android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli News: સિંહ અને ગાય વચ્ચે ખેલાયો જંગ, જુઓ Video
calendar_today January 23, 2026

Amreli News: સિંહ અને ગાય વચ્ચે ખેલાયો જંગ, જુઓ Video

ગીરની સરહદે આવેલા અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના સરોવડા ગામમાં વનરાજોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. મોડી રાત્રે શિકારની શોધમાં બે સિંહો ગામની ભરચક બજારમાં ઘૂસી આવ્યા હતા. સિંહના પંજામાંથી પોતાના વાછરડાને બચાવવા માટે એક ગાય સિંહ સામે થઈ હતી, જેના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.બજારમાં જામી ગાય અને સિંહની લડાઈ સરોવડા ગામની બજારમાં મોડી રાત્રે જ્યારે ગામ આખું નિંદ્રામાં હતું, ત્યારે સિંહોએ દસ્તક દીધી હતી. શિકારની શોધમાં આવેલા સિંહોએ એક વાછરડાનો શિકાર કરવા દોડ લગાવી હતી. સિંહે વાછરડા પાછળ દોટ લગાવી ત્યારે તેને બચાવવા માટે ગાય માતા પણ સિંહની પાછળ દોડી હતી. સિંહ અને ગાયની આ દોડધામથી ગામની બજાર ગુંજી ઉઠી હતી. જોકે, આખરે સિંહે વાછરડાને પોતાના મજબૂત જડબામાં દબાવી દીધું હતું. શિકાર કરીને પશુને ગામની બહાર લઈ ગયા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સિંહે વાછરડાનો શિકાર કર્યા બાદ તેને મોઢામાં પકડીને આરામથી ગામની બહાર લઈ ગયો હતો. ગામની બજારમાં જ સિંહના આંટાફેરા અને શિકારની આ ઘટનાથી ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે. લોકો હવે રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.https://x.com/sandeshnews/status/2014615833864241201 સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ સિંહના શિકાર અને પશુઓની દોડધામના આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યા છે. સ્થાનિકોએ વન વિભાગને આ બાબતે જાણ કરી છે, અને રાત્રિના સમયે સિંહોના વસવાટને રોકવા અથવા યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે. આ પણ વાંચો - Amreliમાં ટ્રેન ઉથલાવવાનું મોટું કાવતરું નિષ્ફળ: રેલવે ટ્રેક પર મુકાયા પથ્થરો અને લોખંડના પોલ

Read Full Story arrow_forward
Mehsana માં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ભાન્ડુ હાઈવે પરથી અર્ટિગા કાર ઝડપાઈ!
calendar_today January 23, 2026

Mehsana માં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ભાન્ડુ હાઈવે પરથી અર્ટિગા કાર ઝડપાઈ!

મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ચોક્કસ બાતમીના આધારે ભાન્ડુ હાઈવે પર વોચ ગોઠવીને વિદેશી દારૂની મોટી ખેપ ઝડપી પાડી છે. પોલીસને ચકમો આપવા માટે બૂટલેગરોએ અર્ટિગા કારમાં ડ્રાઈવર અને પેસેન્જર સીટની નીચે લોખંડના ખાસ ગુપ્ત ખાના બનાવ્યા હતા. આ ખાનાઓમાં અત્યંત ચાલાકીપૂર્વક દારૂની બોટલો છુપાવવામાં આવી હતી. જોકે, LCBની ટીમે બારીકાઈથી તપાસ કરતા કારમાંથી કુલ 1,130 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ દારૂ રાજસ્થાનથી પાલનપુર થઈ મહેસાણા તરફ લાવવામાં આવી રહ્યો હતો.ખાખીની બાજ નજર આ કાર્યવાહી દરમિયાન પોલીસે રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ ફોન અને હેરાફેરીમાં વપરાયેલી લક્ઝુરિયસ કાર સહિત કુલ રૂ. 7.34 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને જેલહવાલે કરવામાં આવ્યા છે. મહેસાણા પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનમાં કોણે આપ્યો હતો અને મહેસાણામાં તે કોને સપ્લાય કરવાનો હતો. હાઈવે પર પોલીસના આ સપાટાથી બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં ઠંડીનો સેકન્ડ રાઉન્ડ, આગામી બે દિવસ રાજ્યમાં પડશે હાડ થીજવતી ઠંડી!

Read Full Story arrow_forward
Amreli શહેરમાં શ્વાનના આંતક બાદ પાલિકાનો એક્શન પ્લાન, 1600 જેટલા શ્વાનોનું રસીકરણ શરુ કરાયું
calendar_today January 23, 2026

Amreli શહેરમાં શ્વાનના આંતક બાદ પાલિકાનો એક્શન પ્લાન, 1600 જેટલા શ્વાનોનું રસીકરણ શરુ કરાયું

અમરેલી શહેરમાં શ્વાનના આંતક બાદ અમરેલી નગરપાલિકા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને 1600 જેટલા શ્વાનોનું ભાવનગરની વેટનરી તબીબોની ટીમ દ્વારા રસીકરણ શરૂ કર્યું જેમાં ખાસ કરીને જે 10 વિસ્તારોમાં શ્વાનનો વધુ આંતક હતો તે વિસ્તારમાં શ્વાનને હડકવા વિરોધી રસી આપવાની કામગીરી શરૂ કરાઈ1600 થી વધારે શ્વાનનું રસીકરણ કરવાની શરૂઆત અમરેલી શહેરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી શ્વાન દ્વારા હાહાકાર મચાવવામાં આવ્યો હતો અને 50થી વધારે લોકોને શ્વાને બચકા ભર્યા હતા જેને પગલે અમરેલી નગરપાલિકા દ્વારા એક્શન પ્લાન કરવામાં આવ્યો છે અને અમરેલી શહેરના અલગ અલગ વિસ્તારમાં 1600 થી વધારે શ્વાનને રસીકરણ કરવાની શરૂઆત કરવામાં આવી છે જેમાં ભાવનગરથી વેટનરી તબીબો ની ટીમ અમરેલી આવી પહોંચી છે.  હડકવા વિરોધી રસી આપવાની કામગીરી  જે 10 વિસ્તારમાં શ્વાનનો આંતક હતો તે વિસ્તારમાં હડકવા વિરોધી રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી અમરેલી શહેરમાં 10 વિસ્તારો ની અંદર છ છ લોકોની બે ટીમો બનાવી છે આ ટીઓ દ્વારા અમરેલી શહેરમાં વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ રાઠોડે જણાવ્યું હતું. આ પણ વાંચો-----     Jamnagar : વસંત પંચમીના દિવસે યુવકની કૃર હત્યા, પ્રેમ પ્રકરણમાં મૃતકના સાળા સહિત ત્રણ શખ્સોએ ચાકૂના ઘા ઝીંકી હત્યા કરી હોવાની આશંકા

Read Full Story arrow_forward