android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Union Budget 2026: 1 ફેબ્રુઆરીએ જ કેમ આવે છે બજેટ? જાણો તારીખ પાછળનું રહસ્ય
calendar_today January 23, 2026

Union Budget 2026: 1 ફેબ્રુઆરીએ જ કેમ આવે છે બજેટ? જાણો તારીખ પાછળનું રહસ્ય

ભારતનું કેન્દ્રીય બજેટ માત્ર આંકડાઓનો ખેલ નથી, પરંતુ તે દેશના કરોડો લોકોના ભવિષ્યનો રોડમેપ છે. વર્ષ 2026નું બજેટ રજૂ થવાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. દર વર્ષની જેમ આ વખતે પણ 1 ફેબ્રુઆરીએ નાણાં મંત્રી સંસદમાં દેશનું સરવૈયું રજૂ કરશે. પરંતુ આ તારીખ પાછળ એક રસપ્રદ ઇતિહાસ અને મજબૂત વહીવટી તર્ક છુપાયેલો છે. બજેટની તારીખ બદલવાનું મનોવિજ્ઞાન વર્ષ 2017 પહેલા સુધી ભારતનું બજેટ ફેબ્રુઆરીના અંતિમ દિવસે રજૂ કરવામાં આવતું હતું. આ પરંપરા બ્રિટિશ કાળથી ચાલી આવતી હતી. જોકે, મોદી સરકારના શાસનકાળ દરમિયાન તત્કાલીન નાણાં મંત્રી અરુણ જેટલીએ આમાં મોટો ફેરફાર કર્યો. તેની પાછળનું મુખ્ય કારણ એ હતું કે ભારતનું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય છે. જો બજેટ ફેબ્રુઆરીના અંતમાં આવે, તો તેની મંજૂરીની પ્રક્રિયા મે કે જૂન સુધી ખેંચાઈ જતી, જેના કારણે નવી યોજનાઓ માટે ફંડ ફાળવવામાં મોડું થતું. 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવાથી સરકારને બે મહિનાનો સમય મળે છે, જેથી એપ્રિલ મહિનાના પહેલા જ દિવસથી વિકાસ કાર્યો માટે નાણાંનો પ્રવાહ શરૂ થઈ શકે. સેક્શન 80C કરદાતાઓની વર્ષો જૂની માગ બજેટ 2026માં નોકરીપેશા વર્ગની સૌથી મોટી નજર સેક્શન 80C પર છે. મોંઘવારી જે ગતિએ વધી છે, તે જોતા હાલની 1.5 લાખ રૂપિયાની છૂટની મર્યાદા હવે અપૂરતી લાગે છે. કરદાતાઓ આશા રાખી રહ્યા છે કે સરકાર આ મર્યાદામાં વધારો કરશે, જેથી પી.પી.એફ. (PPF) અને લાઈફ ઈન્સ્યોરન્સ જેવી બચત યોજનાઓમાં રોકાણ કરવા માટે વધુ પ્રોત્સાહન મળે. જો આ મર્યાદા વધશે, તો મધ્યમ વર્ગના હાથમાં ખર્ચ કરવા માટે વધુ નાણાં બચશે. મ્યુચ્યુઅલ ફંડ અને રોકાણકારો માટે ખુશખબર? રોકાણકારો માટે પણ આ બજેટ મહત્વનું સાબિત થઈ શકે છે. મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના સંગઠન 'AMFI' એ સરકારને ખાસ ભલામણો કરી છે. તેમનો આગ્રહ છે કે રિટેલ રોકાણકારોને લાંબા ગાળાના રોકાણ (Long-term) માટે ટેક્સમાં વધુ રાહત આપવામાં આવે. જો સરકાર આ સૂચનો સ્વીકારે, તો સામાન્ય માણસ માટે સંપત્તિ સર્જન (Wealth Creation) વધુ સરળ બનશે અને શેરબજારમાં સ્થાનિક રોકાણ વધશે. ટૂંકમાં, બજેટ 2026 એ માત્ર સરકારી ખર્ચનો હિસાબ નહીં, પણ બદલાતી અર્થવ્યવસ્થામાં સામાન્ય માણસની બચત અને રોકાણને વેગ આપવાની એક મોટી તક છે. આ પણ વાંચોઃ Budget 2026: Auto સેક્ટર માટે 'ટર્નિંગ પોઈન્ટ' સાબિત થશે? ટેક્સમાં રાહત અને EV સબસિડી પર ઉદ્યોગ જગતની નજર

Read Full Story arrow_forward
Republic Day 2026: 'વંદે માતરમ'ની થીમ પર ગુંજશે કર્તવ્ય પથ, જાણો આ વખતે પરેડમાં શું હશે ખાસ
calendar_today January 23, 2026

Republic Day 2026: 'વંદે માતરમ'ની થીમ પર ગુંજશે કર્તવ્ય પથ, જાણો આ વખતે પરેડમાં શું હશે ખાસ

26 જાન્યુઆરી 2026ના રોજ ભારત પોતાનો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે. પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઈને તૈયારીઓ પૂર્ણ થવા આવી છે. આજે દિલ્હીમાં કર્તવ્ય પથ પર પરેડનું ફૂલ રિહર્સલ પણ થયું. આ વર્ષની દિલ્હી પરેડ ઘણી રીતે ઐતિહાસિક અને ખાસ રહેવાની છે. ભારત સરકાર લાલ કિલ્લા પર આ વખતે ભારત પર્વનું આયોજન કરી રહી છે. ભારતપર્વમાં પરેડ, ટેબ્લોથી લઈને સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભારતભરમાંથી ફૂડ સ્ટોલ લગાવવામાં આવશે. આ વખતે પ્રથમ વખત સિને ઉદ્યોગની પણ ઝાંખી કર્તવ્ય પથ પર બતાવવામાં આવશે. આ ઉપરાંત જાણો પ્રજાસત્તાક દિવસ પરેડની મુખ્ય વિગતો.2026ની પ્રજાસત્તાક દિવસ પરેડની મુખ્ય વિગતોપ્રજાસત્તાક થીમ : આ વર્ષની ઉજવણીનો મુખ્ય વિષય 'વંદે માતરમ'ના 150 વર્ષ અને 'આત્મનિર્ભર ભારત' છે. કર્તવ્ય પથ પર પ્રદર્શિત થનારા તમામ ૩૦ ટેબ્લો (ઝાંખીઓ) આ થીમ પર આધારિત હશે.મુખ્ય મહેમાન :  પ્રજાસત્તાક દિવસે આ વર્ષે મુખ્ય અતિથિમાં એક નહીં બે મહેમાનોને આમંત્રિત કરાયા છે. એન્ટોનિયો કોસ્ટા- યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ, અને ઉર્સુલા વોન ડેર લિયેન- યુરોપિયન કમિશનના પ્રમુખ. યુરોપિયન યુનિયનના બે ટોચના નેતાઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.પરેડના મુખ્ય આકર્ષણો : બેટલ એરે ફોર્મેટ: ભારતીય સેના પ્રથમ વખત પરંપરાગત માર્ચિંગને બદલે 'બેટલ એરે' ફોર્મેટમાં જોવા મળશે, જે યુદ્ધના મેદાનમાં સેના કેવી રીતે કાર્ય કરે છે તેનું જીવંત પ્રદર્શન કરશે. નવા એકમો: 'ભૈરવ લાઈટ કમાન્ડો બટાલિયન' અને 'શક્તિબાણ રેજિમેન્ટ' પ્રથમ વખત પરેડમાં ભાગ લેશે. હાઇ-ટેક શસ્ત્રો: ઓપરેશન સિંદૂર (મે ૨૦૨૫) માં સફળતા મેળવનાર બ્રહ્મોસ મિસાઇલ અને અન્ય સ્વદેશી શસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવશે.રોબોટિક મ્યુલ્સ: સેનાના 'રાઇફલ-માઉન્ટેડ રોબોટ્સ' અને 'રોબોટિક મ્યુલ્સ' પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.ડીજીટલ શક્તિનું પ્રદર્શન : ભારત પર્વમાં ડિજિટલ પરિવર્તનની શક્તિનો અનુભવ થશે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) આ ભવ્ય કાર્યક્રમમાં ભારતના ડિજિટલ કૌશલ્યનું જીવંત પ્રદર્શન રજૂ કરાશે.લોક નૃત્ય પ્રદર્શન : વિવિધ રાજ્યોના લોકનૃત્ય ઉપરાંત આદિવાસી નૃત્ય પ્રદર્શન પણ થશે. આનાથી તમને આપણા દેશની વિવિધ સંસ્કૃતિઓનો નજીકથી ખ્યાલ આવશે. હસ્તકલા પ્રદર્શન : ભારત પર્વમાં હસ્તકલા અને હાથવણાટ બજાર પણ હશે. અહીં, તમને વિવિધ રાજ્યોના કારીગરો દ્વારા બનાવેલા અદભુત નમૂનાઓ મળશે. તમે તેની ખરીદી પણ કરી શકશો.સ્ટુડિયો કિચન સત્ર :  ભારતના દરેક ખૂણામાંથી સ્વાદિષ્ટ ભોજન રજૂ કરવામાં આવશે. આમાં વિવિધ રાજ્યોના પ્રખ્યાત શેફ અને હોટેલ મેનેજમેન્ટ સંસ્થાઓના વિદ્યાર્થીઓ પરંપરાગત વાનગીઓની લાઇવ તૈયારીનું પ્રદર્શન બતાવવામાં આવશે. મહત્વનો ફેરફાર : નદીઓના નામે એન્ક્લોઝર્સ: આ વર્ષે VIP કલ્ચરને દૂર કરવા માટે બેઠક વ્યવસ્થાના એન્ક્લોઝર્સમાંથી નંબર પ્રથા દૂર કરવામાં આવી છે. બેઠક વ્યવસ્થામાં નંબરોને બદલે ભારતની મુખ્ય નદીઓ (જેમ કે ગંગા, યમુના, નર્મદા, સિંધુ) ના નામ આપવામાં આવ્યા છે. 10,000 ખાસ મહેમાનોને VIP મહેમાન તરીકે આમંત્રિત કરાયા છે. જેમાં દેશભરના ખેડૂતો, ઉદ્યોગસાહસિકો અને સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓને ખાસ અતિથિનો સમાવેશ થાય છે.ભારત પર્વ 2026માં પ્રજાસત્તાક દિવસની ઝાંખીઓ, સશસ્ત્ર દળોના બેન્ડ દ્વારા પ્રદર્શન, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ જૂથો અને દિલ્હી સ્થિત સાંસ્કૃતિક સંગઠનો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન, હસ્તકલા અને હાથવણાટ બજારો અને શેરી નાટકો સહિતની અન્ય બાબતો પણ રજૂ કરવામાં આવશે. આ વર્ષે ગુજરાત દ્વારા વંદેમાતરમ થીમનો ટેબ્લો રજૂ કરવામાં આવશે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના ટેબ્લો લોકોનું દિલ જીતી રહ્યા છે. 

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ગુજરાતમાં ઠંડીનો આક્રમક રાઉન્ડ શરૂ થશે, આગામી બે દિવસ હાડ થીજવતી ઠંડી પડશે
calendar_today January 23, 2026

Gujarat Latest News Live : ગુજરાતમાં ઠંડીનો આક્રમક રાઉન્ડ શરૂ થશે, આગામી બે દિવસ હાડ થીજવતી ઠંડી પડશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 23 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward