android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara ના સમામાં શિયાળનો ફફડાટ, બે કલાકની ભારે જહેમત બાદ વન વિભાગે કર્યું સફળ રેસ્ક્યુ!
calendar_today January 23, 2026

Vadodara ના સમામાં શિયાળનો ફફડાટ, બે કલાકની ભારે જહેમત બાદ વન વિભાગે કર્યું સફળ રેસ્ક્યુ!

વડોદરાના સમા વિસ્તારમાં આજે વહેલી સવારે એક જંગલી શિયાળ દેખાતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ સમા ગાર્ડન પાસે આ શિયાળને જોતા તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ શિયાળ સમા કેનાલના રસ્તે ખોરાકની શોધમાં ભટકતું ભટકતું રહેણાંક વિસ્તાર સુધી આવી પહોંચ્યું હતું. શિયાળ વસ્તીમાં ઘૂસી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો, પરંતુ વન વિભાગની ટીમ સમયસર પહોંચી જતા મોટી અફરાતફરી ટળી હતી.શિયાળનો ફફડાટ આ રેસ્ક્યુ ઓપરેશન કોઈ પડકારથી ઓછું નહોતું, કારણ કે શિયાળ અત્યંત ચપળ હોવાથી વારંવાર વનકર્મીઓના હાથતાળી આપી દેતું હતું. વન વિભાગના કર્મચારીઓએ સતત બે કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી, જેમાં તેઓ થાકીને લોથપોથ થઈ ગયા હતા. આખરે જાળ બિછાવીને આ ચપળ શિયાળને સલામત રીતે પકડી પાડવામાં સફળતા મળી હતી. શિયાળનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા બાદ તેને પ્રાથમિક તપાસ કરી સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો : Surat News : તડકેશ્વર જેવી ઘટના થવાની શક્યતા, 15 લાખ લીટરની પાણીની ટાંકી માત્ર 10 વર્ષમાં જર્જરિત!

Read Full Story arrow_forward
Vadodara: સાયબર સેલની મોટી સફળતા, અભણ લોકોને ડિજિટલ ક્રાઇમનો શિકાર બનાવનાર એજાઝનો પોલીસે છોડાવી દીધો પરસેવો
calendar_today January 23, 2026

Vadodara: સાયબર સેલની મોટી સફળતા, અભણ લોકોને ડિજિટલ ક્રાઇમનો શિકાર બનાવનાર એજાઝનો પોલીસે છોડાવી દીધો પરસેવો

વડોદરા સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક એવા મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જે ડિજિટલ યુગમાં સામાન્ય માણસની લાચારાનો ગેરફાયદો ઉઠાવતું હતું. આ સમગ્ર મામલાનો મુખ્ય સૂત્રધાર એજાઝ અહેમદ હોવાનું સામે આવ્યું છે. જેની પોલીસે ધરપકડ કરી છે. ગામડાના ભોળા અને અભણ લોકો હતા ટાર્ગેટ એજાઝનો ટાર્ગેટ શહેરના શિક્ષિત લોકો નહીં, પરંતુ ગામડાના ભોળા અને અભણ લોકો હતા. તે ગ્રામ્ય વિસ્તારોમાં જઇને લોકોને સરકારી સહાય, સબસિડી અથવા લોન અપાવવાના બહાને ભરમાવતો હતો. તેમની પાસેથી જરૂરી દસ્તાવેજો મેળવી તે બેંકમાં ખાતા ખોલાવતો હતો. ઘણીવાર આ લોકોની માસૂમિયતનો લાભ લઇ,તેમને નજીવી રકમની લાલચ આપી તેમના નામે એટીએમ કાર્ડ અને ચેકબુક મેળવી લેતો હતો. મ્યુલ એકાઉન્ટનો ગંદો ખેલ આ ખાતાઓને સાયબર જગતમાં મ્યુલ એકાઉન્ટ્સ કહેવામાં આવે છે. એજાઝ આ ખાતાઓનો ઉપયોગ દેશભરમાં થતા સાયબર ફ્રોડના નાણાં છુપાવવા માટે કરતો હતો. જ્યારે પણ કોઈ વ્યક્તિ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બને, ત્યારે તેના નાણાં સીધા આ નિર્દોષ ગ્રામીણોના ખાતામાં ટ્રાન્સફર થતા. ત્યાંથી એજાઝ આ નાણાં ઉપાડી લેતો અથવા અન્ય ક્રિપ્ટોકરન્સી કે વોલેટમાં ફેરવી દેતો. બાતમીના આધારે એજાઝની કરી ધરપકડ જ્યારે દેશના અલગ-અલગ ખૂણેથી સાયબર ઠગાઈની ફરિયાદો ઉઠી અને ટ્રેકિંગ કરવામાં આવ્યું, ત્યારે છેડા વડોદરા સુધી લંબાવાયા.વડોદરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી એજાઝ અહેમદને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી અનેક બેંક પાસબુક, એટીએમ કાર્ડ અને સિમ કાર્ડ મળી આવ્યા છે. આ પણ વાંચોઃ Sanand: નળસરોવર વિસ્તારમાંથી વિદેશી પક્ષીઓ અને પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી, 3 આરોપીઓ ફરાર

Read Full Story arrow_forward
Gandhinagar News: ભૂકંપ વિજ્ઞાન પર 3 દિવસીય આંતરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું
calendar_today January 23, 2026

Gandhinagar News: ભૂકંપ વિજ્ઞાન પર 3 દિવસીય આંતરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું

ગુજરાતની રાજધાની ગાંધીનગર સ્થિત ભૂકંપ સંશોધન કેન્દ્ર (ISR) ખાતે આજથી ભૂકંપ વિજ્ઞાન પર ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. આ કોન્ફરન્સની મુખ્ય થીમ 'ઇન્ટ્રાપ્લેટ અને હિમાલયન ભૂકંપ વિજ્ઞાન' રાખવામાં આવી છે. આ ગ્લોબલ ઇવેન્ટમાં ભારત સહિત સમગ્ર વિશ્વના નામાંકિત ભૂકંપ વૈજ્ઞાનિકો અને તજજ્ઞો ઉપસ્થિત રહ્યા છે.હિમાલયની ભૂસ્તરીય રચના પર વિશેષ ચર્ચા આ કોન્ફરન્સમાં ખાસ કરીને હિમાલયન ક્ષેત્રમાં ભૂકંપના પોપડાની રચના, ટેક્ટોનિક પ્રક્રિયાઓ, ભૂકંપની તીવ્રતા અને ભૂકંપ ઉત્પત્તિ જેવા જટિલ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. હિમાલયન બેલ્ટમાં આવતા ભૂકંપોની પેટર્ન અને તેનાથી થતા નુકસાનને ઘટાડવા માટેના વૈજ્ઞાનિક અભિગમો પર વૈજ્ઞાનિકો પોતાના સંશોધનો રજૂ કરશે. ગુજરાત: ભૂકંપ સંશોધનનું વૈશ્વિક હબ ISRના ઇન્ચાર્જ ડિરેક્ટર જનરલ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જે ભૂકંપ સંશોધન માટે અત્યાધુનિક પ્રયોગશાળા ધરાવે છે. વિશ્વમાં જે પાંચ ભૂકંપ ઝોન જોવા મળે છે, તે પાંચેય ઝોન ગુજરાતમાં આવેલા છે, જે સંશોધન માટે આ ક્ષેત્રને અત્યંત મહત્વનું બનાવે છે. વૈજ્ઞાનિકોનું મહાસંમેલન ત્રણ દિવસ સુધી ચાલનારી આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના ભૂકંપ વૈજ્ઞાનિકોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે. અહીં થનારી ચર્ચાઓ અને સંશોધનોના તારણો આગામી સમયમાં ભૂકંપ પૂર્વેની ચેતવણી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની રણનીતિ ઘડવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. ગુજરાતમાં આવી આંતરરાષ્ટ્રીય સ્તરની કોન્ફરન્સ યોજાવી તે રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્ર માટે ગૌરવ સમાન છે. આ પણ વાંચો - Gandhinagar News : રાજયની 13 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ‘બાલિકા પંચાયત’ની રચના, વાંચો Inside Story

Read Full Story arrow_forward