android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod: બે ગધેડાઓની લડાઈમાં માજી કાઉન્સિલર શિકાર બન્યા, માથામાં લાત મારતા હાલત ગંભીર
calendar_today January 23, 2026

Dahod: બે ગધેડાઓની લડાઈમાં માજી કાઉન્સિલર શિકાર બન્યા, માથામાં લાત મારતા હાલત ગંભીર

શહેરના માંડવ રોડ વિસ્તારમાં એક વિચિત્ર પણ અત્યંત ગંભીર કહી શકાય તેવી દુર્ઘટના સામે આવી છે. દાહોદના માજી કાઉન્સિલર દિનેશભાઈ સિકલીગર રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બે ગધેડાઓની લડાઈ વચ્ચે આવી જતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.દાહોદના માજી કાઉન્સિલર ગધેડાઓની લડાઈમાં ઘાયલમળતી માહિતી મુજબ, માજી કાઉન્સિલર દિનેશભાઈ સિકલીગર પોતાની એક્ટિવા પર સવાર થઈને માંડવ રોડ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે રસ્તાની વચ્ચે બે ગધેડાઓ ઉગ્ર રીતે લડી રહ્યા હતા. અચાનક લડતા-લડતા ગધેડાઓ દિનેશભાઈની એક્ટિવા પાસે આવી ગયા હતા અને ગભરામણ કે ઝપાઝપીમાં એક ગધેડાએ દિનેશભાઈને માથાના ભાગે જોરદાર લાત મારી દીધી હતી. લાત એટલી પ્રચંડ હતી કે તેઓ સ્થળ પર જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.હોસ્પિટલમાં સારવાર હેઠળઅકસ્માત સર્જાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં રહેલા દિનેશભાઈને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાથી તેમની હાલત હાલ ચિંતાજનક છે. આ ઘટનાને પગલે તેમના પરિવારજનો અને ટેકેદારોમાં ભારે ચિંતા અને રોષની લાગણી ફેલાઈ છે.આ પણ વાંચો: Surat: નશામાં ધૂત અકસ્માત સર્જનાર ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરની ધરપકડ

Read Full Story arrow_forward
Gujarat News : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ ફરી ભગવાન રામના નામે લોકો વચ્ચે જશે
calendar_today January 23, 2026

Gujarat News : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ ફરી ભગવાન રામના નામે લોકો વચ્ચે જશે

ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. ત્યારે ભાજપ ફરી એક વખત રામના નામે ચૂંટણીના મેદાનમાં ઉતરશે. પરંતુ રામજીનું નામ થોડુ અલગ રીતે લેશે. કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ અને સ્વરૂપ બદલીને VB G Ram G કરવામાં આવ્યું છે. આ મુદ્દાને લઈને કોંગ્રેસ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં વિરોધાત્મક પ્રચાર થઈ રહ્યો છે. તેનું ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપ દ્વારા હવે આ યોજનાને ગ્રામીણ સ્તરે પહોંચાડવા કામગીરી શરૂ કરાઈ છે. આ અભિયાન આગામી 28 ફેબ્રુઆરી સુધી ચાલાવાશે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે રામ મંદિરના નામે પ્રચાર કર્યો હતો. હવે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં G Ram G ના નામે પ્રચાર કરશે. કેન્દ્ર સરકારે જે રીતે મનરેગા યોજનાનું નામ બદલી તેમાં કેટલાક સુધારા કર્યા તેના લાભ શું છે તેની માહિતી ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચાડવા માટે આવતીકાલથી અભિયાન શરૂ કરવામાં આવશે. આ અભિયાન આગામી 28 ફેબ્રુઆરી સુધી ચાલાવાશે. આજે ભાજપની બેઠક મળી હતી જેમાં રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ હોદ્દેદારો અને જિલ્લા તથા શહેર પ્રમુખોને માર્ગ દર્શન આપવામાં આવ્યું છે. રાજ્યના 18 હજાર ગામડાઓમાં વસતા લોકો સુધી પહોંચીને ખેડૂત અને મજૂર વર્ગને કેવી રીતે આ યોજનાથી ફાયદો થશે તેની જાણકારી આપવામાં આવશે. ભાજપને ગ્રામીણ વિસ્તારોમાં નુકસાન થાય તેવી ભીતિ ભાજપના સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ગ્રામીણ વિસ્તારોમાં નુકસાન થાય તેવી ભીતિ છે. કારણ કે મનરેગા બાબતે કોંગ્રેસનો પ્રચાર ગામડામાં થઈ રહ્યો છે. ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સંવિધાનના નામે પ્રચાર કર્યો તેનાથી ભાજપને કેટલુંક નુકસાન પહોંચ્યું હતું. એ જ રીતે હાલમાં કોંગ્રેસ દ્વારા અલગ અલગ કાર્યક્રમો આવી મનરેગામાં સુધારા બાદ કેટલું નુકસાન થશે તેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.જેની ગામડામાં અસર હોવાનું પણ જાણવા મળ્યું છે. જેથી હવે ભાજપ દ્વારા પણ આ યોજનાને લઈને તેના ફાયદા શું છે તેની જાણ ગ્રામ્ય વિસ્તારોમાં કરાશે. રાજ્ય સરકારના પૂર્વ મંત્રી બચુ ખાબડ પણ આજની બેઠકમાં હાજર હતાં. આ પણ વાંચોઃ Patan News : સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર, દારૂની મહેફિલ માણતા 3 પોલીસકર્મીઓ સસ્પેન્ડ!

Read Full Story arrow_forward
Jamnagar : વસંત પંચમીના દિવસે યુવકની કૃર હત્યા, પ્રેમ પ્રકરણમાં મૃતકના સાળા સહિત ત્રણ શખ્સોએ ચાકૂના ઘા ઝીંકી હત્યા કરી હોવાની આશંકા
calendar_today January 23, 2026

Jamnagar : વસંત પંચમીના દિવસે યુવકની કૃર હત્યા, પ્રેમ પ્રકરણમાં મૃતકના સાળા સહિત ત્રણ શખ્સોએ ચાકૂના ઘા ઝીંકી હત્યા કરી હોવાની આશંકા

જામનગરમાં પંચેશ્વર ટાવર વંડા ફળી નજીક વસંત પંચમી જેવા પવિત્ર તહેવારના દિવસે ધોળે દહાડે એક યુવાનની હત્યા નીપજાવાતાં ભારે ચકચાર જાગી છે. જે હત્યામાં પ્રેમ પ્રકરણ કારણભુત હોવાનું અને મૃતકના સાળા સહિત ત્રણ શખ્સોએ છરી ના ઘા જીકી દઇ હત્યા નીપજાવ્યાનો આક્ષેપ કરાયો છે. પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડતો થયો છે, અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.નિલય અશોકભાઈ કુંડલીયા નામના વાણિક યુવાન પર વસંત પંચમીના દિવસે હુમલો  આ હિચકારા હત્યા ના બનાવની વિગત એવીછે કે જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક વંડાફળી વિસ્તારમાં આદિનાથ એપાર્ટમેન્ટના પાંચમા માળે રહેતા નિલય અશોકભાઈ કુંડલીયા નામના વાણિક યુવાન પર વસંત પંચમીના દિવસે સવારના 10;30 વાગ્યાના અરસામાં ત્રણે જેટલા શખ્સો ઘરે પહોંચી ગયા હતા. અને નિલય કુંડલીયા પર આરોપીઓ બેરહેમીથી છરી વડે તૂટી પડ્યા હતા અને જીવલેણ હુમલો કર્યો હતો. પત્નીએ ભારે ચિસાચીસ કરી મૂકી છરીના ઉપરાછાપરી ઘાને લઈ યુવાનની લોહીલુહાણ હાલત થઈ હતી. માત્ર ઘર જ નહીં લિફ્ટ અને રેસિડેન્સીનો બહારના રસ્તા સુધી લોહીના નિશાન જોવા મળ્યા હતા. આ વેળાએ ઘરમાં હાજર રહેલી તેની પત્નીએ ભારે ચિસાચીસ કરી મૂકી હતી, અને તેને બચાવવાના પ્રયત્નો કર્યા હતા. જેમાં પોતે પણ સંપૂર્ણપણે લોહીથી ખરડાઈ હતી આ વેળાએ ઘરમાં હાજર રહેલી તેની પત્ની અને પરિવારજનોએ ભારે ચિસાચીસ કરી મૂકી હતી, અને તેને બચાવવાના પ્રયત્નો કર્યા હતા. બનાવ હત્યામાં પલટાયો દેકરો થયા બાદ પાડોશીઓ એકત્ર થઈ ગયા હતા અને સૌપ્રથમ આ બનાવ અંગે 108 ની ટીમને જાણ કરાતાં 108 ની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને લોહી નીતરતી હાલતમાં વણિક યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ ત્યાં માત્ર તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો, અને બનાવ હત્યામાં પલટાયો હતો. પ્રેમ પ્રકરણના કારણે આ હત્યા નીપજવાઇ આ ઘટનાની જાણ થવાથી આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા, જ્યારે સીટી એ. ડિવિઝનના પી.આઈ. અને તેઓનો સમગ્ર સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણના કારણે આ હત્યા નીપજવાઇ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મૃતક યુવાને થોડા સમય પહેલા પ્રેમ લગ્ન કરી લીધા હોવાથી પ્રેમિકાના પરિવારને પસંદ નહિ પડતાં પ્રેમિકાના ભાઈ સહિતના 3 શખ્સો છરી લઈને ધસી આવ્યા હોવાનું અને આ હીંચકારો હુમલો કરી દીધો હોવાનો આક્ષેપ કરાઇ રહ્યો છે. સમગ્ર મામલામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. પ્રેમલગ્ન મામલે યુવતીના ભાઇ સહિતના 3 શખ્સોએ હુમલો કર્યો પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણના કારણે આ હત્યાના વારદાતને અંજામ આપવામાં આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મૃતક યુવાને થોડા સમય પહેલા પ્રેમ લગ્ન કરી લીધા જે પ્રેમિકાના પરિવારને પસંદ નહિ પડતાં પ્રેમિકાના ભાઈ સહિતના 3 શખ્સો છરી લઈને ધસી આવ્યા બાદ હત્યા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અમારા એપાર્ટમેન્ટમાં અમે આવું દ્રશ્ય ક્યારેય જોયું નથી હત્યાની જાણ થતાં આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. જે મામલે આદિનાથ રેસિડેન્સીમાં જ રહેતા પાડોશી એ વિગતો વર્ણવતા જણાવ્યું હતું કે નિલયભાઈ અમારા એપાર્ટમેન્ટ માં છેલ્લા 4 થી 5 વર્ષથી રહેતા હતા. તે ઉધોગનગરમાં નોકરી કરતા હતા. આજે અમે લગ્ન પ્રસંગમાં હતા. હત્યાની જાણ થતાં અમે તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા. આવીને જોયું તો ઘર અડધું લોહીથી લથબથ હતું. અમારા એપાર્ટમેન્ટમાં અમે આવું દ્રશ્ય ક્યારેય જોયું નથી.. આ પણ વાંચો-----     Surat News: શાળાઓને બોમ્બ થ્રેટ વચ્ચે હરકતમાં આવી પોલીસ, મોટી હોટલોમાં સઘન ચેકિંગ

Read Full Story arrow_forward