android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: વિધર્મી પરિણીત પ્રેમીએ લગ્નની ના પાડતા પ્રેમિકાએ જીવન ટૂંકાવ્યું
calendar_today January 23, 2026

Ahmedabad News: વિધર્મી પરિણીત પ્રેમીએ લગ્નની ના પાડતા પ્રેમિકાએ જીવન ટૂંકાવ્યું

અમદાવાદમાં એક વિધર્મી પરિણીત યુવક અને યુવતી વચ્ચે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. જેમાં વિધર્મી પ્રેમી પોતે પરિણીત હોવાના કારણે યુવતીને લગ્ન કરવાની ના પાડી હતી. જેનું લાગી આવતા પ્રેમિકાએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું. લવ જેહાદની આ ઘટનાથી સમગ્ર શહેરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ સાથે લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.ઘટનાની વિગતો ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં પ્રેમ અને વિશ્વાસઘાતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. છેલ્લા બે વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી એક યુવતીએ તેના વિધર્મી પ્રેમીએ લગ્ન કરવાનો ઇન્કાર કરી દેતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ મામલે વટવા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરિણીત હોવાની વાત છુપાવી હતી? મૃતક યુવતી અને આરોપી મોહમદ આબીદ શેખ વચ્ચે છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધ હતો. બંને સાથે રહેતા હતા અને યુવતી તેને જ પોતાનું સર્વસ્વ માની બેઠી હતી. જોકે, જ્યારે યુવતીએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે આબીદ શેખે પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું. પ્રેમી આબીદ પહેલેથી જ પરિણીત હોવાથી તેણે યુવતી સાથે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. અત્યંત દર્દનાક રીતે આત્મહત્યા કરી પ્રેમીના દગાથી ભાંગી પડેલી યુવતીએ અંતિમ પગલું ભરતા પહેલા પોતાના હાથની નસો પર કાપા માર્યા હતા અને ત્યારબાદ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. યુવતીના પરિવારના આક્ષેપો અને પરિસ્થિતિને જોતા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો છે. વટવા પોલીસે નોંધ્યો ગુનો યુવતીના મૃત્યુ મામલે તેના પરિવારે આરોપી મોહમદ આબીદ શેખ વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. વટવા પોલીસે આ મામલે આરોપી વિરૂદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે, અને આ પ્રેમસંબંધમાં અન્ય કોઈ એંગલ છે કે, કેમ તે દિશામાં પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો - Ahmdedabad: 15 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, DEO એ આપ્યું નિવેદન

Read Full Story arrow_forward
Gir Somnath News : નેશનલ હેન્ડબોલમાં ગુજરાતનો ડંકો, પંજાબને ધૂળ ચટાડી અંડર-17 ગર્લ્સ ટીમ બની નેશનલ ચેમ્પિયન!
calendar_today January 23, 2026

Gir Somnath News : નેશનલ હેન્ડબોલમાં ગુજરાતનો ડંકો, પંજાબને ધૂળ ચટાડી અંડર-17 ગર્લ્સ ટીમ બની નેશનલ ચેમ્પિયન!

ગીર સોમનાથના પવિત્ર સાનિધ્યમાં આવેલા સદભાવના ગ્રાઉન્ડ ખાતે આયોજિત નેશનલ હેન્ડબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતની અંડર-17 ગર્લ્સ ટીમે ઈતિહાસ રચી દીધો છે. 19 થી 23 જાન્યુઆરી દરમિયાન યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશભરના 31 રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો. અત્યંત રસાકસીભરી ફાઈનલ મેચમાં ગુજરાતની દીકરીઓએ મજબૂત ગણાતી પંજાબની ટીમને હરાવીને રાષ્ટ્રીય ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. સોમનાથમાં પ્રથમ વખત આ સ્તરની નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 600થી વધુ ખેલાડીઓએ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.નેશનલ ગેમ્સનું શાનદાર આયોજન આ ઐતિહાસિક વિજય બાદ મેદાન પર ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. વિજયી બનેલી ગુજરાતની દીકરીઓએ હાથમાં તિરંગો લઈ ગરબે ઘૂમીને પોતાની જીતની ભવ્ય ઉજવણી કરી હતી. કાશ્મીરથી કન્યાકુમારી સુધીના ખેલાડીઓની હાજરીમાં ગુજરાતે પોતાની રમતની તાકાત બતાવી દેશનું ધ્યાન ખેંચ્યું છે. સ્થાનિકો અને રમતપ્રેમીઓએ સોમનાથના આંગણે આયોજિત આ ટુર્નામેન્ટની સફળતા અને ગુજરાતના વિજયને વધાવી લીધો છે. રાજ્ય સરકાર અને રમતગમત વિભાગે પણ ખેલાડીઓની આ સિદ્ધિને બિરદાવી ભવિષ્ય માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. આ પણ વાંચો : Vadodara ના સમામાં શિયાળનો ફફડાટ, બે કલાકની ભારે જહેમત બાદ વન વિભાગે કર્યું સફળ રેસ્ક્યુ!

Read Full Story arrow_forward
Gujarat Forest : ગુજરાતમાં વાઘના આગમન બાદ તેના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ સજજ : વન મંત્રી અર્જુન મોઢવાડિયા
calendar_today January 23, 2026

Gujarat Forest : ગુજરાતમાં વાઘના આગમન બાદ તેના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ સજજ : વન મંત્રી અર્જુન મોઢવાડિયા

રાજ્યમાં ઇકો ટુરિઝમને વેગ આપવામાં આવશે, સાથે જ ઇકો ટુરિઝમથી વન્યજીવ સૃષ્ટિને કોઈ નુકસાન કે ખલેલ ન થાય તે માટે વિઝિટર ગાઈડલાઈન તૈયાર કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક અંગે વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતાં હતું કે, ગુજરાતમાં વન્યજીવોના સંરક્ષણ અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે સરકાર કટિબદ્ધ છે. રાજ્યના મહત્વના સિંહ અભયારણ્ય, પક્ષી અભયારણ્ય, ઘુડખર અભયારણ્ય તથા રીંછ અભયારણ્ય જેવા વન્યજીવ કેન્દ્રોના વિકાસ અને વન્ય પ્રાણીઓની સુરક્ષા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.વાઘના સંરક્ષણની સાથે સાથે તેના ખોરાક અને વસવાટની ક્ષમતા વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો વન મંત્રીએ વિશેષ આનંદ સાથે જણાવ્યું કે, વન્યજીવ વસ્તી ગણતરી દરમિયાન ગુજરાતના રતનમહાલ અભયારણ્ય અને આસપાસના વિસ્તારોમાં વાઘની હાજરી નોંધાઈ છે, જે રાજ્ય માટે ગૌરવની વાત છે. આ વાઘના કાયમી વસવાટ, સુરક્ષા અને તેની સંખ્યામાં વૃદ્ધિ થાય તે માટે વન વિભાગ દ્વારા સર્વગ્રાહી આયોજન કરવામાં આવ્યું છે. વાઘના સંરક્ષણ માટે ગુજરાત વન વિભાગ 'નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી' સાથે સતત સંપર્કમાં છે. તેમના દ્વારા સૂચવવામાં આવેલા તમામ માર્ગદર્શક સિદ્ધાંતો અને ઉપાયોનું આગામી સમયમાં રાજ્યમાં ચુસ્તપણે પાલન કરવામાં આવશે. વાઘના સંરક્ષણની સાથે સાથે તેના ખોરાક અને વસવાટની ક્ષમતા વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે તેમ વન મંત્રી મોઢવાડિયાએ ઉમેર્યું હતું. વિઝીટર્સ પોલિસી ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં આવશે વન મંત્રીએ ઉમેર્યુ હતું કે NTCAની સહભાગીતાથી આ વિસ્તારમાં વાઘ સંરક્ષણ-જતન માટેની કોમ્યુનિટી પાર્ટીશિપેશન તાલીમ સ્થાનિક લોકોને આપવાનું આયોજન કરવામાં આવશે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં ઇકો ટુરિઝમને વેગ આપવા, સાથે જ પ્રવાસીઓ-વિઝીટર્સની વધતી જતી સંખ્યાને પરિણામે વન્યજીવ સૃષ્ટિને કોઈ નુકસાન કે ખલેલ ન થાય એની પણ કાળજી લેવા વન વિભાગને સૂચનો કર્યા હતા. જે સંદર્ભે વિઝીટર્સ પોલિસી ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં આવશે. ગુજરાતમાં દીપડાઓની વધતી જતી સંખ્યા અને રેસ્ક્યુ થયેલા દીપડા સહિતના દીપડાઓ માટે અભયારણ્યનું સ્થળ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત કરવાના આયોજનની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ પણ વાંચો : Republic Day 2026 : ભારત 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ઉંબરે છે, ત્યારે રાષ્ટ્રભક્તિના રંગે રંગાવા માટે ચોટીલાની ધરતી પર એક અદભૂત નજરાણું તૈયાર

Read Full Story arrow_forward