android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sanand: નળસરોવર વિસ્તારમાંથી વિદેશી પક્ષીઓ અને પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી, 3 આરોપીઓ ફરાર
calendar_today January 23, 2026

Sanand: નળસરોવર વિસ્તારમાંથી વિદેશી પક્ષીઓ અને પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી, 3 આરોપીઓ ફરાર

એશિયાના સૌથી મોટા પક્ષી અભયારણ્ય ગણાતા નળસરોવર વિસ્તારમાં વિદેશી પક્ષીઓના ગેરકાયદે શિકાર અને સંગ્રહના મામલે વન વિભાગે મોટી સફળતા મેળવી છે. મળતી વિગતો અનુસાર, વન વિભાગની ટીમે ચોક્કસ બાતમીના આધારે નળસરોવર નજીક આવેલા ધરજી મેણી વાડા ફળીયા વિસ્તારમાં ત્રાટકી હતી. અહીં ત્રણ અલગ-અલગ મકાનોમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન આશ્ચર્યજનક રીતે વિદેશી પક્ષીઓ અને પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવી છે. 27 પક્ષીઓની હાલત નાજુક આ કાર્યવાહી દરમિયાન વન વિભાગે કુલ 37 વિદેશી પક્ષીઓ જપ્ત કર્યા છે. કમનસીબે, આ પક્ષીઓ પૈકી 11 પક્ષીઓના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યુ છે.જ્યારે બાકીના 27 પક્ષીઓની હાલત નાજુક હોવાથી તેમને તાત્કાલિક અસરથી વન વિભાગના રેસ્ક્યૂ સેન્ટર ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે. પક્ષીઓની સાથે સાથે આ મકાનોમાંથી મોટી માત્રામાં ચાઇનીઝ દોરી અને પતંગનો જથ્થો પણ મળી આવ્યો છે, જે સૂચવે છે કે ઉત્તરાયણ પર્વ દરમિયાન આ પ્રતિબંધિત દોરીનો ઉપયોગ પક્ષીઓના શિકાર માટે કરવામાં આવી રહ્યો હતો. આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. હાલમાં, આ ઘટનામાં સંડોવાયેલા ૩ ફરાર આરોપીઓને પકડવા માટે વન વિભાગે ચક્રો ગતિમાન કર્યા છે અને અલગ-અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. નળસરોવર જેવા સંવેદનશીલ વિસ્તારમાં પક્ષીઓના શિકારની આ ઘટનાએ પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જગાડ્યો છે. વન વિભાગ હવે આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પ્રયાસ કરી રહ્યું છે.આ પણ વાંચોઃ Aanand News : સરપંચ સામેની ફરિયાદ અને આત્મવિલોપન, ખેડૂત ભરતભાઈ પઢિયારનું સારવાર દરમિયાન મોત

Read Full Story arrow_forward
Rajkot News : રાજકોટમાં પતિ-પત્ની અને પુત્રનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, આર્થિક સંકડામણને લઈ પગલુ ભર્યુ હોવાની માહિતી
calendar_today January 23, 2026

Rajkot News : રાજકોટમાં પતિ-પત્ની અને પુત્રનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, આર્થિક સંકડામણને લઈ પગલુ ભર્યુ હોવાની માહિતી

રાજકોટમાં પતિ-પત્ની અને પુત્રએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે અને આર્થિક સંકડામણના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે, ત્રણેયને સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આર્થિક સંકડામણને લઈ આપઘાતનો કર્યો પ્રયાસ રાજકોટના 80 ફૂટ રોડ સત્યમ પાર્કમાં રહેતા સોની પરિવારે ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો છે અને લોનના હપ્તા ચડી જતા આર્થિક સંકડામણને લઈને પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો છે, પતિ પત્ની અને પુખ્ત વયના પુત્ર એ ઝેરી ટીકડા ખાઈ લીધા છે અને તાત્કાલિક અસરથી સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને કોની પાસેથી લોન લીધી હતી અને કેટલું વ્યાજ હતુ તેને લઈ તપાસ શરૂ કરાઈ છે. ઘરના હપ્તા ચડી જતા આપઘાતનો પ્રયાસ કર્યો રાજકોટના 80 ફુટ રોડ ઉપર આવેલા સત્યમ પાર્કની ઘટના છે અને અગાઉ ફ્લેટ લીધો હતો અને સાત લાખની લોન ચડી જતા આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે, ઘઉંમાં નાખવાના ટીકડા ખાઇને કર્યો આપઘાતનો પ્રયાસ તો પોલીસે હાલમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો : Agriculture News : જિલ્લાના તમામ ખેડૂતો માટે ‘યુનિક ફાર્મર આઈડી’ફરજિયાત, પીએમ-કિસાનના 22માં હપ્તા માટે રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય

Read Full Story arrow_forward
Weather News : ગુજરાતના ખેડૂતોને કમોસમી માવઠાના સંકટથી મળશે રાહત, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીનું જોર વધશે
calendar_today January 23, 2026

Weather News : ગુજરાતના ખેડૂતોને કમોસમી માવઠાના સંકટથી મળશે રાહત, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીનું જોર વધશે

રાજ્યમાં લઘુતમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થશે અને રાજ્યમાં 23 અને 24 જાન્યુઆરીએ ઠંડીનું જોર વધશે અને 25 જાન્યુઆરીથી બેવડી ઋતુની અસર રહેશે સાથે સાથે રાજયમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વેસ્ટર્ન ડિસ્ટરન્સની અસર રાજસ્થાન તરફ રહેતા વરસાદની શકયતા નહીંવત છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાથી હવામાન બદલાઈ ગયું છે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ-બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હિમાચલના સિમલા-મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 જાન્યુઆરીના રોજ બીજું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે. જેના કારણે ઉત્તર ભારતના 9 રાજ્યોમાં વરસાદ અને પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ શકે છે. બનાસકાંઠા અને પાટણમાં આજે ગાજવીજ સાથે માવઠાની આગાહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાના હવામાન ખાતાએ સંકેતો આપ્યાં છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં ગાજવીજ સાથે માવઠું પડવાની શક્યતાઓ છે. બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યનાં ૧૮ શહેરમાં પારો ૧૫ ડિગ્રીને પાર જતાં ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે હવે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની કોઈ જ શક્યતા જણાતી ન હોવાનું હવામાન ખાતાએ જારી કરેલી વિગતો પરથી માની શકાય છે. હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે જેમાં કચ્છના ઉત્તર ભાગમાં તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં માવઠું પડવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. વિજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા હોવાથી યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. વધુમાં હવામાન વિભાગના વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવવની ગતિ ૨૦થી ૨૫ કિમી પ્રતિ કલાક રહેવાની શક્યાતઓ છે. ઉત્તરથી ઉત્તર પશ્ચિમ તરફનો પવન ફૂંકાશે. કમોસમી વરસાદ અને ગાજવાજના પગલે માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. આ પણ વાંચો : Agriculture News : જિલ્લાના તમામ ખેડૂતો માટે ‘યુનિક ફાર્મર આઈડી’ફરજિયાત, પીએમ-કિસાનના 22માં હપ્તા માટે રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય

Read Full Story arrow_forward