Kutch: ટુંડા-નાના ભાડિયા વચ્ચે ભંગારના વાડામાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાયા
કચ્છના મુન્દ્રા તાલુકામાં આવેલા ટુંડા અને નાના ભાડિયા ગામ વચ્ચેના વિસ્તારમાં આજે સાંજના સમયે એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ આગ એક ભંગારના વાડામાં લાગી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે સ્થાનિક પંથકમાં દોડધામ મચી ગઈ હતી.ભંગારના વાડામાં આગ ભભૂકી ઉઠીમળતી માહિતી મુજબ, ટુંડા-નાના ભાડિયા રોડ પર આવેલા ભંગારના વાડામાં આજે સાંજના સમયે અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. ભંગારના જથ્થામાં પ્લાસ્ટિક, ટાયર અને અન્ય જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.દૂર-દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટાઆગ એટલી ભીષણ હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા અને જ્વાળાઓ દૂર-દૂર સુધીના ગામોમાંથી પણ જોઈ શકાતી હતી. ભંગારના વાડામાં લાગેલી આ આગને કારણે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાયું હતું અને આસપાસના રહીશોમાં ફાળ પડી હતી.તંત્ર અને ફાયર ફાઇટરની કામગીરીઘટનાની જાણ થતા જ મુન્દ્રા અને આસપાસની કંપનીઓના ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સદનસીબે, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ભંગારના વાડામાં રહેલો લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા છે.આ પણ વાંચો: અમેરિકાના વિઝા માટે નકલી ડિગ્રી રજૂ કરવાનું કૌભાંડ, ઘાટલોડિયાનો યુવક અને મહિલા એજન્ટ શંકાના ઘેરામાં
Read Full Story arrow_forward