android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreliમાં ટ્રેન ઉથલાવવાનું મોટું કાવતરું નિષ્ફળ: રેલવે ટ્રેક પર મુકાયા પથ્થરો અને લોખંડના પોલ
calendar_today January 23, 2026

Amreliમાં ટ્રેન ઉથલાવવાનું મોટું કાવતરું નિષ્ફળ: રેલવે ટ્રેક પર મુકાયા પથ્થરો અને લોખંડના પોલ

અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવતા સનસનાટી મચી ગઈ છે. ચિતલ અને ખીજડિયા રેલવે સ્ટેશન વચ્ચે અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાના ઇરાદે ટ્રેક પર મોટા પથ્થરો અને ફેન્સિંગ માટે વપરાતો લોખંડનો પોલ મૂકી દેવામાં આવ્યો હતો. આ ઘટના તે સમયે બની જ્યારે ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેન આ ટ્રેક પરથી પસાર થઈ રહી હતી. સદનસીબે, ટ્રેન પસાર થતી વખતે પાયલટને કોઈ વસ્તુ અથડાવાનો સામાન્ય અવાજ આવતા તેમણે તુરંત બ્રેક મારી ટ્રેન ઉભી રાખી દીધી હતી.ચિતલ-ખીજડિયા રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવા પ્રયાસ ટ્રેન થોભ્યા બાદ પાયલટે નીચે ઉતરીને તપાસ કરતા ટ્રેક પર જોખમી પથ્થરો અને પોલ જોવા મળ્યા હતા. પાયલટની સમયસૂચકતાને કારણે સેંકડો મુસાફરોના જીવ બચી ગયા હતા અને એક મોટી રેલ દુર્ઘટના ટળી હતી. પાયલટે આ અંગે તાત્કાલિક રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા રેલવે પોલીસ (RPF), સ્થાનિક પોલીસ, સેન્ટ્રલ આઈબી (IB) અને ડોગ સ્કોડ સહિતની વિવિધ એજન્સીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેન પસાર થઇ રહી હતી આ કોઈ આતંકી કાવતરું છે કે સ્થાનિક અસામાજિક તત્વોનું તોફાન, તે દિશામાં પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. ડોગ સ્કોડ અને એફએસએલની મદદથી આરોપીઓના સગડ મેળવવાના પ્રયાસો ચાલુ છે. અમરેલી જેવા શાંત વિસ્તારમાં રેલવેને નિશાન બનાવવાની આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓને દોડતી કરી દીધી છે. રેલવે તંત્ર દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને ટ્રેક પર છેડછાડ કરનાર તત્વોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkotના જસદણમાં સામાન્ય બોલાચાલીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, યુવક પર કરાયો જીવલેણ હુમલો
calendar_today January 23, 2026

Rajkotના જસદણમાં સામાન્ય બોલાચાલીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, યુવક પર કરાયો જીવલેણ હુમલો

રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં આવેલી ગેબનશાહ સોસાયટીમાં સ્પીડ બ્રેકર જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ મામૂલી વિવાદમાં ત્રણ શખ્સોએ હથિયારો સાથે એક પરિવાર પર જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.સ્પીડ બ્રેકર બન્યું વિવાદનું કારણ મળતી માહિતી મુજબ, સોસાયટીમાં નગરપાલિકા દ્વારા મુકવામાં આવેલા સ્પીડ બ્રેકરને લઈને પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. હુમલાખોરો આ સ્પીડ બ્રેકર ત્યાંથી કાઢી નાખવા માંગતા હતા અને તે બાબતે તેમણે ધમકી પણ આપી હતી. આ વિવાદ એટલો વકર્યો કે ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ લોખંડની પાઈપ, ધોકા અને ચપ્પુ જેવા જીવલેણ હથિયારો વડે પડોશમાં રહેતા યુવક પર હુમલો કરી દીધો હતો. યુવકને બચાવવા માતા અને ભાઈ વચ્ચે પડ્યા જ્યારે આ હુમલામાં યુવકને બચાવવા તેની માતા અને ભાઈ વચ્ચે પડ્યા, ત્યારે હુમલાખોરોએ તેમને પણ છોડ્યા નહોતા. યુવકને લોખંડની પાઈપના ફટકા વાગતા ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે તેની માતા અને ભાઈ પર ધોકા અને ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. પાડોશમાં રહેતા લોકો વચ્ચે આ પ્રકારનો હિંસક હુમલો થતા સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. નગરપાલિકાએ મુકેલા સ્પીડ બ્રેકર જેવી જાહેર સુવિધાના મુદ્દે થયેલી આ બબાલ હવે પોલીસ સ્ટેશનના ચોપડે ચડી છે. આ પણ વાંચોઃ Ahmedabad News: અમદાવાદમાં બેફામ AMTSએ સ્કૂલ વાન સહિત 3 વાહનોને અડફેટે લીધા , 2 વ્યક્તિને પહોંચી ઇજા

Read Full Story arrow_forward
Aravalli : શામળાજી ખાતે વસંત પંચમીના પવિત્ર અવસરે વન વિભાગ દ્વારા 'પ્રકૃતિ મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું
calendar_today January 23, 2026

Aravalli : શામળાજી ખાતે વસંત પંચમીના પવિત્ર અવસરે વન વિભાગ દ્વારા 'પ્રકૃતિ મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું

વસંત પંચમીના પવિત્ર અવસરે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે વન વિભાગ દ્વારા 'પ્રકૃતિ મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ પર્વત પૂજા કરી પર્યાવરણના જતનની હાકલ કરી હતી. મંત્રીએ હરિયાણાથી ગુજરાત સુધી ફેલાયેલી અરાવલી પર્વતમાળામાં 'ગ્રીન વોલ' પ્રોજેક્ટ વિશે પણ મહત્વની માહિતી આપી હતી.પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે 'પર્વત પૂજા'નો કાર્યક્રમ યોજાયો શામળાજીની પાવન ધરા પર આજે વન વિભાગ દ્વારા પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે 'પર્વત પૂજા'નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, વન સંસ્કૃતિએ જ માનવ સંસ્કૃતિને જન્મ આપ્યો છે. મંત્રીએ ખાસ કરીને આદિવાસી સમાજનો આભાર માનતા કહ્યું હતું કે, આદિવાસી ભાઈ-બહેનોને કારણે જ આજે આપણા પર્વતો અને વન્યજીવો સુરક્ષિત છે. 'એક પેડ માઁ કે નામ' અભિયાન આ પ્રોજેક્ટ હેઠળ 'એક પેડ માઁ કે નામ' અભિયાન અને વન વિભાગના વિવિધ કાર્યક્રમો દ્વારા પર્યાવરણનું સંતુલન જાળવવા અને ગ્રીન કવર વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ આયોજનથી આગામી સમયમાં ક્લાઈમેટ ચેન્જ જેવી સમસ્યાઓ સામે લડવામાં મોટી મદદ મળશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.આ પણ વાંચો-----    Surat News: શાળાઓને બોમ્બ થ્રેટ વચ્ચે હરકતમાં આવી પોલીસ, મોટી હોટલોમાં સઘન ચેકિંગ

Read Full Story arrow_forward