્ર મંડળ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટર પણ હાજરી આપી હતી. અને સરસ્વતી પૂજામાં આ પ્રકારે ડાન્સરોને બોલાવી સ્ટેજ પર ઠુમકા લગાવવા કેટલું યોગ્ય...?પૂજાના કાર્યક્રમમાં ઠુમકા લગાવવા કેટલુ યોગ્ય ? સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલી આનંદ પાર્ક સોસાયટીમાં વસંતપંચમીના દિવસે સરસ્વતી પૂજાનું આયોજન કરાયું હતુ અને આ પૂજામાં સ્ટેજ પર ડાન્સરો ડાન્સ કરતી હોવાનો વીડિયો વાયરલ થયો છે, અને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે, આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી પરંતુ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે, આયોજકોએ પૂજા રાખી હતી કે ડાન્સ ! મહિલાઓએ જાહેરમાં ડાન્સ કરતા કેટલાક લોકો ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા હતા. સરસ્વતી પૂજાના નામે સુરતમાં તમાશો થશો આયોજકોએ મૂજરો કરાવીને ડાન્સરો પર નોટો ઉડાવી હતી અને ડાન્સરો અલગ-અલગ ગીતો પર ડાન્સ કરી રહી હતી, આ કાર્યક્રમમાં સ્થાનિક મહિલાઓ અને બાળકો પણ હાજર હતા અને તે લોકો પણ શરમમાં મૂકાઈ ગયા હતા, જાહેરમાં આ પ્રકારે મર્યાદા ઓળંગનારા આયોજકો સામે કડક પગલાં લેવા જોઈએ તેવી માગ પણ ઉઠી છે. આ પણ વાંચો : Surendranagar News : શિક્ષણ રાજ્યમંત્રીએ મૂળીની ટીડાણા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી, શૈક્ષણિક ગુણવત્તા અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું

Read Full Story arrow_forward
Mehsana : સતલાસણાના બેડસ ગામે વરઘોડામાં બબાલ, ગામમાં બેન્ડવાજા વગાડવા, વરઘોડાને લઇ બબાલ થયા બાદ પથ્થરમારો
calendar_today January 24, 2026

Mehsana : સતલાસણાના બેડસ ગામે વરઘોડામાં બબાલ, ગામમાં બેન્ડવાજા વગાડવા, વરઘોડાને લઇ બબાલ થયા બાદ પથ્થરમારો

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના બેડસ ગામમાં લગ્નનોવરઘોડો નીકળવા બદલ માથાકૂટ થઇ હતી જેમાં ભારે બબાલ થતા સામ સામે પથ્થરમારો થયો હતો. બનાવમાં એક મહિલા ઘાયલ થઇ હોવાનું જાણવા મળે છે. વરઘોડામાં બેંડ વગાડવા અને વરઘોડો નિકળવાના મુદ્દે બે જૂથ વચ્ચે બોલાચાલીમળેલી માહિતી પ્રમાણે ગામમાં વરઘોડામાં બેંડ વગાડવા અને વરઘોડો નિકળવાના મુદ્દે બે જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો બંને જૂથ વચ્ચે સામ સામે પથ્થરમારો ચાલુ વરઘોડામાં જ આ મુદ્દે ભારે બોલાચાલી થયા બાદ હંગામો મચ્યો હતો અને બંને જૂથ વચ્ચે સામ સામે પથ્થરમારો થયો હતો ઘટનામાં એક મહિલા ઘાયલ પથ્થરમારાની ઘટનામાં એક મહિલા ઘાયલ થઈ હોવાનું જાણવા મળે છે. બનાવની જાણ થતાં પોલીસ તત્કાળ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મામલો સંભાળી લીધો હતો. પોલીસ તપાસ શરુ ઘટનાના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. મામલો શું હતો અને કઇ રીતે બનાવ બન્યો તે સહિતના મુદ્દા પર પોલીસ તપાસ શરુ થઇ છે. આ પણ વાંચો-----    Vadodara : અકોટા બ્રિજ પાસે બાઈક અકસ્માતમાં યુવકના થયેલા મોતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, યુવકે તેના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી કેમ બાંધી ?

Read Full Story arrow_forward
Republic Day 2026: 2.5 કિલો RDX સાથે 4 આતંકી ઝડપાયા, પ્રજાસત્તાક દિવસ પહેલા આતંકી ષડયંત્ર નિષ્ફળ
calendar_today January 24, 2026

Republic Day 2026: 2.5 કિલો RDX સાથે 4 આતંકી ઝડપાયા, પ્રજાસત્તાક દિવસ પહેલા આતંકી ષડયંત્ર નિષ્ફળ

પંજાબના હોશિયારપુરમાં પોલીસે પ્રજાસત્તાક દિવસ પહેલા એક મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે. પોલીસે પ્રતિબંધિત પાકિસ્તાની ISI સમર્થિત સંગઠન, બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સાથે જોડાયેલા એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં ચાર ખતરનાક આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી આશરે 2.5 કિલો RDX ભરેલો IED જપ્ત કરવામાં આવ્યો હતો.બે પિસ્તોલ કબ્જે કરી પંજાબના પોલીસ મહાનિર્દેશક (DGP) ગૌરવ યાદવે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ દિલજોત સિંહ, હરમન સિંહ ઉર્ફે હેરી ઉર્ફે હરી, અજય ઉર્ફે મહિરા અને અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ કંડોલા તરીકે કરવામાં આવી છે, જે બધા SBS નગર જિલ્લાના રાહોન વિસ્તારના રહેવાસી છે. પોલીસે તેમના કબજામાંથી બે પિસ્તોલ પણ જપ્ત કરી છે.  હુમલાનું કાવતરું નિષ્ફળ બનાવાયુંDGP ગૌરવ યાદવે જણાવ્યું હતું કે આ આતંકવાદી મોડ્યુલ યુએસ સ્થિત બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ હેન્ડલર્સ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જપ્ત કરાયેલા IED નો ઉપયોગ આગામી પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લક્ષ્ય બનાવીને આયોજિત આતંકવાદી હુમલો કરવા માટે કરવાનો હતો. BKI હેન્ડલર્સ અમેરિકાથી સૂચનાઓ આપી રહ્યા હતા BKI હેન્ડલર્સ અમેરિકાથી આ આતંકવાદીઓને સૂચનાઓ આપી રહ્યા હતા, જેમને પાકિસ્તાનની ISI દ્વારા વિસ્ફોટકો પૂરા પાડવામાં આવી રહ્યા હતા. આ ગેંગ પંજાબની શાંતિ ભંગ કરવા અને લક્ષ્યાંકિત હુમલાઓ કરવા માટે તૈયાર હતી. પોલીસ હાલમાં ચાર આતંકવાદીઓની પૂછપરછ કરી રહી છે અને તેમના અન્ય સહયોગીઓ વિશે પણ માહિતી એકત્રિત કરી રહી છે. વધુ તપાસ તેજતેમણે કહ્યું કે આ કેસમાં આગળ અને પાછળની કડીઓ સ્થાપિત કરવા માટે વિગતવાર તપાસ ચાલી રહી છે. ઓપરેશન વિશે વિગતો શેર કરતા, હોશિયારપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક સંદીપ મલિકે જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે, હોશિયારપુર પોલીસ અને CI જલંધર ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને ચાર શંકાસ્પદોની ધરપકડ કરી હતી અને તેમના કબજામાંથી એક RDX આધારિત IED અને બે પિસ્તોલ જપ્ત કરી હતી.

Read Full Story arrow_forward