android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : અમદાવાદના વાસણામાંથી હાઇબ્રિડ ગાંજો ઝડપાયો, SMCએ 41.50 લાખનો હાઇબ્રિડ ગાંજો કબજે કર્યો
calendar_today January 23, 2026

Gujarat Latest News Live : અમદાવાદના વાસણામાંથી હાઇબ્રિડ ગાંજો ઝડપાયો, SMCએ 41.50 લાખનો હાઇબ્રિડ ગાંજો કબજે કર્યો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 23 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Tharad દેશભક્તિના રંગે રંગાયું: 77મા પ્રજાસત્તાક પર્વ પૂર્વે અત્યાધુનિક શસ્ત્રોનું પ્રદર્શન
calendar_today January 23, 2026

Tharad દેશભક્તિના રંગે રંગાયું: 77મા પ્રજાસત્તાક પર્વ પૂર્વે અત્યાધુનિક શસ્ત્રોનું પ્રદર્શન

બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક થરાદ અત્યારે દેશભક્તિના રંગમાં તરબોળ જોવા મળી રહ્યું છે. આગામી 77મા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી થરાદ ખાતે થવાની હોય, તેના ભાગરૂપે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ઉજવણીના પૂર્વાર્ધરૂપે થરાદ પોલીસ વિભાગ દ્વારા વિશેષ શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય સુરક્ષા દળો દ્વારા વપરાતા અત્યાધુનિક હથિયારો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શન નિહાળવા માટે આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.રાજ્યકક્ષાના 77 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી તૈયારીઓથરાદના ચાર રસ્તા પર સુરક્ષા જવાનો દ્વારા શિસ્તબદ્ધ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે નાગરિકોમાં આકર્ષણ જમાવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભુજ બોર્ડર રેન્જના આઈજી (IG) ચિરાગ કોરડિયા, બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા અને જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી હતી. અધ્યક્ષે જવાનોની સજ્જતાને બિરદાવી હતી અને નાગરિકોને પ્રજાસત્તાક પર્વના ગૌરવશાળી આયોજનમાં સહભાગી થવા આહવાન કર્યું હતું. વાવ થરાદનું વડુ થરાદ રંગાયુ દેશભક્તિના રંગમાં શસ્ત્ર પ્રદર્શનમાં આધુનિક ગન, રડાર સિસ્ટમ અને અન્ય સંરક્ષણ સાધનો વિશે જવાનોએ લોકોને માહિતી આપી હતી, જે ખાસ કરીને યુવા પેઢી માટે પ્રેરણાદાયી સાબિત થઈ હતી. આખું થરાદ શહેર અત્યારે રોશની અને ત્રિરંગાથી સજ્જ છે. રાજ્યકક્ષાનો કાર્યક્રમ હોવાથી સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત બનાવવામાં આવી છે. વાવ અને થરાદ પંથકના લોકોમાં આ રાષ્ટ્રીય પર્વને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય, વિવિધ આવાસ યોજનાઓમાં દંડનીય વ્યાજ માફી
calendar_today January 23, 2026

Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય, વિવિધ આવાસ યોજનાઓમાં દંડનીય વ્યાજ માફી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના લાભાર્થીઓના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છેબે ટકા દંડનીય વ્યાજ ભરી શકે તેમ નથી તેમને રાહત મળશે મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના જે લાભાર્થીઓ મુદ્દલ સંપૂર્ણ ભરવા સંમત છે પરંતુ માસિક બે ટકા દંડનીય વ્યાજ ભરી શકે તેમ નથી તેમને રાહત મળશે. 2%ના દંડનીય વ્યાજ વસૂલાતમાંથી મુક્તિ મુખ્યમંત્રી સમક્ષ આવા લાભાર્થીઓએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે એવા સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા છે કે આ આવાસ યોજનાના જે લાભાર્થીઓ 6 મહિનામાં તેમની બાકી રહેલી મૂદ્દલની સંપૂર્ણ રકમ ભરપાઈ કરે તેમને one time વ્યાજ માફીની યોજના અન્વયે 2%ના દંડનીય વ્યાજ વસૂલાતમાંથી મુક્તિ અપાશે. 9029 જેટલા ગ્રામીણ કુટુંબોને લાભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી અંદાજે 9029 જેટલા ગ્રામીણ કુટુંબોને લાભ થશે અને તેઓને કુલ 154 કરોડ જેટલી દંડનીય માતબર રકમની રાહત મળશે. એટલું જ નહીં, ગ્રામ્ય વિસ્તારના આ કુટુંબોને તેમના નામે મકાન માલિકીના હક્ક મળતા તેઓ સાચા અર્થમાં પોતીકા મકાન ધારક થઈ જશે. પોતીકી આવાસ છત માટેનો કરેલો સંકલ્પ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દરેક જરૂરતમંદ નાગરિકને માથે પોતીકી આવાસ છત માટેનો કરેલો સંકલ્પ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ જનહિત લક્ષી નિર્ણયથી રાજ્યના ગ્રામ્ય વિસ્તારના કુટુંબીજનો સાકાર કરી શકશે..આ પણ વાંચો----     Amreli News : સાયબર ફ્રોડ કેસમાં નાઈઝિરીયન મહિલાને 7 વર્ષની સજા, જાણો હર્ષ સંઘવીએ શું કહ્યું?

Read Full Story arrow_forward